/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/TDS-Lavel-In-water.jpg)
DS Level In Water: ટીડીએસ લેવલ પાણીની શુદ્ધતાનું માપદંડ છે. (Photo: Freepik)
Health Tips Of TDS Level In Water: પાણી શરીર માટે જરૂરી છે. ચોખ્ખું અને સાફ પાણી પીવું જોઇએ. ખરાબ કે ગંદુ પાણી પીવાથી બીમારી થવાનું જોખમ રહે છે. પાણી માત્ર તરસને જ શાંત નથી કરતું, પરંતુ શરીરને ડિટોક્સ પણ કરે છે અને શરીરના અંગોને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. શુદ્ધ અને સ્વચ્છ પાણી સ્વાસ્થ્યની સાથે સાથે શરીર માટે પણ ખૂબ જરૂરી છે. હાલ મોટાભાગના લોકો આરઓનું પાણી પીવે છે, પરંતુ શું તમે જાણો છો કે તમે જે પાણી પી રહ્યા છો તે સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે અને તેનું ટીડીએસ લેવલ કેટલું છે. ચાલો તમને જણાવીએ કે પાણીમાં ટીડીએસ લેવલ કેટલું હોવું જોઈએ.
હકીકતમાં ટીડીએસ લેવલ પાણીની શુદ્ધતાનું માપદંડ છે. આરઓના પાણીમાં ટીડીએસ (ટોટલ ડિઝોલ્ડ સોલિડ)નું લેવલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય ટીડીએસ લેવલ વાળું પાણી પીવાથી સ્વાસ્થ્ય જાળવવામાં જ મદદ મળે છે, સાથે સાથે સ્વાદ અને પોષણમાં પણ સુધારો થાય છે.
ટીડીએસ એટલે શું?
ટીડીએસ એટલે પાણીમાં ઓગળેલા ખનિજો, ક્ષારો અને ધાતુઓ જેવા ઓગળેલા ઘન પદાર્થોની કુલ માત્રા. તેને પીપીએમ (પાર્ટ્સ પર મિલિયન)માં માપવામાં આવે છે. ટીડીએસ લેવલ નક્કી કરે છે કે પાણી પીવા માટે સલામત છે કે અસુરક્ષિત છે. પાણીમાં કેલ્શિયમ, ક્લોરાઇડ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક, એલ્યુમિનિયમ, કોપર, આયર્ન, ક્લોરિન, સોડિયમ, ફ્લોરાઇડ, બાયકાર્બોનેટ, સલ્ફેટ્સ, જંતુનાશકો, હર્બિસાઇડ્સ હોય છે.
ટીડીએસ 500 મિગ્રાથી ઓછો હોવો જોઈએ
બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અનુસાર એક લીટર પાણીમાં ટીડીએસ 500 મિલીગ્રામથી ઓછો હોવો જોઇએ. સાથે જ WHOના જણાવ્યા અનુસાર એક લિટર પાણીમાં ટીડીએસ લેવલ 300 મિલિગ્રામથી ઓછી હોવી જોઈએ. આરઓનું પાણી પીતા પહેલા એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે ટીડીએસ લેવલ 50-150 PPMની વચ્ચે હોય. યોગ્ય ટીડીએસ લેવલ સ્વાસ્થ્ય માટે સુરક્ષિત હોવાની સાથે સાથે પાણીના સ્વાદમાં પણ સુધારો કરે છે. તમારી આરઓ સિસ્ટમને નિયમિતપણે તપાસતા રહો અને ટીડીએસ મીટરનો ઉપયોગ કરીને પાણીનું ટીડીએસ લેવલ તપાસતા રહો.
આવી ટીડીએસ સામગ્રીવાળું પાણી ન પીવું જોઈએ
ડબ્લ્યુએચઓ અનુસાર, જો પાણીમાં ટીડીએસ 300 મિલિગ્રામથી ઓછું હોય, તો તેને બિલકુલ ન પીવું જોઈએ. ઓછ ટીડીએસ વાળા પાણીથી શરીરને ફાયદો થતો નથી. જો ટીડીએસ લેવલ 300 મિલિગ્રામથી ઓછું હોય તો પાણીમાં રહેલા મિનરલ્સ શરીર માટે ફાયદાકારક નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us