Health Tips :ઘઉંનું સેવન ન કરવાથી શરીરમાં થાય આટલા ફેરફાર, જાણો ફાયદા-ગેરફાયદા

Health Tips : શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવામાં ઘઉંનો મોટો ફાળો છે. તમારા ડાયટમાંથી ઘઉંને દૂર કરવાથી લોહીમાં શર્કરાનું સ્તર ઘટવાની શક્યતા વધી શકે છે. જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે

Health Tips : શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવામાં ઘઉંનો મોટો ફાળો છે. તમારા ડાયટમાંથી ઘઉંને દૂર કરવાથી લોહીમાં શર્કરાનું સ્તર ઘટવાની શક્યતા વધી શકે છે. જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
wheat roti (Source : Pixabay)

ઘઉંની રોટલી (સ્રોત: Pixabay)

ઘઉં અને અન્ય અનાજ આપણા આહારનો સર્વવ્યાપી ભાગ છે. આપણને પાસ્તા, બ્રેડ અને નાસ્તામાં લેવા પસંદ છે. ઘણા લોકો માટે, આ મુખ્ય ખોરાક આહારમાંથી દૂર કરવાનો વિચાર અશક્ય બની જાય છે. પરંતુ વધતી જતી સંખ્યામાં લોકો ઘઉં-મુક્ત આહાર( Wheat-free diet) પસંદ કરી રહ્યા છે. ઘણા લોકોને ગ્લુટેન સંવેદનશીલતા, વજનમાં વધારો, ઓટોઈમ્યુન કન્ડિશન અને હાઈ બ્લડ સુગર લેવલ જેવી સમસ્યામાં ઘઉં ગંભીર આરોગ્ય જોખમો ઉભા કરી શકે છે.

Advertisment

આવા સંજોગોમાં, શું આપણા આહારમાંથી ઘઉંને સંપૂર્ણપણે દૂર કરવાની સલાહ આપવામાં આવે છે? વધુમાં, જો આપણે એક મહિના સુધી ઘઉંનું સેવન ન કરીએ તો શરીરમાં કેવા ફેરફારો થઈ શકે છે? આ બધા પ્રશ્નોના જવાબો મેળવવા માટે, આ આર્ટિકલ વાંચો,

એક રજીસ્ટર્ડ ડાયટિશયને ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે,"તાજેતરના સમયમાં, લોકો વૈકલ્પિક આહાર(ઓપ્શનલ ડાયટ) પસંદ કરી રહ્યા છે, દાખલા તરીકે, એક મહિના સુધી ઘઉંનું સેવન ન કરવુંએ સામાન્ય પ્રયોગ છે. જો કે, આપણા શરીર પર તેની અસરને ધ્યાનમાં લેવી અને ફાયદા અને ગેરફાયદાનું મૂલ્યાંકન કરવું મહત્વપૂર્ણ છે.''

બ્લડ સુગર કંટ્રોલ કરે: શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવામાં ઘઉંનો મોટો ફાળો છે. તમારા ડાયટમાંથી ઘઉંને દૂર કરવાથી લોહીમાં શર્કરાનું સ્તર ઘટી શકે છે, જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે. તે ગ્લુટેન સેન્સિટિવિટી અને સ્થૂળતા જેવી અન્ય પરિસ્થિતિઓને રોકવામાં પણ મદદ કરી શકે છે.

Advertisment

આ પણ વાંચો: Ideal Weight Chart : ઉંમર પ્રમાણે છોકરા અને છોકરીનું વજન કેટલું હોવું જોઈએ? પરફેક્ટ બોડી માટે આ છે વજન ચાર્ટ

પાચનમાં સુધારો કરે : આ કાર્બોહાઇડ્રેટયુક્ત ખોરાકનો વધુ પડતો ઉપયોગ આંતરડામાં અવરોધ અથવા પાચનને સુસ્ત બનાવે છે, જેના કારણે ગેસ, પેટનું ફૂલવું ,ઉબકા, પેટમાં દુખાવો અને ઉલટી થઈ શકે છે. ઘઉં ઓછું ખાવાથી પાચનતંત્રને બ્રેક લાગી શકે છે.

વજન ઘટાડવું: શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ તમારું વજન વધારી શકે છે, જેમ કે સફેદ બ્રેડ, પિઝા, ક્રેકર્સ, બર્ગર, પાસ્તા વગેરે. આ ખોરાક પણ સંતૃપ્તિ પ્રદાન કરતા નથી. વધુમાં, ઘઉં-મુક્ત આહાર પર તમારી કેલરીનું પ્રમાણ ઘટશે, જે વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

સેલિયાક રોગનું જોખમ ઘટે : ઘઉં ખાવાથી તમને સેલિયાક રોગ થવાનું જોખમ રહેલું છે , એક સ્વયંપ્રતિરક્ષા ડિસઓર્ડર(ઓટો ઇમ્યુન કન્ડિશન) નું જોખમ રહે છે, જેમાં ગ્લુટેન (ઘઉંનો પ્રોટીન ઘટક) લેવાથી નાના આંતરડાને નુકસાન થાય છે.

જો કે, ડાયેટિશિયને હાઇલાઇટ કર્યું કે કોઈના ડાયટમાંથી ઘઉંને દૂર કરવું કે કેમ તે નક્કી કરવું ઘણા પરિબળો પર આધારિત છે. "જો સેલિયાક રોગ અથવા ગ્લુટેન સંવેદનશીલતા હોવાનું નિદાન થયું હોય , તો અસરકારક વ્યવસ્થાપન માટે ઘઉંને દૂર કરવું મહત્વપૂર્ણ છે. યોગ્ય માર્ગદર્શન અને પોષણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નોંધાયેલ ડાયેટિશિયન જેવા હેલ્થકેર પ્રોફેશનલ્સનો સંપર્ક કરવો જોઈએ. જો કે, ચોક્કસ તબીબી પરિસ્થિતિઓ વિનાની વ્યક્તિઓ માટે, ઘઉંનો સંપૂર્ણ સેવન ન કરવું સામાન્ય રીતે બિનજરૂરી છે. ઘઉં ફાઇબર, વિટામિન બી, આયર્ન અને મેગ્નેશિયમ જેવા જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે, જેનાથી એકંદર આરોગ્યને ટેકો મળે છે.”

ક્રોનિક કબજિયાતનું જોખમ વધે : ઓછા પ્રોસેસ્ડ ખોરાક જેમાં ઘઉંનો સમાવેશ થાય હોય છે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જે ખાતરી કરે છે કે પાચનતંત્ર શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. તમારા આહારમાંથી ફાઈબરયુક્ત ઘઉંને દૂર કરવાથી ક્રોનિક કબજિયાત થઈ શકે છે.

વિટામિન B ની ઉણપ: ઘઉં વિટામિન B નો સ્ત્રોત છે . આ આવશ્યક પોષક તત્ત્વો વિના, તમારું શરીર યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં કારણ કે આ વિટામિન ખોરાકમાંથી ઊર્જા બનાવવા અને કોષો અને પેશીઓને રિપેર કરવા અને નવીકરણ કરવા માટે જરૂરી છે.

આ પણ વાંચો: Monsoon Health : ચોમાસા દરમિયાન જંક ફૂડનું સેવન ટાળવું આટલું જરૂરી

જો તમે તમારા આહારમાં ઘઉંનું સેવન કરતા નથી, તો નિષ્ણાતે નીચેના વિકલ્પો સૂચવ્યા છે, જેમાં કેટલાક લોકપ્રિય વિકલ્પો જેવા કે ક્વિનોઆ, ફાઇબર, આયર્ન અને મેગ્નેશિયમ સાથેનો સંપૂર્ણ પ્રોટીન સ્ત્રોત છે, ઓટ્સ, હૃદયના સ્વાસ્થ્ય માટે દ્રાવ્ય ફાઇબર પ્રદાન કરે છે, બ્રાઉન રાઈસ, ફાઈબર અને આવશ્યક ખનિજોથી ભરપૂર છે, જુવાર (જુવાર), ફાઇબર, એન્ટીઑકિસડન્ટો અને ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ખનિજોથી સમૃદ્ધ ગ્લુટેન ફ્રી અનાજ, અને બાજરી (મોતી બાજરી), અન્ય ગ્લુટેન ફ્રી અનાજ ફાઇબર અને આયર્ન અને મેગ્નેશિયમ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર છે.

અંતમાં, ડાયટિશયનએ કહ્યું કે , “ઘઉં-મુક્ત આહાર પાચનમાં સુધારો,ગ્લુટેન-સંબંધિત લક્ષણોથી રાહત અને ઉર્જા સ્તરમાં વધારો જેવા ફાયદાઓ પ્રદાન કરે છે. જો કે, એ નોંધવું અગત્યનું છે કે આ અસરો વ્યક્તિઓમાં અલગ અલગ હોઈ શકે છે, અને નક્કર તારણો સ્થાપિત કરવા માટે વધુ સંશોધનની જરૂર છે."

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips