આ ફળોને ભૂલીને પણ એકસાથે ના ખાવા, ફાયદાના બદલે થશે નુકસાન

Fruits Combinations: ફળો ખાવાથી એકંદરે સ્વાસ્થ્ય વધુ સારું રહે છે. દરરોજ ઓછામાં ઓછું એક ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે. જોકે શું તમે જાણો છો કે કેટલાક એવા ફળો છે જે ભૂલથી પણ એકસાથે ખાવા જોઈએ નહીં

Written by Ashish Goyal
December 13, 2024 18:59 IST
આ ફળોને ભૂલીને પણ એકસાથે ના ખાવા, ફાયદાના બદલે થશે નુકસાન
Fruits Combinations: ફળો ખાવાથી એકંદરે સ્વાસ્થ્ય વધુ સારું રહે છે (તસવીર - ફ્રીપિક)

Fruits Combinations: ફળો ખાવાથી એકંદરે સ્વાસ્થ્ય વધુ સારું રહે છે. દરરોજ ઓછામાં ઓછું એક ફળ ખાવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે ફળોમાં ઘણા પ્રકારના વિટામિન્સ અને એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જે શરીરને પોષણ આપે છે અને સાથે સાથે પુષ્કળ એનર્જી પણ આપે છે. જોકે શું તમે જાણો છો કે કેટલાક એવા ફળો છે જે ભૂલથી પણ એકસાથે ખાવા જોઈએ નહીં.

નારંગી અને ગાજર

શિયાળાની ઋતુમાં નારંગી અને ગાજર ક્યારેય સાથે ખાવા જોઈએ નહીં. તે શરીર માટે ખૂબ જ હાનિકારક છે. નારંગી એસિડિક ફળ છે અને ગાજરમાં ફાઇબર અને સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે. બંનેને એકસાથે ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે. તે તમારા પાચન ક્રિયાને પણ ઘણી પ્રભાવિત કરી શકે છે.

કેળા અને તરબૂચ

કેળા અને તરબૂચ બંને ઠંડા ફળો છે. બંનેને એકસાથે ખાવાથી શરીર પર ખૂબ જ નકારાત્મક અસર પડે છે. બંનેનું પાચન અલગ-અલગ થાય છે. કેળાને પચવામાં વધુ સમય લાગે છે અને તડબૂચ ખૂબ ઝડપથી પચી જાય છે. તેને ખાવાથી એસિડિટી થઈ શકે છે.

આ પણ વાંચો – રોટલી કડક કેમ થઇ જાય છે? જાણો રોટલીને વધારે સમય સુધી નરમ કેવી રીતે રાખવી

પપૈયું અને લીંબુ

પપૈયું અને લીંબુને પણ ભૂલથી સાથે ખાવા ન જોઈએ. તેને સાથે ખાવાથી પેટમાં બળતરા થઈ શકે છે. પપૈયામાં પેપેઇન એન્ઝાઇમ હોય છે અને લીંબુમાં એસિડ પ્રકૃતિ હોય છે. આ બંને ફળોને પણ એક સાથે ખાવાનું ટાળવું જોઈએ.

ફળો ખાવાના ફાયદા

  • ફળો ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
  • રોગપ્રતિકારક શક્તિ વધે છે.
  • પાચનતંત્ર વધુ સારું થાય છે.
  • તેમાં નેચરલ શુગર હોય છે, જેનાથી શરીરને નેચરલ રીતે ઊર્જા મળે છે.
  • તેમાં ઓછી કેલરી હોય છે, જે વજનને નિયંત્રણમાં રાખે છે.
  • ફળો ખાવાથી શરીરમાંથી ઝેરીલા પદાર્થો સરળતાથી દૂર થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ