Health TIps: ડાયાબિટીસ દર્દી માટે ચોખા કરતા પૌંઆ શ્રેષ્ઠ, આયર્નની ઉણપ નહીં થાય, ફાયદા જાણી ચૌંકી જશો

Diabetes Diet Tips: એઈમ્સના ભૂતપૂર્વ કન્સલ્ટન્ટ ડો બિમલ ઝજ્જરે જણાવ્યું હતું કે, પૌંઆ અને ચોખા બંને અનાજ છે, પરંતુ બંનેમાં પોષક તત્વોનું પ્રમાણ ફાયદા અલગ અલગ છે. ચાલો વિગતવાર જાણીયે

Written by Ajay Saroya
September 22, 2024 10:45 IST
Health TIps: ડાયાબિટીસ દર્દી માટે ચોખા કરતા પૌંઆ શ્રેષ્ઠ, આયર્નની ઉણપ નહીં થાય, ફાયદા જાણી ચૌંકી જશો
Poha vs Rice Health Benefits : પૌંઆ અને ચોખા ભાત બંને અલગ અલગ પોષક ગુણધર્મ ધરાવે છે. (Photo: Freepik)

Diabetes Diet Tips: ચોખા ભાત અને પૌંઆ બંને અનાજ છે અને બંનેનો ભારતમાં આનંદથી ખાવામાં આવે છે. ખાસ કરીને ભારતના દક્ષિણ ભાગમાં ખાસ કરીને મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં પૌંઆનું સેવન કરવામાં આવે છે. પૌંઆ એક સુપાચ્ય ખોરાક છે અને તેને ઝડપથી તૈયાર પણ કરવામાં આવે છે, જેનું સેવન ઘણી વખત લોકો સવારના નાસ્તામાં અને દિવસમાં પણ કરે છે.

પૌંઆ એ પોષક તત્વોનો ખજાનો છે જેમાં કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, વિટામિન્સ, એ, વિટામિન સી અને વિટામિન ડી હોય છે. આ બધા પોષક તત્વો શરીરના પોષક તત્વોની માંગને પૂર્ણ કરે છે અને શરીરને ઉર્જા આપે છે. પૌઆમાં કેલરી ખૂબ ઓછી હોય છે, જેના કારણે લોકો તેનું સેવન વધારે કરે છે.

બીજી તરફ ભારતમાં દિવસમાં એક વખત ચોખા ખાત જરૂર ખાવામાં આવે છે. ચોખામાં ખાસ કરીને ફોલિક એસિડ, વિટામિન બી, પોટેશિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ, ફાઇબર, આયર્ન અને ઝિંકમાં 15થી વધુ પોષક તત્વો જોવા મળે છે. ચોખામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે વધારે ખાવાની મનાઈ છે.

એઈમ્સના પૂર્વ સલાહકાર ડો.બિમલ ઝજ્જરે જણાવ્યું હતું કે, પૌઆ લોકોમાં સૌથી વધુ પસંદગીનો નાસ્તો છે. લોકો સવાર-સાંજ નાસ્તામાં તેનું સેવન કરે છે. પૌંઆ અને ચોખા બંને અનાજ છે પરંતુ બંનેના ફાયદા અલગ અલગ છે. ચોખાના ગુણધર્મો પૌંઆથી સંપૂર્ણપણે અલગ છે. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ પૌંઆ અને ચોખામાં બંને માંથી ક્યું વધારે શ્રેષ્ઠ છે.

પૌંઆ અને ચોખા બંનેમાં કયું વધુ શ્રેષ્ઠ છે?

હેલ્થ એક્સપર્ટ્સના મતે પૌંઆમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ નીચો હોય છે અને ચોખામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઊંચો હોય છે. ચોખાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 70ની આસપાસ અને પૌંઆનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 50-50 સુધી હોય છે. ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાક સરળતાથી પચી જાય છે અને તેનું સેવન કરવાથી લોહીમાં સુગર લેવલ પણ સામાન્ય રહે છે. પૌંઆ એ ચોખા કરતા અનેકગણો સારો ખોરાક છે. પૌંઆ આયર્નથી ભરપૂર હોય છે. જો ચોખામાં એક મિલિગ્રામ આયર્ન હોય, તો પૌંઆમાં 20 મિલિગ્રામ આયર્ન હોય છે. જો કોઈને એનિમિયા હોય તો તેણે પૌંઆનું સેવન કરવું જોઈએ, શરીરમાં આયર્નની ઉણપ મટી જશે.

પૌંઆમાં પ્રોટીન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે જે ચોખામાં ખૂબ ઓછું હોય છે. આ ખોરાક ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. જો તમે પૌંઆમાં લીંબુ ઉમેરશો, તો સ્વાદિષ્ટ થવાની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બનશે.

આ પણ વાંચો | સદગુરુ કહે છે ઈડલી, ઢોંસા, પનીર દહીં જેવા આથા વાળા ખોરાક શરીર માટે હાનિકારક, યાદશક્તિ પર ખરાબ અસર

ચોખાનું ઓછું સેવન કેમ કરવું જોઈએ?

પોલિશ્ડ ચોખામાં ફાઇબરનો અભાવ હોય છે. લો-ફાઇબર રાઇસનું સેવન કરવાથી પાચન પર અસર પડે છે અને બ્લડ સુગર પણ ઊંચું રહે છે. ચોખા અને પૌંઆની તુલનામાં પૌંઆમાં ફાઇબર વધારે હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે અને વજન ઘટાડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ