Soaked Dry Fruits Benefits : ડ્રાયફ્રૂટ્સ પલાળીને ખાવા કે સૂકા? જાણો બંનેના ફાયદા અને આડ અસરો વિષે

Soaked Dry Fruits Benefits : પલાળેલા અને ડ્રાયફ્રૂટ્સ ખાવાના ફાયદાઓ પર હાથ ધરવામાં આવેલા ઘણા સંશોધનો અનુસાર, નિષ્ણાતો સંમત થયા છે કે કાચા અને પલાળેલા બદામ બંનેમાં સમાન પોષક મૂલ્ય હોવા છતાં, પલાળેલા ડ્રાયફ્રૂટ્સ કરતા સૂકા વધુ ફાયદાકારક છે. આનું કારણ અહીં જાણો

Soaked Dry Fruits Benefits : પલાળેલા અને ડ્રાયફ્રૂટ્સ ખાવાના ફાયદાઓ પર હાથ ધરવામાં આવેલા ઘણા સંશોધનો અનુસાર, નિષ્ણાતો સંમત થયા છે કે કાચા અને પલાળેલા બદામ બંનેમાં સમાન પોષક મૂલ્ય હોવા છતાં, પલાળેલા ડ્રાયફ્રૂટ્સ કરતા સૂકા વધુ ફાયદાકારક છે. આનું કારણ અહીં જાણો

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Soaked Dry Fruits Benefits ( Source Unsplash)

પલાળેલા સૂકામેવાના ફાયદા ( સ્ત્રોત અનસ્પ્લેશ)

ડ્રાયફ્રૂટ્સ એવા સુપરફૂડસ જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. ડ્રાયફ્રૂટ્સ કોઈપણ ઋતુમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બદામ, અખરોટ, કિશમિશ, અંજીર અને અન્ય ડ્રાયફ્રૂટ્સ પોષકતત્વોનો ખજાનો છે.મોટા ભાગના બદામમાં તંદુરસ્ત એન્ટીઑકિસડન્ટો, ફાઇબર, પ્રોટીન, ઓમેગા -3 ફેટી એસિડ્સ, વિટામિન્સ અને ખનિજોની ભરમાર હોય છે જે શરીર માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

Advertisment

ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવાથી બ્લડ-સુગર કંટ્રોલમાં રહે છે અને વજન પણ ઘટે છે. પરંતુ આ ડ્રાયફ્રૂટ્સને પલાળીને ખાવાથી અસંખ્ય ફાયદા થઇ શકે છે, જે લોકોની પાચન ક્ષમતા ઓછી હોઈ તે લોકોએ પલાળેલા ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ.

પરંતુ પલાળેલા અને ડ્રાયફ્રૂટ્સ ખાવાના ફાયદાઓ પર હાથ ધરવામાં આવેલા ઘણા સંશોધનો અનુસાર, નિષ્ણાતો સંમત થયા છે કે કાચા અને પલાળેલા બદામ બંનેમાં સમાન પોષક મૂલ્ય હોવા છતાં, પલાળેલા ડ્રાયફ્રૂટ્સ કરતા સૂકા વધુ ફાયદાકારક છે. આનું કારણ એ છે કે એવું માનવામાં આવે છે કે પલાળવામાં આવે ત્યારે તંદુરસ્ત ઓમેગા -3 ફેટી એસિડ્સ નાશ પામે છે, જે તેમની પોષણ ક્ષમતા ઘટાડે છે. આ ઉપરાંત, કેટલાક પોષક તત્વો ડ્રાયફ્રુટ્સમાં હાજર હોય છે, જેમ કે વિટામિન-ઈ અને કેરોટીનોઈડ્સ. જે ડ્રાયફ્રુટ્સ પલાળવા પર નાશ પામે છે. તેથી કાચા ડ્રાયફ્રુટ્સ ખાવાથી વધુ ફાયદો થાય છે.

જયારે અન્ય એક્સપર્ટનું કહેવું છે કે, સૂકા ડ્રાયફ્રૂટ્સનું સેવન ડિલિવરી પછી મહિલાઓને તાકાત માટે કરતી હોય છે. આ ઉપરાંત જે લોકોને યુરિન વારંવાર આવે છે અને સાઇનસની તકલીફ હોય, પહાડી વિસ્તારોમાં ઠંડા પ્રદેશમાં લોકો સૂકા ડ્રાયફ્રૂટ્સનું સેવન કરે છે.

Advertisment

આ પણ વાંચો: Health Tips :ઘઉંનું સેવન ન કરવાથી શરીરમાં થાય આટલા ફેરફાર, જાણો ફાયદા-ગેરફાયદા

આયુર્વેદિક એક્સપર્ટ જાણે છે કે, ડાયટફ્રુટ્સનું સેવન પલાળીને કરવાથી સ્વાસ્થ્યને કેટલા ફાયદા થઇ શકે છે.

બદામ પલાળીને ખાવાના ફાયદા

બદામ પોષકતત્વોનો ખજાનો છે જેમાં આયર્ન, ફોલેટ, વિટામિન બી 12, વિટામિન ડી અને વિટામિન ઈ સહિત ઘણા સૂક્ષ્મ પોષકતત્વો હોય છે જે બોડીને હેલ્થી રાખે છે. ઘણા લોકો સૂકી બદામનું સેવન કરે છે, પરંતુ આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર, તેનાથી શરીરમાં ગરમી પેદા થાય છે અને પાચન સમસ્યા થઇ શકે છે. બદામનું સેવન 7-8 કલાક સુધી પલાળીને કરવાથી ફાયટિક એસિડ ગાયબ થઇ જાય છે જે હૃદયના સ્વાસ્થય માટે હાનિકારક હોય છે અને પાચન સુધારે છે.

અખરોટને પલાળીને ખાવાના ફાયદા

અખરોટને પલાળીને ખાવાથી બાળકોની યાદશક્તિમાં વધારો થાય છે અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે, અખરોટમાં ઘણા પ્રકારના ફેટી એસિડ, પ્રોટીન અને મિનરલ્સ હાજર હોય છે જે વેઇટ લોસ કરવામાં અસરકારક હોય છે, અખરોટનું સેવન બ્લડ સુગર કંટ્રોલ કરે છે.

અંજીરને પલાળીને ખાવાના ફાયદા :

અંજીરની તાસીર ગરમ છે, તેનું સૂકા ખાવાથી શરીરમાં ગરમી પેદા થાય છે. જેથી અંજીરનું સેવન પલાળીને કરવાથી મહિલાઓને બીમારીઓમાં ફાયદો થઇ શકે છે. પલાળીને ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.

આ પણ વાંચો: Monsoon Health : ચોમાસા દરમિયાન જંક ફૂડનું સેવન ટાળવું આટલું જરૂરી

8-10 કિશમિશ પલાળીને ખાવી :

કિશમિશનું સેવન પલાળીને કરવાથી હેયર ફોલથી બચી શકાય છે. પલાળીને કિશમિશ ખાવાથી પિરિયડ પેઈન ઓછું થઇ જાય છે અને દુખાવામાં રાહત મળે છે. બોડીમાં આયર્નની ઉણપને પુરી કરે છે, બોડીને ડીટોક્સ કરે છે, તેનાથી ઇમ્યુનીટી પણ સ્ટ્રોંગ થાય છે, એસીડીટી અને અપચામાં રાહત માટે કિશમિશને પલાળીને ખાવી યોગ્ય રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips