Sleeping Chart: ઉંમર પ્રમાણે દરરોજ કેટલી ઊંઘ લેવી જરૂરી છે, જુઓ ચાર્ટ

Sleeping Chart According To Age: શરીર માટે પુરતી ઊંઘ જરૂરી છે. નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછા 7 કલાક ઊંધ લેવી જોઈએ. ઓછી ઊંઘ શરીર અને માનસિક સ્થિતિ પર ખરાબ અસર કરે છે.

Sleeping Chart According To Age: શરીર માટે પુરતી ઊંઘ જરૂરી છે. નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછા 7 કલાક ઊંધ લેવી જોઈએ. ઓછી ઊંઘ શરીર અને માનસિક સ્થિતિ પર ખરાબ અસર કરે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Sleeping Chart | Sleep | sleep disorder

Sleeping Chart According To Age: નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછા 7 કલાક ઊંધ લેવી જોઈએ. (Photo: Freepik)

Sleeping Chart According To Age: શરીર માટે ઊંઘ જરૂરી છે. આજની વ્યસ્ત લાઇફમાં વ્યક્તિ પુરતી ઉંઘ પણ લઇ શકતા નથી. ઘણા લોકો અનિંદ્રા અને તણાવની સમસ્યાથી પીડિત છે. ચિંતા એ લોકોની ઉંઘ હરામ કરી દીધી છે. નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, એક સ્વસ્થ વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછા 7 કલાક સૂવું જોઈએ. ઓછી ઊંઘ માત્ર શરીરને જ અસર કરતી નથી, પરંતુ તમને માનસિક રીતે બીમાર પણ બનાવે છે.

Advertisment

રોજની 7 - 8 કલાકની ઊંઘ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને રોગો સામે રક્ષણ આપે છે. પૂરતી ઊંઘ લેવાથી હોર્મોન્સ સંતુલિત રહે છે, જે મેટાબોલિઝમને વેગ આપે છે. સારી રાતની ઊંઘથી હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે. સવારે ઉઠો ત્યારે તમારી યાદશક્તિ અને શીખવાની ક્ષમતા વધે છે. ઊંઘ એ તણાવ, ચિંતા અને હતાશાને દૂર કરવાની દવા છે. સારી રાતની ઉંઘ તમારા શરીરમાં ઘસારાને સુધારે છે અને એનર્જી લેવલ સુધારે છે. પૂરતી ઊંઘ લેવાથી બાળકો અને તરુણોમાં ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ ઝડપી બને છે, જે શારીરિક વિકાસને વેગ આપે છે.

કેટલાક લોકો એવા પણ હોય છે જેમને રાત્રે ઊંઘ આવતી નથી અને તેઓ મોડી રાત સુધી મોબાઇલ અને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. તમે જાણો છો કે રાત્રે ઓછી ઊંઘ તમને ડાયાબિટીસ, મેદસ્વી અને હૃદયની બીમારી બનાવી શકે છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડી શકે છે. જો તમે પણ દરેક ઉંમરે બીમારીઓથી સુરક્ષિત રહેવા માંગો છો, તો તમારી ઊંઘવાની રીતમાં સુધારો કરો.

વય જૂથઉંઘનો આદર્શ સમય
નવજાત શિશુ (0-3 મહિના)14 થી 17 કલાક
નવજાત શિશુ (4-11 મહિના)12-16 કલાક
બાળક (1-2 વર્ષ)11-14 કલાક
નાના બાળક(3-5 વર્ષ)10-13 કલાક
શાળા જનાર બાળક (6-13 વર્ષ)9-12 કલાક
તરુણ (14-17 વર્ષ)8-10 કલાક
યુવાન (18-25)7-9 કલાક
પુખ્ત વ્યક્તિ (26-64 વર્ષ)7-9 કલાક
વરિષ્ઠ નાગરિક (65થી વધુ ઉંમર)7-8 કલાક
Advertisment

ઊંઘની પેટર્ન સુધારવા માટે એ જાણવું જરૂરી છે કે વ્યક્તિને રોજ કેટલી ઊંઘની જરૂર છે. યુએસ નેશનલ સ્લીપ ફાઉન્ડેશને ખુલાસો કર્યો છે કે તમામ ઉંમરના લોકો માટે કેટલી ઊંઘની જરૂર છે. આવો ચાર્ટની મદદથી સમજીએ કે બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો સુધી દરેક વ્યક્તિએ દરરોજ કેટલો સમય સૂવું જોઈએ.

હેલ્થ જીવનશૈલી health tips