Health Tips For Stomach Heat Home Remedies : પેટની ગરમી વધી જવી એ ખૂબ જ સામાન્ય સમસ્યા છે. મસાલેદાર ભોજન જમવાથી ઘણીવાર લોકોને પેટની ગરમી વધવાની સમસ્યા થાય છે. પેટની ગરમી એક અકળામણ છે જેમાં પેટમાં જાણે આગ સળગી રહી હોય તેવો અનુભવ થાય છે. પેટની ગરમીને કારણે ઘણી તકલીફ થાય છે. આયુર્વેદ અનુસાર ખરાબ આહારથી વાત, પિત્ત અને કફ ખરાબ થાય છે. પેટની ગરમીની સારવાર માટે, તમારે મોંઘી દવાઓ ન લેવી જોઈએ, પરંતુ તમે કેટલાક ઘરેલું ઉપાયો અપનાવીને તમારી સમસ્યાનો ઉપચાર કરી શકો છો.
આયુર્વેદિક અને યુનાની દવાઓના નિષ્ણાંત ડો.સલીમ ઝૈદીના જણાવ્યા અનુસાર તમારા રસોડામાં રહેલી કેટલીક સામગ્રી પેટની ગરમીની સમસ્યાને ઓછી કરી શકે છે. આવો જાણીએ હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણીએ કે આ પેટની ગરમી શું છે અને તેને કેવી રીતે ઠંડી રાખી શકાય છે.
પેટની ગરમી એટલે શું?
ઘણીવાર આપણે આપણા દાદા-દાદી અને ઘરના વડીલોને કહેતા સાંભળ્યા છે કે પેટ ઠંડુ રાખો સ્વસ્થ રહેશે. પેટની ગરમીથી 100થી વધુ બીમારીઓનો ખતરો વધી જાય છે. પેટની ગરમી ત્યારે થાય છે જ્યારે આપણું પાચનતંત્ર વધુ પડતું કામ કરવા લાગે છે, જેના કારણે વધારાની ગરમી ઉત્પન્ન થાય છે અને પેટમાં ગરમી વધે છે. આપણા આહારને કારણે આપણા પાચનક્રિયાને વધુ કામ કરવાની જરૂર છે. આપણે જંક ફૂડ, ફૂડમાં ફાસ્ટ ફૂડનું સેવન કરીએ છીએ જેને પચવામાં વધુ સમય લાગે છે.
વિજ્ઞાન મુજબ Stomach Heat નો મતલબ વધુ પડતું એસિડ ઉત્પાદન, જેના કારણે હાઇપરએસિડિટી અને ગેસની સમસ્યા થવા લાગે છે. આયુર્વેદ અનુસાર જ્યારે શરીરમાં પિત્ત દોષ વધે છે ત્યારે પેટની ગરમી વધવા લાગે છે. પિત્તનું કામ પાચનક્રિયાને બરાબર રાખવાનું હોય છે, પરંતુ જ્યારે તે વધુ વધે છે, ત્યારે તે પેટમાં બળતરા થાય છે અને ગરમી વધવા લાગે છે. પરિણામ ઘણી હેલ્થ પ્રોબ્લમ ઉભી થાય છે.

પેટની ગરમી મટાડનાર આહાર
પેટની ગરમી દૂર કરવા માટે વરિયાળી, ધાણા અને જીરુંનું સેવન કરવું જોઈએ. આ ત્રણ મસાલા પાચનની સમસ્યાઓ દૂર કરવામાં રામબાણ ઈલાજ છે. જીરૂ, ધાણા અને વરિયાળીના સેવનથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને પેટની ગરમી ઓછી થાય છે.
1 જીરાના સેવનથી પાચનક્રિયા સારી થાય છે અને ગેસમાં રાહત મળે છે. ઘણા સંશોધનમાં સાબિત થયુ છે કે, જીરું પાચન ઉત્સેચકોને વેગ આપે છે, જે ખોરાક પચાવવામાં મદદ કરે છે.2 ધાણાની પ્રકૃત્તિ ઠંડી છે, તે પાચનક્રિયાને ઠંડક આપવામાં અસરકારક છે. ધાણા પેટની ગરમી અને એસિડિટી ઘટાડવામાં ખૂબ અસરકારક છે.3 વરિયાળી એક કુદરતી એન્ટાસિડ છે જે પાચનમાં મદદ કરે છે, પેટનું ફૂલવું ઘટાડે છે અને પેટની ગરમીને પણ શાંત કરે છે.4 ફુદીનો તેના ઠંડક ગુણધર્મો માટે પ્રખ્યાત છે. તેનું સેવન કરવાથી પેટની ગરમી કંટ્રોલમાં રહે છે.5 સાકર ઠંડક આપે છે અને તેમાં કુદરતી મીઠાશ હોય છે જે પેટની ગરમી ઘટાડવા માટે દવાની જેમ કામ કરે છે.
આ પણ વાંચો | ટૂથબ્રશ કેટલા મહિના વાપરવું જોઇએ? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો ટૂથબ્રશના ઉપયોગની રીત
કોથમીર, જીરું અને વરિયાળીનું સેવન કેવી રીતે કરવું?
પેટની ગરમી દૂર કરવા માટે ધાણા, જીરૂ અને વરિયાળીની ચા બનાવીને તેનું સેવન કરો. એક ચમચી જીરું, એક ચમચી વરિયાળી અને એક ચમચી ઘાણી, ફુદીનાના થોડાક પાંદડા અને આખી સાકર લો. એક તપેલીમાં એક કપ પાણી નાંખો અને તેમા ધાણા, વરિયાળી અને જીરું નાંખો અને તેને 10 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો. 10 મિનિટ પછી તેમાં ફુદીનાના પાન ઉમેરો. જ્યારે આ બધી વસ્તુઓનો અર્ક નીકળી જાય ત્યારે તેમાં સાકર ઉમેરો અને દિવસમાં બે વાર તેનું સેવન કરો. આ રેસીપી તમારા પાચનતંત્રને સ્વસ્થ બનાવશે અને અને પેટની ગરમીને પણ કન્ટ્રોલ કરશે.





