/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Rice-12.jpg)
Rice: ચોખા, ભાત. - પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
Side Effects Of Eating Rice At Night Dinner : ચોખા એટલે ભારત વગર ભારતીય થાળી અધૂરી ગણાય છે. ચોખા લગભગ દરેક ઘરમાં ખાવામાં આવે છે અને ઘણા લોકો રાતે ભોજનમાં ભાત ખાવાનું પસંદ કરે છે. ચોખા માંથી ભાત, ખીચડી જેવી વિવિધ વાનગી બને છે. ચોખા શરીરને ઉર્જા અને આવશ્યક પોષક તત્વો પ્રદાન કરે છે. ચોખા ભારતીય ભોજનનો મહત્વનો ભાગ છે, પરંતુ રાતે ભાત ખાવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે. ખાસ કરીને સફેદ ચોખા, જેમાં ફાઇબર ઓછું અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારે હોય છે. રાતે ભાત ખાવાથી પાચનથી લઈને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે રાત્રે ભાત ખાવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે અને તેના બદલે શું ખાવું જોઈએ?
આરોગ્ય નિષ્ણાતોના મતે, રાતે સફેદ ચોખા ખાવાથી વજન વધે છે, પાચન નબળું થાય છે અને ઊંઘ પર અસર પડે છે. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હો, તો રાતે હળવો અને પૌષ્ટિક આહાર લો. આ સાથે લાઈફસ્ટાઈલનું ધ્યાન રાખો, જેનાથી શરીર સ્વસ્થ અને ફિટ રહેશે.
વજન વધવું
ચોખામાં કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે. જો કે, રાત્રે જ્યારે શારીરિક પ્રવૃત્તિ ઓછી હોય છે, ત્યારે કાર્બોહાઇડ્રેટથી સમૃદ્ધ ખોરાક ખાવાથી ચરબીના સ્વરૂપમાં વધારાની કેલરી એકઠી થઈ શકે છે. ઊંઘ દરમિયાન શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે, જેના કારણે ચોખામાંથી વધારાની કેલરી બર્ન કરવામાં મુશ્કેલી પડે છે, જે સમય જતાં વજન વધારવામાં ફાળો આપી શકે છે.
બ્લડ સુગર વધશે
હાર્વર્ડ ટી.એચ. ચાનના જણાવ્યા અનુસાર સફેદ ચોખામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઊંચો હોય છે, એટલે કે તે બ્લડ સુગર લેવલ ઝડપથી વધારે છે. રાતે ભોજનમાં ભાત ખાવાથી બ્લડ સુગરમાં અચાનક વધારો થઈ શકે છે, ખાસ કરીને ડાયાબિટીસ અથવા ઇન્સ્યુલિન લેતા હોય તેવા લોકોમાં. સમય જતાં આ ટાઇપ 2 ડાયાબિટીસ અને અન્ય મેટાબોલિક ડિસઓર્ડર્સ થવાનું જોખમ વધારી શકે છે.
પાચન સંબંધિત સમસ્યાઓ
ઘણા લોકોને રાતે ભાત ખાધા પછી પેટ ફૂલવું અને પાચન સંબંધિત સમસ્યા થઇ શકે છે. ભાતમાં સરળ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, જે પાચનક્રિયાને ધીમું કરી શકે છે, ખાસ કરીને જ્યારે રાતે ભોજનમાં ભાત ખાવામાં આવે છે. સંવેદનશીલ પાચનવાળા લોકો માટે રાતે ભોજનમાં ચોખા ખાવાથી એસિડિટી, ગેસ અથવા પાચનમાં સુસ્તી થઈ શકે છે, જે ઊંઘની ગુણવત્તાને અસર કરે છે.
રાત્રિભોજનમાં ભાતને બદલે શું ખાવું?
રાતે ભોજનમાં ચોખાને બદલે ઘણા તંદુરસ્ત વિકલ્પો છે, જે કાર્બોહાઇડ્રેટ્સની ઉણપ વિના આવશ્યક પોષક તત્વો પ્રદાન કરી શકે છે. તમે રાતે ભોજનમાં આખા ઘઉં અથવા મલ્ટિગ્રેન લોટમાંથી બનેલી રોટલી ખાઈ શકો છો. તે ફાઇબરનો એક મહાન સ્રોત છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. આ ઉપરાંત ડિનરમાં ક્વિનોઆ ખાવાથી પણ ફાયદો થઈ શકે છે. ક્વિનોઆ પ્રોટીનથી ભરપૂર અનાજ છે જે ચોખાનો આરોગ્યપ્રદ વિકલ્પ છે અને સ્નાયુઓના સમારકામ અને વજનના સંચાલનમાં મદદ કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us