Health Tips: વર્કઆઉટ પહેલા કે પછી ક્યારે પ્રોટીન લેવાથી શરીરને વધુ ફાયદો થાય છે? વાંચો હેલ્થ રિપોર્ટ

Health Tips For Protein: પ્રોટીન શરીરમાં માંસપેશીઓના નિર્માણ માટે જરૂરી છે, આથી જીમ વર્કઆઉટ કરનાર મોટાભાગના લોકો પ્રોટીનનું સેવન કરે છે. જો કે વર્કઆઉટ પહેલા કે પછી ક્યાર પ્રોટીન લેવું તેના વિશે મૂંઝવણ અનુભવે છે.

Written by Ajay Saroya
March 03, 2025 15:58 IST
Health Tips: વર્કઆઉટ પહેલા કે પછી ક્યારે પ્રોટીન લેવાથી શરીરને વધુ ફાયદો થાય છે? વાંચો હેલ્થ રિપોર્ટ
Health Tips For Protein: પ્રોટીન શરીરમાં માંસપેશીઓના નિર્માણ માટે જરૂરી છે. (Photo: Freepik)

Health Tips For Protein: શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે કસરત કરવી જરૂરી છે. કસરત કરવાની સાથે સાથે સ્નાયુઓના નિર્માણ માટે પ્રોટીન એ સૌથી જરૂરી પોષક તત્વોમાંનું એક છે. પ્રોટીન એ એમિનો એસિડ્સનો એક ઘટક છે જે શરીરમાં ક્ષતિગ્રસ્ત માંસપેશીઓના નિર્માણને વેગ આપે છે અને મેટાબોલિઝમને વધુ સારું રાખે છે. આ જ કારણ છે કે ખાસ કરીને જે લોકો દરરોજ વર્કઆઉટ કરે છે તેઓ પ્રોટીનના સેવન પર વધુ ધ્યાન આપે છે. જો કે મોટાભાગના લોકો એ બાબતે મૂંઝવણમાં હોય છે કે વર્કઆઉટ પહેલા કે પછી પ્રોટીનનું સેવન ક્યારે કરવું જોઇએ? જો તમે પણ આવી મૂંઝવણ અનુભવો તો આ આર્ટીકલ તમારા માટે મદદરૂપ થઇ શકે છે. અહીં અમે તમને આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.

હેલ્થ લાઇનના એક રિપોર્ટ અનુસાર પ્રોટીન દરેક ઉંમરના લોકો માટે જરૂરી છે. ઉંમર પ્રમાણે તેનું પ્રમાણ ઘટાડી શકાય છે. જો કે, જો તમે નિયમિતપણે કસરત કરો છો અને ખાસ કરીને હાઇ ઇન્ટેન્સિટી જીમ વર્કઆઉટ કરો છો, તો તમારે અન્ય લોકો કરતા વધુ પ્રોટીનની જરૂર પડે છે. હવે આ માટે કસરત પહેલા કે પછી પ્રોટીન લેવું જોઈએ કે નહીં તે અંગે રિસર્ચ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ અનુસાર રિસર્ચમાં 21 પુરુષોને સામેલ કરવામાં આવ્યા હતા અને આ લોકોને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. હવે, બંને જૂથોને દરરોજ 25 ગ્રામ પ્રોટીન શેક મળે છે. એક જૂથે વર્કઆઉટ પહેલા પ્રોટીન શેક લીધો હતો, જ્યારે બીજા જૂથે વર્કઆઉટ પછી પ્રોટીન શેક પીધો હતો. દરેક વ્યક્તિએ 10 અઠવાડિયા સુધી આ કરવાનું ચાલુ રાખ્યું.

હેલ્થ રિપોર્ટમાં જણાવ્યું છે કે, અમે 10 અઠવાડિયા પછી પરિણામો જોયા, ત્યારે મોટાભાગના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. તે એટલા માટે છે કારણ કે આ અધ્યયનમાં બંને જૂથો વચ્ચે સ્નાયુઓની શક્તિ અથવા કદમાં કોઈ નોંધપાત્ર તફાવત જોવા મળ્યો નથી. એટલે કે તમે વર્કઆઉટ પહેલા કે પછી ગમે ત્યારે પ્રોટીનનું સેવન કરી શકો છો.

જો તમે વર્કઆઉટ પહેલાં પ્રોટીન લો છો તો શું થાય છે?

પ્રોટીન વર્કઆઉટ પહેલાં શરીરને ઉર્જા આપે છે અને સ્નાયુઓના નુકસાનને રોકવામાં મદદ કરે છે. એટલે કે જો તમે જિમ કે એક્સરસાઇઝ પહેલાં પ્રોટીન યુક્ત ખોરાક કે સપ્લિમેન્ટ્સ લો છો તો તે સ્નાયુઓને ઇંધણ આપે છે અને વર્કઆઉટ દરમિયાન વધુ સારા પર્ફોર્મન્સમાં મદદ કરે છે.

જો તમે વર્કઆઉટ પછી પ્રોટીન લો છો તો શું થાય છે?

આ સાથે જ વર્કઆઉટ બાદ પ્રોટીન લેવું એ સ્નાયુઓની રિકવરી અને ગ્રોથ માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. કસરત દરમિયાન, સ્નાયુઓમાં નાના પેશીઓના ભંગાણ હોય છે, જેને સુધારવા માટે પ્રોટીનની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, તમે તમારી જરૂરિયાત અનુસાર, વર્કઆઉટ પહેલાં અથવા પછી ગમે ત્યારે પ્રોટીન લઈ શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ