Health Tips : સદગુરુ જગ્ગી વાસુદેવ દિવસભર એકટીવ અને ફિટ રહેવા સવારના નાશ્તામાં આ ફૂડનું સેવન કરે છે

Health Tips : સદગુરુ જગ્ગી વાસુદેવ સ્વાસ્થ્યને નિરોગી રાખવા માટે સવાર હેલ્થી નાસ્તો કરે છે, તેમણે પલાળેલી મગફળીનું સેવન કરે છે જે વ્યક્તિ ને દિવસભર એકટીવ રાખવામાં મદદ કરે છે. વધુમાં અહીં વાંચો.

Health Tips : સદગુરુ જગ્ગી વાસુદેવ સ્વાસ્થ્યને નિરોગી રાખવા માટે સવાર હેલ્થી નાસ્તો કરે છે, તેમણે પલાળેલી મગફળીનું સેવન કરે છે જે વ્યક્તિ ને દિવસભર એકટીવ રાખવામાં મદદ કરે છે. વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Sadguru Jaggi Vasudev consumes this food for breakfast to stay active and fit throughout the day. (Photo SadhguruInstagram)

સદગુરુ જગ્ગી વાસુદેવ આખો દિવસ સક્રિય અને ફિટ રહેવા માટે નાસ્તામાં આ ખોરાક લે છે. (ફોટો સદ્દગુરુ ઇન્સ્ટાગ્રામ)

ખાવા પીવાની આદતોનો સીધો સંબંધ આપણા હેલ્થ સાથે છે, એવામાં બેદરકારી રાખવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને સમય સાથે અનેક બીમારીઓનો ભોગબનવું પડે છે. તેથી, હેલ્થ એક્સપર્ટ હેલ્થી રહેવા માટે ડાયટ પર ખુબજ ધ્યાન આપવું પડે છે.

Advertisment

જયારે સદગુરુ નામથી પ્રખ્યાત ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ પણ વ્યક્તિને દિવસની શરૂઆતમાં હેલ્થી નાસ્તો કરવાની સલાહ આપે છે. તેમની મુજબ, ડાયટ શરીર માટે ઇંધણનું કામ કરે છે, એવામાં દિવસભર એનર્જેટિક રહેવા માટે જરૂરી છે કે હેલ્થી નાસ્તાનું સેવન કરવું અને ફિટ રહેવું, આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવ પણ પોતાના દિવસની શરૂઆત કંઇક આવી રીતે કરે છે, અહીં જાણો,

ફૂડ ચેનલ કર્લી ટેલ્સ સાથેની વાતચીત દરમિયાન, દુનિયાભરમાં યોગ પોગ્રામ કરતા ફાઉન્ડેશનના સંસ્થાપક સદ્ ગુરુએ કહ્યું કે, તેમણે દિવસની શરૂઆત હુંફાળા પાણીની સાથે લીમડો અને હળદર મિક્ષ કરીને કરે છે. ત્યારબાદ પલાળેલી બદામ અને અખરોટ ખાય છે અને નાસ્તામાં સ્પ્રાઉટેડ મેથી અથવા તો પલાળેલી મગફળીની સાથે કેળું ખાય છે.

આ પણ વાંચો:Health Tips : શું પપૈયું એક અઠવાડિયામાં 2 કિલો વજન ઘટાડવામાં મદદ કરી શકે? એક્સપર્ટે આ કહ્યું

Advertisment

સદ્ ગુરુએ કહ્યું કે, મગફળીનું સેવન કરવાથી વ્યક્તિ દિવસભર એકટીવ રહે છે,મગફળીમાં જરૂરી તત્વો હોય છે જે શરીર માટે આવશ્યક છે, આ સિવાય માત્ર પલાળેલી મગફળી અને કેળું ખાઈ દિવસભર ભૂખ્યા પણ રહી શકાય છે, કારણ કે, મગફળી અને કેળાનો નાસ્તો માત્ર તમને એનર્જી નહિ પરંતુ લાંબા સમય સુધી ભૂખ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

કેવી રીતે કરી શકાય સેવન?

રાત્રે લગભગ 6 થી 8 કલાક મગફળી પલાળેલીને ખાવાથી પિત્તનો નિકાલ થાય છે, પરંતુ તે જાણવું જરૂરી છે કે મગફળી ઓર્ગેનિકલી ઉગાડવામાં આવી હોય. તેમને કહ્યું કે, જિનેટિક ઇન્જીન્યરીંગનો ઉપયોગ કરીને અથવા ફર્ટિલાઇઝર અને કીટનાશકનો ઉપયોગ ઉગાડેલી મગફળીનો ઉપયોગ કરવાથી તમે બીમાર પણ થઇ શકો છો. તેથી ઓર્ગેનિક મગફળીનું સેવન કરવું.

આ પણ વાંચો: Health Tips : શું રાત્રે પિસ્તાનું સેવન કરવાથી ઊંઘ સારી આવી શકે?

મગફળી શેક :

આ સિવાય તમે યુટ્યુબ ચેનલ દ્વારા એક વિડીયોમાં સદ્ ગુરુએ કહ્યું હતું કે, હેલ્થી રહેવા માટે નાસ્તમાં મગફળી શેક પીવો જોઈએ, તેની હેલ્થી અને ટેસ્ટી પણ હોય છે. તેને બનાવવા માટે એક મુઠ્ઠી મગફળીને પાણીમાં આખી રાત પલાળીને રાખવી, સવારે મિક્ષરમાં નાખીને કેળા કે થોડી માત્રામાં મધ એડ કરીને પીવું, આ રીતે મગફળી શેક બનીને તૈયાર થશે જે ટેસ્ટી હશે.

સદગુરુ જગ્ગી વાસુદેવ બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips