10 Healthy School Lunch Box Recipes: બાળકોને ભોજન કરાવવું ખૂબ જ મુશ્કેલ કામ છે. ઘરમાં હજી પણ તમે બાળકોને થોડો પ્રેમથી સમજાવીને, ક્યારેક ઠપકો આપીને હેલ્ધી વસ્તુઓ ખવડાવો છો, પરંતુ સૌથી વધુ તકલીફ સ્કૂલે જતાં બાળકોની છે. તમે રોજ સવારે ઉઠીને તેમના માટે ટિફિન તૈયાર કરો છો, પરંતુ દર વખતે ટિફિન ભરેલું ઘરે પરત આવે છે. સમય જતાં ટિફિન લઈ જવામાં બાળકો આનાકાની કરે છે, તેથી માતા-પિતા માટે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મુશ્કેલ બની જાય છે.
જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો અને તમારું બાળક પણ ખાધા વગર જ ટિફિન ઘરે પરત લઇ આવે છે તો આ આર્ટીકલ તમારા માટે મદદરૂપ થઇ શકે છે. અહીં અમે તમને એવી જ 10 વાનગીઓ જણાવી રહ્યા છીએ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. આ સાથે જ આશ્ચર્યજનક વાત એ છે કે તમે ખૂબ જ ઓછા સમયમાં સ્કૂલ લંચ માટે આ વાનગી બનાવી શકશો.
બાળકોના સ્કૂલ લંચ બોક્સ માટે 10 વાનગી
મગ દાળ ચીલા
સ્કૂલ લંચમાં બાળકો માટે મગની દાળની ચીલા બનાવી શકો છો. તેનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી હોય છે સાથે જ બાળકોના સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ ફાયદાકારક રહેશે. તમે ચીલામાં પૌષ્ટિક શાકભાજી ઉમેરી શકો છો.
રવાના ચીલા
મગ દાળ ઉપરાંત તમે બાળકોને સ્કૂલ લંચમાં ચણાના લોટ અને રવાના ચીલા પણ આપી શકો છો. તે ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે, સાથે જ સ્વાસ્થ્ય માટે પણ સારું છે. બાળકો પણ આ ચીલા રસપૂર્વક ખાય છે.
સ્વીટ કોર્ન સેન્ડવિચ
બાળકોને મીઠી મકાઇનો સ્વાદ ખૂબ જ પસંદ આવે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તમે ટિફિનમાં સ્વીટ લીલી મકાઈ માંથી વાનગી બનાવી શકો છો અને બાળકોને સ્કૂલ લંચમાં આપી શકો છો. આ માટે તમે બ્રેડ વગર હેલ્ધી અને ટેસ્ટી કોર્ન સેન્ડવિચ બનાવી શકો છો. બાળકોને તેનો સ્વાદ એટલો પસંદ આવશે કે તેઓ થોડીક જ વારમાં ટિફિન ફિનિશ કરી નાંખશે.
બ્રેડ વગરની સેન્ડવિચ
તમે બજારની બ્રેડ વગર હેલ્ધી સેન્ડવિચ બનાવી બાળકોને સ્કૂલ લંચમાં આપી તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકો છો. તે હેલ્ધી હોવાની સાથે સાથે ખૂબ જ ટેસ્ટી હોય છે, તેથી બાળકો તેને ઝડપથી ખાઇ જશે.
લોટના ઢોસા
જો તમારા બાળકને ઢોંસા પસંદ હોય તો તમે તેમના માટે લોટનe ઢોસા બનાવી સ્કૂલ લંચમાં આપી શકો છો. લોટના ઢોસા બનાવવા ખૂબ જ સરળ છે.
પનીર ભુરજી
સ્કૂલ લંચમાં બાળકોને પનીર ભુરજી સાથે ચપટી આપી શકો છો. ચીઝ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, તેમજ મોટાભાગના બાળકો ખૂબ જ ઉત્સાહથી ચીઝ ખાય છે.
ચણા ચાટ
તમે દેશી ચણાની ચાટ બનાવીને બાળકોને આપી શકો છો અને તેમા તેમની પસંદની શાકભાજી ઉમેરી શકો છો. ચાટ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેમાં લીંબુ અને ચાટ મસાલા ઉમેરી શકો છો.
બેસનના ક્રિસ્પી પરાઠા
બાળક રોજ ચીલા ખાઈને કંટાળી ગયું હોય તો ચણાના લોટના ક્રિસ્પી પરાઠા બનાવીને ટિફિનમાં આપી શકો છો. તે બનાવવામાં પણ ખૂબ જ સરળ હોય છે.
રસમ રાઇસ
બાળકોને બપોરના સ્કૂલ લંચમાં રસમ રાઇસ આપી શકો છો. આ એક એવી સ્વાદિષ્ટ વાનગી છે કે બાળક વારંવાર તે માંગશે.
ઘઉના લોટના નૂડલ્સ
જો તમારા બાળકને નૂડલ્સ પસંદ હોય તો તમે ઘઉંના લોટમાંથી બનેલી નૂડલ્સ આપી શકો છો. બાળકો પણ તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે.





