Health Tips: દરરોજ ઘરે કરો માત્ર 1 કસરત, જીમ જેવી બોડી બનશે, જાણો એક્સરસાઇઝ કરવાના ફાયદા

Pushups Exercise Benefits: હેલ્થ સારી રહે તે માટે કસરત કરવી જોઇએ. જે લોકો આળસ અને સમયના અભાવે વર્કઆઉટ કરતા નથી, જો તેઓ આ એક એક્સરસાઇઝ કરે તો સંપૂર્ણ શરીરના અંગોની કસરત થઇ જાય છે. વેટ લોસમાં પણ ફાયદાકારક છે.

Pushups Exercise Benefits: હેલ્થ સારી રહે તે માટે કસરત કરવી જોઇએ. જે લોકો આળસ અને સમયના અભાવે વર્કઆઉટ કરતા નથી, જો તેઓ આ એક એક્સરસાઇઝ કરે તો સંપૂર્ણ શરીરના અંગોની કસરત થઇ જાય છે. વેટ લોસમાં પણ ફાયદાકારક છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
health tips | gym exercise | pushups exercise benefits | gym workout bebefits

Pushups Exercise Benefits: પુશઅપ કરવાથી શરીરના તમામ અંગોની કસરત થાય છે. (Photo - Freepik)

Pushups Exercise Benefits: શરીરને ફિટ રહેવા માટે કસરત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે માત્ર તમારા શરીરના તમામ અવયવોની કાર્યપ્રણાલીમાં સુધારો જ નથી કરતું, પરંતુ તે શરીરને સંપૂર્ણપણે ફીટ રાખવામાં પણ મદદ કરે છે. પરંતુ કેટલીકવાર આપણી પાસે કસરત કરવાનો સમય હોતો નથી. આવી સ્થિતિમાં, તમે ફક્ત આ 1 કસરત કરીને ઘણા ફાયદાઓ મેળવી શકો છો. તે તમારા શરીરના તમામ અંગોને આકર્ષક દેખાવ આપી શકે છે. ઉપરાંત તે વેટ લોસ કરવામાં પણ મદદરૂપ થાય છે. તેમજ જે લોકો તેમના શરીરનો આકર્ષક શેપ ઇચ્છે છે તેમના માટે તે ફાયદાકારક છે. તો આવો જાણીએ કે આખા શરીર માટે માત્ર કઇ 1 એક્સરસાઇઝ કરવી જોઇએ

Advertisment

આખા શરીર માટે માત્ર કરો આ 1 કસરત

જો તમે સંપૂર્ણ શરીર માટે માત્ર આ એક જ એક્સરસાઇઝ કરશો તો શરીરનો દરેક પાર્ટ્સ હેલ્ધી રહેશે અને આ એક્સરસાઇઝ પુશ અપ્સ છે. જો તમે દરરોજ માત્ર 2 સેટમાં પુશઅપ્સ કરો છો, તો તમને બધા ફાયદા મળી શકે છે. જો કે, એવું માનવામાં આવે છે કે જો કોઈ દિવસમાં 10 પુશઅપ્સ કરે છે, તો પણ શરીર સંપૂર્ણપણે ફિટ રહી શકે છે.

પુશ અપ્સ કેવી રીતે કરવા

પુશઅપ્સ કરવા માટે સૌ પ્રથમ હથેળીઓને ખભાની નીચે જમીન પર મૂકો અને પંજાને ફેલાવો.

પગને અંગૂઠા પર ટેકવી પાછળની તરફ ફેલાવો, જેથી શરીર એક સીધી લાઇનમાં રહે.

હવે હાથને કોણીમાંથી વાળી શરીરને નીચ લઇ જાવ અને ત્યારબાદ તેવી જ રીતે બોડીને ઉપરની તરફ ખેંચવાનો પ્રયત્ન કરો.

Advertisment

આ દરમિયાન હાથ અને પગ ન હલાવો

એક સેટમાં 10 પુશઅપ કરો.

થાક લાગે એટલો થોડોક વિરામ લો અને ફરી પુશઅપનો બીજો સેટ લગાવો.

Exercise In Your 30s fitness workout routine health tips gujarati news
Exercise : 30 વર્ષની ઉંમરના લોકો માટે કસરતનું મહત્વ ફિટનેસ

આ પણ વાંચો | સવારે એક ગ્લાસ ગરમ પાણી સાથે 2 ખજૂરનું સેવન કરવાના અઢળક ફાયદા, જાણીને ચોંકી જશો

પુશઅપ કરવાના ફાયદા

પુશઅપ કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. પહેલો ફાયદો એ છે કે પુશઅપ કરવાથી કેલરી બર્ન કરવામાં મદદ મળે છે. ઉપરાંત ખભા અને પીઠના નીચેના ભાગને આરામ આપવાની સાથે દુખાવો અને થાક ઓછો કરવામાં મદદરૂપ થાય છે. તેમજ શરીરના સંતુલન અને સ્થિતિસ્થાપકતામાં સુધારો લાવે છે. એક કસરત કરવાથી હેલ્થ સારી રહે છે અને શરીર તંદુરસ્ત રહે છે. તો આજથી જ પુશઅપ કસરત કરવાનું શરૂ કરી દો.

જીવનશૈલી health tips