Tooth Pain Relief Home Remedy: દાંતમાં દુખાવો નાના બાળક થી લઇ મોટી ઉંમરના વ્યક્તિને પણ થઇ શકે છે. હાલ તહેવોરની સીઝની ચાલી રહી છે. આવી સ્થિતિમાં લોકો વધારે મીઠાઈ ખાય છે. મીઠાઈ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, જો કે તે ખાધા બાદ વ્યક્તિને ઘણીવાર વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમાં દાંતનો દુખાવો સૌથી વધુ જોવા મળે છે. આ ઉપરાંત દાંતનો દુખાવો એક એવી સમસ્યા છે જે ઘણીવાર લોકોને પરેશાન કરે છે. જો તમે પણ આ લોકોમાંના એક છો, તો આ લેખ તમારા માટે મદદરૂપ થઈ શકે છે.
અહીં અમે તમને કેટલીક ખૂબ જ સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેને અપનાવી તમે દાંતના દુખાવામાં જલ્દી રાહત મેળવી શકો છો. આવો જાણીએ તેમના વિશે-
દાંતનો દુખાવો તરત જ કેવી રીતે ઓછો કરવો?
મીઠાના પાણીથી કોગળા
જો તમને દાંતનો દુખાવો હોય તો તમે મીઠાના પાણીથી કોગળા કરી શકો છો. ખરેખર તો પાણીમાં મીઠું નાખીને તૈયાર કરવામાં આવેલું ખારાશનું દ્રાવણ બેક્ટેરિયા અને વાઇરસ ઉત્પન્ન ન થાય તેવી સ્થિતિ ઉભી કરવામાં મદદ કરે છે. આ રીતે તમને દાંતમાં દુખાવો કે સોજાથી રાહત મળે છે. આ ઉપરાંત મીઠાના પાણીથી કોગળા કરવાથી મોંના ઘાને મટાડવામાં પણ મદદ મળી શકે છે.
હાઇડ્રોજન પેરોક્સાઇડના કોગળા કરો
દાંતનો દુખાવો વધી જાય તો તમે હાઇડ્રોજન પેરોક્સાઇડથી કોગળા કરી શકો છો. તે માઈલ્ડ એન્ટિસેપ્ટિક છે, જે બેક્ટેરિયાને મારવામાં, પીડા અને બળતરાને દૂર કરવામાં અસર દર્શાવે છે. આ સિવાય, હાઇડ્રોજન પેરોક્સાઇડ દાંતમાં પ્લેકને ઘટાડવામાં પણ ફાળો આપી શકે છે, જે તમારા મૌખિક સ્વાસ્થ્યને સુધારે છે. આ માટે, 3 ટકા હાઇડ્રોજન પેરોક્સાઇડને સમાન માત્રામાં પાણી સાથે મિક્સ કરો અને તેનો માઉથવોશ તરીકે ઉપયોગ કરો.
લસણ
આ બધા ઉપરાંત લસણ દાંતના દુખાવામાં અસર બતાવી શકે છે. લસણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે મોંમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને ઓછા કરી શકે છે અને દુખાવામાં રાહત આપે છે. આ માટે લસણની એક કળીને ક્રશ કરીને પેસ્ટ બનાવો અને તેને દુખાવાની જગ્યા પર લગાવો. જો તમે ઇચ્છો તો તેમાં થોડું મીઠું પણ ઉમેરી શકો છો. આમ કરવાથી તમે દાંતના દુખાવાથી તરત રાહત મેળવી શકો છો.
તમારે ક્યારે દાંતના ડોક્ટર પાસે જવું જોઇએ?
જો દાંતનો દુખાવો અત્યંત વધી જાય તો ઓવર ધ કાઉન્ટર પેઇનકિલર્સ લેવાનું ટાળો. જો સતત દુખાવો વધી રહ્યો હોય અને આ ટિપ્સ અપનાવ્યા બાદ પણ રાહત મળતી નથી. આ ઉપરાંત દાંતના દુખાવાની સાથે જો તમને તાવ, શ્વાસ લેવામાં કે ગળવામાં તકલીફ, દાંતમાં સોજો, ડંખ પર દુખાવો, અસામાન્ય રીતે લાલ પેઢા અને ગંદા ટેસ્ટિંગ ડિસ્ચાર્જ કે પસ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે તો તરત જ હેલ્થ એક્સપર્ટ્સની સલાહ લો.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.