Vitamin B 12 Deficiency Symptoms And Food Sources: શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે વિટામીન, કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન સહિત તમામ પ્રકારના વિવિધ પોષક તત્વોની જરૂર પડે છે. જો કે આમાંથી એક પણ પોષક તત્વની ઉણપ હોય તો શરીરમાં સમસ્યા થઇ શકે છે. આજહાલ ખરાબ લાઇફસ્ટાઇલ અને ડાયટના કારણે મોટાભાગના લોકોમાં વિટામિન બી 12ની ઉણપ જોવા મળે છે.
વિટામીન બી 12 ઉણપના લક્ષણ
વિટામીન બી 12ની ઉણપ હોય તો શરીરમાં સમસ્યા થઇ શકે છે. વિટામીન બી 12ના લક્ષણોની વાત કરીયે તો, થાક અને શરીરમાં નબળાઇ, સ્નાયુમાં દુખાવો અને નબળાઇ, હાડકામાં દુખાવો, હતાશા અને મૂડમાં ફેરફાર, વાળ ખરવા, બાળકોના શરીરનો નબળો વિકાસ, વારંવાર બીમાર પડવું વગેરે બીમારીઓ થઇ શકે છે.
વિટામીન બી 12 શરીર માટે કેમ જરૂરી છે?
વિટામીન બી 12 શરીર માટે જરૂરી પોષક તત્વ છે. શરીરની થાક અને નબળાઇ દૂર કરવામાં વિટામીન બી 12 મોટી ભૂમિકા ભજવે છે. શરીરમાં લાલ રક્તકણો અને ડીએનએ બનાવવામાં મદદ કર છે. વિટામીન બી 12 શરીરમાં બનતું નથી, આથી તે ખોરાક દ્વારા મેળવવું પડે છે. શાકાહારી લોકોને વિટામીન બી12ની ઉણપનું જોખમ સૌથી વધુ રહે છે. વિટામિન બી 12 શરીરનું મેટાબોલિઝ્મ વધારી થાક દૂર કરે છે. ઉપરાંત શરીરને બ્રેસ્ટ, ક્લોન, લંગ અને પ્રોસ્ટ્સ કેન્સરથી પણ દૂર રાખે છે.
દહીં
દહીંમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી 1, બી 2 અને બી 12 હોય છે, તેમાં પણ જો દહીં લો ફેટવાળું હોય તો તે વધારે ફાયદાકારક છે. શક્ય હોય તો ફ્લેવર્ડ દહીં લેવાનું ટાળવું જોઈએ.
ઓટમીલ
સવારે બ્રેકફાસ્ટમાં ઓટમીલ ખાવાથી પોષણ અને વિટામિન બંને મળે છે, એટલું જ નહીં તેમાંથી સારા એવા પ્રમાણમાં વિટામિન બી 12 પણ મળી રહે છે.
સોયાબીનની વાનગી
સોયાબીનમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને વિટામીન બી 12 હોય છે. આથી સોયાબીન માંથી બનેલી વાનગી જેમ કે, સોયાબીનના લોટની રોટલી, સોયા ચંક / સોયાબીનની વડીનું શાક કે સલાડ, સોયાબીનનો પુલાવ વગેરે સેવન કરવાથી વિટામીન બી 12ની ઉણપ દૂર થાય છે.
દૂધ
દૂધ વિટામીન બી 12નો ઉત્તમ સ્ત્રોત છે. ફુલ ફેટવાળાં દૂધમાં વિટામિન બી-12 ઘણી એવી માત્રામાં હોય છે. આથી શાકભાજી લોકો માટે વિટામીન બી 12ની ઉણપ દૂર કરવા માટે દૂધ સૌથી સરળ વિકલ્પ છે.
ચીઝ
ચીઝમાં પણ સારા પ્રમાણમાં વિટામીન બી 12 હોય છે. સામાન્ય રીતે બજારમાં ઘણા પ્રકારના ચીઝ મળી રહેશે, જેમાં વિટામિન બી-12 હોય છે, પણ કોટેઝ ચીઝમાં વિટામિન બી-12 સારા એવા પ્રમાણમાં હોય છે.