/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Importance-of-Cleaning-Tongue-.jpg)
દરેક વ્યક્તિએ દરરોજ પોતાની જીભ સાફ કરવી જોઈએ (તસવીર - ફ્રીપિક)
Cleaning Tongue Benefits : તમારામાંથી કેટલા લોકો દરરોજ તમારી જીભ સાફ કરતા હશે? આપણામાંથી મોટા ભાગના લોકો બ્રશ કરે છે પરંતુ જીભની ઘણીવાર અવગણવામાં આવે છે. જીભ વ્યવ્યસ્થિત રીતે સાફ કરવી યોગ્ય છે કે નહીં તે સમજવા માટે સી કે બિરલા હોસ્પિટલના ઇન્ટરનલ મેડિસિનના પ્રિન્સિપલ કન્સલ્ટન્ટ ડો.નરિન્દર સિંગલા સાથે વાત કરી હતી.
ડો.સિંગલાના જણાવ્યા અનુસાર જીભની નિયમિત સફાઈથી બેક્ટેરિયા, ખોરાકના અવશેષો અને મૃત કોષોને દૂર કરવામાં મદદ મળી શકે છે જે કુદરતી રીતે તેની સપાટી પર એકઠા થાય છે. તમને સાંભળવામાં આ ક્ષુલ્લક લાગી શકે છે. જોકે તમારી દિનચર્યામાં તમારી જીભની સફાઈનો સમાવેશ કરવો સારું રહેશે. પછી ભલે તે ટંગ સ્ક્રેપર સાથે હોય કે ટૂથબ્રશ સાથે. ટંગ સ્ક્રેપર એ એક નાનું, યુ આકારનું ઉપકરણ છે જે પ્લાસ્ટિક અથવા ધાતુનું બનેલું છે.
નિયમિતપણે જીભની સફાઈના ફાયદા
- મોઢામાંથી આવતી દુર્ગંધને રોકે છે
- તમારી સ્વાદની ગુણવત્તામાં સુધારો કરે છે
- મોંમાં હાનિકારક બેક્ટેરિયાને ઓછા કરે છે
- પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે
જો તમે 30 દિવસથી વધુ સમય સુધી તમારી જીભ સાફ ન કરો તો શું થાય?
ડૉક્ટર સિંગલા જણાવે છે કે તમારી જીભની સપાટી પર બેક્ટેરિયા વિકસે છે અને જાડી, ચીકણી બાયોફિલ્મ બનાવે છે. તેથી તે ફક્ત ખરાબ જ નથી, તે ખૂબ જ ગંભીર છે.
- શ્વાસની દુર્ગંધ
- ટેસ્ટ કળીઓ બંધ થવાને કારણે સ્વાદની કળીઓની અનુભૂતિને ધીમી પાડવી (સ્વાદની કળીઓ ભરાઈ જાય છે).
- ઓરલ થ્રશ - ફંગલ ઇન્ફેક્શન જે મોઢામાં બેચેની અને સફેદ ડાઘ પેદા કરે છે.
- કાળી જીભ - એક હાનિકારક પરંતુ ચિંતાજનક સ્થિતિ, જ્યાં મૃત કોશિકાઓ ફસાઈ જવાને કારણે જીભ કાળી અને અસ્પષ્ટ દેખાય છે.
- જીભમાં રહેલા બેક્ટેરિયા પેઢામાં ફેલાતા પિરિઓડોન્ટલ રોગનું જોખમ વધી જાય છે.
કેટલીકવાર જીભની સ્વચ્છતાને અવગણવાથી અથવા મૌખિક સ્વચ્છતાના અભાવને કારણે પાચનની સમસ્યાઓ પણ થઈ શકે છે, જેમ કે એસિડ રિફ્લક્સ અથવા જીઇઆરડી. જ્યારે જો તમે લાંબા સમય સુધી તમારી જીભ સાફ કરવાની અવગણના કરો છો, તો અસરો વધુ ખરાબ થઈ શકે છે અને લાંબા ગાળાના ચેપ, બળતરા અને પેઢાંના રોગ તરફ દોરી શકે છે. તેવી જ રીતે સારી પાચનશક્તિની શરૂઆત મોઢાથી થાય છે.
આ પણ વાંચો - ઉનાળામાં મોર્નિંગ વોક પર જતા પહેલા આ 5 વાતોનું રાખો ધ્યાન, નહીં તો સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન
ડો.નરેન્દ્ર સિંગલાએ કહ્યું છે કે તમારી જીભને સાફ કરવાની પ્રથા માત્ર સારી રીતે શ્વાસ લેવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે શરીરની સારી તંદુરસ્તી જાળવવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
કોણે વધુ સાવચેત રહેવાની જરૂર છે?
દરેક વ્યક્તિએ દરરોજ પોતાની જીભ સાફ કરવી જોઈએ. જોકે કેટલાક લોકોએ ખાસ સાવચેત રહેવું જોઈએ.
- જેમનું મોઢું સૂકું હોય છે.
- ધૂમ્રપાન કરનારાઓ.
- જે લોકોના આહારમાં પ્રોટીન અથવા ડેરી ઉત્પાદનોનું પ્રમાણ વધારે હોય છે.
- જે લોકોને મોઢામાંથી દુર્ગંધ આવે છે અથવા તો મોઢામાંથી લાળ નીકળવાની શક્યતા વધારે હોય છે
- જે લોકો વૃદ્ધ છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી છે.
- કેટલીક દવાઓ તમારા મોંને શુષ્ક કરી શકે છે, જેના કારણે બેક્ટેરિયાને બહાર કાઢવામાં મુશ્કેલી પડે છે. માટે જા તમે લાંબા ગાળાની દવાઓ લેતા હોવ તો તમારી જીભની સફાઈ કરવી ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે.
જીભને સાફ કરવામાં એક મિનિટથી પણ ઓછો સમય લાગે છે. પરંતુ તેનું પરિણામ તાજા શ્વાસ, તીવ્ર સ્વાદ અને સારું સ્વાસ્થ્ય છે. તેથી હવે પછી જ્યારે તમે તમારું ટૂથબ્રશ લો છો, ત્યારે ફક્ત તમારા દાંત સાફ કરવા પર જ ધ્યાન ન આપો. તમારી જીભ ઉપર પણ ધ્યાન આપો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us