Soybean Oil : સોયાબીન તેલનું સેવન કરતા હોવ તો ચેતજો!! આંતરડાને નુકશાન થઇ શકે

Soybean Oil : સોયાબીન ઓઇલનું સેવન કરવું કે નહિ તે માટે, વૈજ્ઞાનિકોએ લેબમાં 24 અઠવાડિયા સુધી સતત સોયાબીન તેલયુક્ત ખોરાક ઉંદરને ખવડાવ્યો પછી તેના આંતરડાની તપાસ કરી હતી, અભ્યાસ દ્વારા આ જાણવા મળ્યું છે, અહીં વાંચો.

Soybean Oil : સોયાબીન ઓઇલનું સેવન કરવું કે નહિ તે માટે, વૈજ્ઞાનિકોએ લેબમાં 24 અઠવાડિયા સુધી સતત સોયાબીન તેલયુક્ત ખોરાક ઉંદરને ખવડાવ્યો પછી તેના આંતરડાની તપાસ કરી હતી, અભ્યાસ દ્વારા આ જાણવા મળ્યું છે, અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
soybean oil (unsplash)

સોયાબીન તેલ (અનસ્પ્લેશ)

સોયાબીન તેલનો વધુ પડતો ઉપયોગ શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે, જી હા!! એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સોયાબીન તેલનો વધુ પડતો ઉપયોગ આંતરડાને નુકશાન પહોંચાડી શકે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર, સોયાબીન તેલનો વધુ પડતો ઉપયોગ સ્થૂળતા અને ડાયાબિટીસ તેમજ ઓટીઝમ, અલ્ઝાઈમર રોગ, ચિંતા અને ડિપ્રેશન સાથે સંકળાયેલ છે.

Advertisment

હવે, આ નવું સંશોધન દર્શાવે છે કે ઓઇલ અલ્સેરેટિવ કોલાઇટિસ તરફ દોરી શકે છે, એક પ્રકારનો આંતરડામાં બળતરા ઉત્પન્ન કરતો રોગ છે (IBD) જે મોટા આંતરડાના ક્રોનિક સોજા દ્વારા વર્ગીકૃત થયેલ છે.

આ પણ વાંચો: Aloe vera And Weight Loss : એલોવેરા વજન ઘટાડવામાં મદદ કરી શકે, જાણો ફાયદા-ગેર ફાયદા

અભ્યાસ દરમિયાન, વૈજ્ઞાનિકોએ લેબમાં 24 અઠવાડિયા સુધી સતત સોયાબીન તેલયુક્ત ખોરાક ઉંદરને ખવડાવ્યો પછી તેના આંતરડાની તપાસ કરી હતી. ટીમે શોધી કાઢ્યું કે સારા બેક્ટેરિયામાં ઘટાડો થયો છે અને હાનિકારક બેક્ટેરિયા (ખાસ કરીને, આક્રમક એસ્ચેરીચિયા કોલી) વધ્યા છે જે કોલાઇટિસ તરફ દોરી શકે છે.

Advertisment

અહેવાલ મુજબ, સોયાબીન તેલ યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ખાદ્ય તેલ છે. વધુમાં, તેનો ઉપયોગ અન્ય દેશોમાં, ખાસ કરીને બ્રાઝિલ, ચીન અને ભારતમાં વધુને વધુ થઈ રહ્યો છે. નોંધનીય છે કે સોયાબીન પ્રોટીનનો સારો સ્ત્રોત છે, અને સોયાબીન ઉગાડવામાં સરળ અને સસ્તા છે.

એક સહાયક વ્યાવસાયિક સંશોધક, માઇક્રોબાયોલોજી અને પ્લાન્ટ પેથોલોજી વિભાગ અને અભ્યાસના સહ-લેખક, પૂનમજોત દેઓલે જણાવ્યું હતું કે,"અમારું કાર્ય દાયકાઓ જૂની વિચારસરણીને પડકારે છે કે ઘણા ક્રોનિક રોગો એનિમલ પ્રોડક્ટની વધુ સંતૃપ્ત ચરબીના વપરાશથી ઉદ્ભવે છે, અને તેનાથી વિપરીત, છોડની અસંતૃપ્ત ચરબી વધુ આરોગ્યપ્રદ છે.''

અભ્યાસના તારણો તાજેતરમાં ઓપન એક્સેસ જર્નલ, ગટ માઇક્રોબ્સમાં પ્રકાશિત થયા હતા. સંશોધકોના મતે સોયાબીન તેલમાં હાજર લિનોલીક એસિડ ચિંતાનું મુખ્ય કારણ છે.

આ પણ વાંચો: આજનો ઇતિહાસ 3 ઓગસ્ટ: હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે અને ભારતમાં રાષ્ટ્રીય તરબૂચ દિવસની ઉજવણી

અમેરિકન હાર્ટ એસોસિયેશન હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજની 5 થી 10 ટકા કેલરી ઓમેગા-6 પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ, જેમ કે લિનોલીક એસિડની ભલામણ કરે છે.

વૈજ્ઞાનિકોએ એ કહ્યું કે ઓલિવ ઓઈલમાં લિનોલીક એસિડની માત્રા ઓછી હોય છે અને તે ખાવા માટે સ્વાસ્થ્યપ્રદ તેલ છે, તેથી સોયાબીન કરતા ઓલિવ ઓઈલનો વપરાશ હિતાવહ સાબિત થઇ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips