/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/shilpa-shetty-beauty-secret.jpg)
બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ફિટનેસ જોઇને સૌ કોઇ ચોંકી જાય છે (freepik and shilpa shetty insta)
Health Tips : દરેક વ્યક્તિ ફિલ્મી દુનિયાના સ્ટાર્સની જેમ ફિટ અને સુંદર દેખાવા માંગે છે. આ માટે ખાનપાન અને લાઇફસ્ટાઇલથી લઇને દિવસની શરૂઆત સારી રીતે કરવી ખૂબ જ જરૂરી છે. બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ફિટનેસ જોઇને સૌ કોઇ ચોંકી જાય છે, પરંતુ શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ જાળવી રાખવા માટે ખૂબ જ મહેનત કરે છે. આ સિવાય શિલ્પા શેટ્ટી રોજ સવારે એક ખાસ ડ્રિંક પીવે છે, જેનાથી તે આખો દિવસ એક્ટિવ અને એનર્જેટિક રહે છે.
જ્યારે ફિટનેસની વાત આવે છે તો શિલ્પા શેટ્ટીનું નામ સૌથી પહેલા આવે છે. ઘણી મહિલાઓને આશ્ચર્ય થાય છે કે 49 વર્ષની ઉંમર પછી પણ તેમની ત્વચા કેવી રીતે ફ્રેશ, શરીર કોમળ અને ઊર્જાથી ભરપૂર રહે છે, પરંતુ આ બધાની પાછળ એક ખૂબ જ સરળ અને કુદરતી ઉપાય રહેલો છે. શિલ્પા શેટ્ટીએ ઘણા વર્ષોથી તેના દિવસની શરૂઆત દરરોજ હેલ્ધી ડ્રિંકથી કરે છે. જેની અસર તેની ફિટનેસ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. ચાલો તમને જણાવીએ કે અભિનેત્રી શિલ્પા શેટ્ટીની સુંદરતાનું રહસ્ય શું છે?
શિલ્પા શેટ્ટીના દિવસની શરૂઆત
શિલ્પા શેટ્ટી પોતાના દિવસની શરૂઆત હેલ્ધી અને એનર્જી આપનારા ડ્રિંકથી કરે છે. આ પીણું આદુનું પાણી છે. શિલ્પા શેટ્ટી રોજ સવારે ખાલી પેટ આદુનું પાણી પીવે છે. તેના અનુસાર આ પાણી શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવામાં મદદ કરે છે અને આખો દિવસ શરીરને ઉર્જાવાન રાખે છે. આ રીતે દિવસની શરૂઆત કરવાથી પાચનમાં સુધારો થાય છે એટલું જ નહીં, પરંતુ સમગ્ર શારીરિક વ્યવસ્થામાં પણ સુધારો થાય છે.
આદુવાળું પાણી
આદુમાં હાજર એન્ટીઓકિસડન્ટ શરીરમાંથી હાનિકારક તત્વોને બહાર કાઢે છે. જેનાથી શરીરની ડિટોક્સ પ્રક્રિયા કુદરતી રીતે જ થાય છે. આ પાણીના નિયમિત સેવનથી લીવર, કિડની અને ત્વચાની કાર્યપ્રણાલીમાં સુધારો થાય છે. શરીરને તાજગી અને હળવાશનો અનુભવ થાય છે.
આ પણ વાંચો - આદુની ચા આ લોકોએ બિલકુલ પણ ના પીવી જોઈએ, ફાયદાના બદલે થશે ઘણું નુકસાન
વજન ઘટાડવા માટે આદુનું પાણી અસરકારક છે
આદુનું પાણી મેટાબોલિઝમને વેગ આપે છે. જે ફેટ બર્નિંગની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. આ પાણી ખાસ કરીને પેટ અને કમરની આસપાસ જમા થયેલી ચરબીને ઓછી કરવામાં ઉપયોગી છે. આદુનું પાણી માત્ર ડાયેટિંગ અથવા વર્કઆઉટનો વિકલ્પ નથી, પરંતુ તે એક કુદરતી પૂરક છે.
પાચનમાં સુધારો કરવામાં ફાયદાકારક
આદુનું પાણી પાચનતંત્ર માટે પણ ફાયદાકારક છે. ઘણા લોકો અપચો, ગેસ અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓથી પીડાય છે. આવામાં આદુનું પાણી ઘરેલુ ઉપચારનું કામ કરે છે. આદુ એંજાઇમ ઉત્પન્ન કરે છે, જે પાચનમાં મદદ કરે છે અને પેટની ગરબડીને દૂર કરે છે. શિલ્પા શેટ્ટી પોતે કહે છે કે આ પાણી તેના પેટને હળવું અને આરામદાયક રાખે છે. જો દિવસની શરૂઆતમાં પાચન સારું હોય તો દિવસભર તમારું શરીર અને મન બંને ખુશ રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us