Health Tips Of Oats Chilla For Weight Loss: જો તમે વધતા વજનને ઓછું કરવા ઈચ્છો છો અને તમારી ખાવાની આદતો પર નિયંત્રણ નથી રાખી શકતા તો તમારા ડાયટમાં થોડો ફેરફાર કરો. તમે તમારી ખાવાની આદતને કન્ટ્રોલ કર્યા વિના વજનને કન્ટ્રો કરી શકતા નથી. સ્થૂળતાને નિયંત્રિત કરવા માટે, લોકો ઘણીવાર જીમમાં કલાકો સુધી વર્કઆઉટ કરે છે, વોક કરે છે, પરંતુ તેમની ખાવા-પીવાની આદતો સુધારવામાં અસમર્થ હોય છે. તમે જાણો છો કે વજનને નિયંત્રિત કરવા માટે માત્ર તમારા ભોજનમાં ફક્ત તળેલા, મસાલેદાર અને તેલવાળી ચીજોને ટાળવું જ જરૂરી નથી, તેની સાથે સાથે ડાયટમાં એવા ફૂડ્સનો પણ સમાવેશ કરવો જરૂરી છે જે તમારી ભૂખને શાંત કરે અને બોડીને એનર્જી આપે.
ડાયેટિશિયન ડૉ. શિખાના જણાવ્યા અનુસાર, જો તમે વજનને કંટ્રોલ કરવા માંગો છો તો તમારા ડાયટમાં ઓટ્સનો સમાવેશ કરો. ઓટ્સ એ પોષક તત્વોથી ભરપૂર ખોરાક છે, જેનું સેવન શરીરને સ્વસ્થ રાખે છે અને સ્થૂળતાને પણ નિયંત્રણમાં રાખે છે. ઓટ્સમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં કેલરી- 389 kcal, કાર્બોહાઇડ્રેટ્સ- 66.27 ગ્રામ, ડાયેટરી ફાઇબર- 10.6 ગ્રામ, ખાંડ 0.99 ગ્રામ, પ્રોટીન- 16.89 ગ્રામ, ફેટ – 6.9 ગ્રામ, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. આ તમામ પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખવાની સાથે સાથે વજનને નિયંત્રણમાં રાખે છે.
હેલ્થ એક્સપર્ટ્સના મતે જો આપણે દરરોજ 100 ગ્રામ ઓટ્સનું સેવન કરીએ તો 10 દિવસમાં 10 કિલો જેટલું વજન ઘટાડી શકાય છે. નિષ્ણાતોના મતે જો તેમાંથી ચિલ્લા બનાવીને ઓટ્સનું સેવન કરવામાં આવે તો તે સ્વાદિષ્ટ તો બને જ છે સાથે સાથે વજન પણ નિયંત્રણમાં રાખે છે. ઓટ્સની સાથે, ઓટ્સ ચિલ્લામાં આરોગ્યપ્રદ શાકભાજી પણ હોય છે જે શરીરને પોષણ આપે છે અને વજનને નિયંત્રિત કરે છે. ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે ઓટ્સ ચીલાનું સેવન સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે અને તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.
ઓટ્સ ચીલા કેવી રીતે વેઇટ કન્ટ્રોલ કરે છે?
ઓટ્સ ચીલા વજન ઘટાડવા માટે એક સુપર ફૂડ છે જે શરીરના વજનને નિયંત્રિત કરવામાં જાદુઈ અસર કરે છે. ઓટ્સમાં દ્રાવ્ય ફાયબર ભરપૂર માત્રામાં હોય છે જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. ઓટ્સનું સેવન કરવાથી શરીરને માત્ર પ્રોટીન જ નથી મળતું પરંતુ શરીરને ઉર્જાવાન પણ રાખે છે. તેનું સેવન કરવાથી વજન સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. આ ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર ખોરાક આપણને લાંબા સમય સુધી પેટ ભરી રાખે છે અને ચરબી ઘટાડવામાં મદદ કરે છે. ઓટ્સ ચીલામાં રહેલા શાકભાજી સારા સ્વાસ્થ્યનો ખજાનો છે. વેઇટ લોસ કરવા માટે ઓટ્સ ચીલાનું સેવન તમે સવારે નાસ્તામાં કે લંચ અને ડિનરમાં પણ કરી શકો છો.
ઓટ્સનું સેવન કરવાના ફાયદા
કબજિયાતમાં રાહત આપે
ફાઈબરથી ભરપૂર ઓટ્સ ચીલા ખાવાથી કબજિયાતમાં રાહત મળે છે. જો દરરોજ 100 ગ્રામ ઓટ્સ ખાવામાં આવે તો કબજિયાત સરળતાથી મટી જાય છે.
કોલેસ્ટ્રોલ કન્ટ્રોલમાં રહેશે
બીટા-ગ્લૂકેનથી ભરપૂર ઓટ્સ હાઇ કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરે છે અને હૃદયના રોગોને અટકાવે છે. જો તમે ઓટ્સના ચીલા બનાવીને સેવન કરો છો, તો તે સ્વાદિષ્ટ લાગે છે અને લાંબા સમય સુધી તમારું પેટ પણ ભરેલું રહે છે. તેનું સેવન કરવાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે. એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર આ ખોરાક હૃદયને સ્વસ્થ રાખે છે.
ડાયાબિટીસને કંટ્રોલમાં રાખશે
ઓટ્સના ચીલા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ઓટ્સનું શરીરમાં ધીમે ધીમે પયાન થાય છે અને ગ્લુકોઝ વધવાનું જોખમ પણ ઘણું ઓછું છે. જે લોકોનું વજન વધારે છે અને બ્લડ સુગર પણ વધારે છે તેમણે ઓટ્સના ચીલા બનાવીને સેવન કરવું જોઈએ. બ્લડ શુગર કંટ્રોલમાં રહેશે અને વજન પણ ઘટશે.
સ્કીન સ્વસ્થ રહેશે
ઓટ્સમાં એવા ગુણ હોય છે જે ત્વચાને સાફ કરે છે. તેમાં બળતરા વિરોધી અને એન્ટિ-એલર્જિક ગુણધર્મો પણ છે જે ત્વચાની સમસ્યાઓમાં રાહત આપે છે.
ઓટ્સ ચીલાની રેસીપી: (Oats Chilla Recipe)
ઓટ્સના ચીલા બનાવવા માટે, ગેસ પર તવાને ગરમ કરો અને તેમાં અડધો કપ ઓટ્સ ઉમેરો અને તેને સારી રીતે ફ્રાય કરો. મધ્યમ તાપ પર ઓટ્સને આછો બ્રાઉન કરો. હવે આ બ્રાઉન ઓટ્સને એક બાઉલમાં કાઢો અને તેમાં 2 ચમચી સોજી, બે ચમચી ચણાનો લોટ, એક સમારેલ ટામેટા, થોડી ઝીણી સમારેલી ડુંગળી અને બારીક સમારેલા કેપ્સિકમ ઉમેરો. તેમાં બારીક સમારેલા લસણની બેથી ચાર કળી, સ્વાદ મુજબ એક મરચું, એક ચપટી હળદર, સ્વાદ મુજબ મીઠું અને પીસેલું મરચું અને અડધો કપ પાણી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. જો પેસ્ટ જાડી લાગે તો તેમાં થોડું વધારે પાણી ઉમેરો. તેમાં થોડી કોથમીર ઉમેરી થોડી વાર રહેવા દો.
આ પણ વાંચો | ગરમ દૂધ પીવાથી ઝડપથી ઊંઘ આવે છે? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો દૂધ અને ઊંઘ વચ્ચે શું છે સંબંધ
થોડી વાર પછી તવાને ગરમ કરો અને તેમાં બે થી ત્રણ ચમચી તેલ નાંખીને ગરમ કરો. હવે તમે તૈયાર કરેલી ચીલાની પેસ્ટને ગરમ તવા પર રેડો તેને સારી રીતે ફેલાવો. પેનને થોડી વાર ઢાંકીને રાખો અને પછી તેને ફેરવી દો. જ્યારે બંને બાજુથી ચીલા બરાબર શેકાઇ ગયા બાદ ઓટ્સ ચીલાનો સ્વાદ માણો.





