Green Fenugreek Health Benefits: મેથીની ભાજી એક પોષ્ટિક શાકભાજી છે. શિયાળામાં આવતી મેથીની ભાજીનો સ્વાદ થોડો કડવો હોય છે અને સારી સુગંધ ધરાવે છે. મેથીની ભાજી માંથી સબ્જી, ઢેબર, ભજીયા બનાવવામાં આવે છે. આ લીલી શાકભાજી ઔષધીય ગુણોથી ભરપૂર છે, જેનો ઉપયોગ ફ્રેશ અને સુકવીને કરવામા આવે છે. મેથીના છોડ માંથી જે દાણા નીકળે છે તેને મેથીના દાણા કહેવામાં આવે છે. મેથીની ભાજી માત્ર સ્વાદ જ નહીં પોષણથી પણ ભરપૂર લીલી શાકભાજી હોય છે.
આયુર્વેદિક નિષ્ણાત આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર મેથીની ભાજી શિયાળામાં જોવા મળતી શાકભાજી છે જે હૃદયથી લઈને ત્વચા અને વાળ પણ હેલ્ધી હોય છે. લીલી મેથીનું સેવન પાચનતંત્રને યોગ્ય રાખે છે અને કબજિયાતની સારવાર કરે છે. લીલી મેથીથી સાંધાના દુખાવામાં રાહત મળે છે અને શરીરને ઘણો ફાયદો થાય છે.
100 ગ્રામ મેથીની ભાજીમાં કેટલા પોષક તત્ત્વો હોય છે
- કેલરી – 49
- પ્રોટીન – 4.0 ગ્રામ
- ફેટ – 0.4 ગ્રામ
- કાર્બોહાઈડ્રેટ – 6.0 ગ્રામ
- ફાઈબર – 2.7 ગ્રામ
- કેલ્શિયમ – 81 મિગ્રા
- આયર્ન – 1.0 મિગ્રા
- વિટામિન એ – 2500 IU
- વિટામિન સી – 59.0 મી ગ્રામ
- ફોલિક એસિડ – 57 મી ગ્રામ
લીલી મેથીની ભાજીમાં એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ હોય છે જેનાથી શરીરને ફાયદો થાય છે. આવો જાણીએ મેથીના સેવનથી શું ફાયદા થાય છે.
પોષક તત્ત્વોની ઉણપ દૂર કરે છે
લીલી મેથીની ભાજીનું સેવન કરવાથી શરીરમાં પોષક તત્વોની ઉણપ ઓછી થાય છે. મેથીમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે અને આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે.
પાચનતંત્ર સુધારે છે
મેથીની ભાજીમાં ફાઇબર વધારે માત્રામાં હોય છે જે પાચનતંત્ર સુધારે છે. તેનું સેવન કરવાથી ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યા માંથી રાહત મળે છે. આ લીલા શાકભાજી પાચનતંત્રમાં સુધારો કરવામાં અમૃતની જેમ કાર્ય કરે છે. પાચનને ઠીક રાખવા માટે તમે મેથીના દાણાનું સેવન પણ કરી શકો છો. મેથીના દાણાને શેકીને પાવડર બનાવો અને એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી આ પાવડર મિક્સ કરીને ખાઓ. તેના સેવનથી પાચન ક્રિયા સારી રહેશે અને ગેસ માંથી છુટકારો મળશે.
શરીરનું વજન કન્ટ્રોલ કરે છે
લીલી મેથીની ભાજીનું સેવન કરવાથી વજન કંટ્રોલ રહે છે. તેનું સેવન કરવાથી ભૂખ ઓછી થાય છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ લીલા શાકભાજી વજન ઘટાડવામાં જાદુઈ અસર કરે છે.
ડાયાબિટીસ દર્દી માટે ઉત્તમ ઔષધ
લીલી મેથીની ભાજીનું સેવન કરવાથી ડાયાબિટીસ દર્દી સરળાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ કરી શકે છે. લીલી મેથીની ભાજી જેમ મેથીના દાણાનું પણ સેવન કરી શકાય છે. રાત્રે મેથીના દાણા પાણીમાં પલાળી સવારે તે મેથી ચાવીને ખાઇ જાવ અને ત્યારબાદ પાણી લો.
મહિલાઓ માટે પણ અમૃત
મેથીની ભાજી મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પીરિયડ્સ દરમિયાન પીડા અને અનિયમિતતાને ઓછી કરવામાં આ લીલી શાકભાજી ખૂબ જ અસરકારક સાબિત થાય છે. સ્તનપાન કરાવતી માતાઓ માટે મેથીની ભાજી દૂધના ઉત્પાદનમાં વધારો કરવામાં મદદ કરે છે. મેથીની ભાજી એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વિકલ્પ છે.