હેલ્થ ટીપ્સ : કેસરી રંગના ફળ અને શાકભાજી છે સુપરફુડ, શિયાળામાં સંતરા - પપૈયાના સેવનથી શરીર પર શું અસર થશે? જાણો

Health Tips Orange Fruit And Vegetables: હેલ્થ માટે શિયાળામાં આવતા કેસરી રંગના ફળ અને શાકભાજીનું સેવન ફાયદાકારક છે. તેનું સેવન શરીરમાં પોષક તત્વોની ઉણપ દૂર કરે છે અને બીમારીથી બચાવે છે.

Health Tips Orange Fruit And Vegetables: હેલ્થ માટે શિયાળામાં આવતા કેસરી રંગના ફળ અને શાકભાજીનું સેવન ફાયદાકારક છે. તેનું સેવન શરીરમાં પોષક તત્વોની ઉણપ દૂર કરે છે અને બીમારીથી બચાવે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
health tips | orange fruit name | orange vegetables name | orange color fruit | orange fruit and vegetables health benefits | diet tips

Health Tips Of Orange Color Fruit : ઓરેન્જ કલરના ફળ અને શાકભાજીનું સેવન કરવાથી શરીરને ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળે છે. (Photo- Freepik)

Health Tips Orange Fruit And Vegetables Benefits : હેલ્થનું ધ્યાન રાખવું બહુ આવશ્યક છે. ફળો અને શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. શિયાળાની ઋતુમાં વિવિધ પ્રકારના પુષ્કળ ફળો અને શાકભાજી મળે છે. આ સીઝનમાં શરીરને સ્વસ્થ રાખવા અને સીઝનલ બીમારીથી બચવા માટે કેટલાક જરૂરી વિટામિન્સનું સેવન કરવું જરૂરી છે. આ સીઝનમાં શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન સી, વિટામિન ડી, ઝિંક અને કેલ્શિયમની જરૂર હોય છે. જો આ સીઝનમાં કેટલાક ખાસ ફૂડ્સને આહારમાં સામેલ કરવામાં આવે તો શરીરમાં પોષક તત્વોની ઉણપ દૂર કરી શકાય છે અને શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે.

Advertisment

એપોલો હોસ્પિટલ્સના ચીફ ન્યુટ્રિશનિસ્ટ ડૉ.પ્રિયંકા રોહતગીએ જણાવ્યું કે, જો તમે શિયાળામાં તમારા ડાયટમાંથી વિટામિન અને એન્ટીઑકિસડન્ટ ઇચ્છતા હોવ તો કેસરી રંગના ફળો અને શાકભાજીનું સેવન કરો. શિયાળામાં કેટલાક કેસરી રંગના ફૂડનું સેવન સ્વાસ્થ્ય પર જાદુઈ અસર કરે છે. પપૈયા, સંતરા, ગાજર અને શક્કરિયાનું સેવન શિયાળામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

નારંગી, પપૈયા, શક્કરિયા અને ગાજર જેવા ફળો હેલ્થ માટે ખૂબ જ ફાયદકારક છે. આ તમામ કેસરી રંગના ફળ ઉત્તમ સુપરફૂડ છે જે શરીરની પોષણ તત્વોની જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ છે. આવો જાણીએ હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી પાસેથી આ 4 ફળોના સેવનથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે.

Health Tips - વિટામિન સીના પાવરહાઉસ છે આ ઓરેન્જ ફ્ર્ટ્સ

ઓરન્જ કલરના ફળ અને શાકભાજી વિટામીન સીથી ભરપૂર હોય છે, જે ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનાવે છે. કડકડતી ઠંડીમાં શરદી- ઉધરસ અને સીઝનલ ફ્લુનું જોખમ હોય છે એવામાં ઇમ્યુનિટી વધારવા માટે સંતરા, કેરી, પીળા અને લાલ કેપ્સીકમનું સેવન કરો. આ ફૂડ કોલેજનના નિર્માણમાં મદદ કરે છે, જે સ્ક્રીનની હેલ્થ માટે જરૂરી છે.

Advertisment
can we eat orange in winter orange benefits health tips gujarati news
Winter Diet : શિયાળામાં દરરોજ નારંગી ખાવાથી શરીરને ફાયદો થઇ શકે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

Health Tips - આ ફૂડ્સ બીટા કેરોટીનથી ભરપૂર છે આ ફૂડ્સ

ઓરેન્જ કલરના ફળો અને શાકભાજીમાં પણ બીટા કેરોટીન હોય છે. બીટા કેરોટીન એકાગ્રતા વધારે છે. આ નારંગી રંગના ફળો અને શાકભાજીનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે અને સ્કીન સારી રહે છે. શક્કરિયા, ગાજર અને બટરનટ સ્ક્વેશ બીટા કેરોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, જે હેલ્થ માટે ફાયદાકારક છે.

Health Tips - એન્ટીઑકિસડન્ટ ભરપૂર પ્રમાણમાં

એન્ટિઓક્સિડન્ટ્સ ફ્રી રેડિકલ સામે રક્ષણ આપવા માટે ઉપયોગી છે. જે સેલ્યુલરના નુકસાનનું કારણ બની શકે છે અને ક્રોનિક ડિસિઝનું જોખમ વધી શકે છે. કેરોટીનોઇડ્સ, એક પ્રકારનું શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ સામાન્ય રીતે નારંગી રંગના શાકભાજીમાં જોવા મળે છે. જરદાળુ, પપૈયા અને તરબૂચ ખાવાથી તમારા શરીરને ઓક્સિડેટીવ તણાવ સામે લડવા અને હેલ્થને તંદુરસ્ત રાખવા માટે જરૂરી પોષક તત્વો મળે છે. પ્રોસ્ટેટ અને ફેફસાના કેન્સરમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ છે તે ઘણા સંશોધનોમાં સાબિત થયું છે.

Health Tips - હૃદયને રાખે તંદુરસ્ત

ખાટાં ફળોનું સેવન કરવાથી હૃદયની તંદુરસ્તી જળવાઈ રહે છે. ઉદાહરણ તરીકે, નારંગી અને દ્રાક્ષમાં ફાઇબર, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં અને હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

Heart Attack | Heart Disease | Health Tips For Avoid Heart Attack Disease | Good Cholesterol | Lifestyle Tips
યુવાનોમાં હાર્ટ એટેક અને હૃદય સંબંધિત બીમારીઓ ઝડપથી વધી રહી છે. (Photo- Freepik)

Health Tips - શરીરને હાઇડ્રેટ રાખે અને પોષણ આપે

ઘણા નારંગી રંગના ફળોમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જે બોડીને હાઇડ્રેટ અને પોષણ આપે છે. આનું સેવન કરવાથી ખાવાની લાલસા નિયંત્રણમાં રહે છે.

આ પણ વાંચો | 100 ગ્રામ લીલા ચણામાં આટલા પોષકતત્વો હોય, જાણો

Health Tips - નારંગી રંગના ફળ અને શાકભાજી

નારંગી રંગના ફળોમાં સંતરા, ક્લેમેન્ટાઇન્સ, મેન્ડરિન, કેરી, જરદાળુ અને પીચનો સમાવેશ થાય છે. તો કેસરી રંગના શાકભાજીમાં ગાજર, શક્કરીયા, કોળું, બટરનટ સ્ક્વોશ અને ટામેટાંનો સમાવેશ થાય છે.

જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips