Sadhguru Health Tips For Blood Sugar Level Diabetes Control : ડાયાબિટીસ એક એવી બીમારી છે જેમાં ડાયટ પર કન્ટ્રોલ રાખવું ખૂબ જ જરૂરી છે. ડાયટને કન્ટ્રોલ કરવાનો અર્થ એ નથી કે માત્ર મીઠો અને તેલયુક્ત ભોજન કરવાનું ટાળવું. ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી છે કે, ડાયટમાં કાર્બોહાઇડ્રેટને ટાળવું અને ફાઇબરનું પ્રમાણ વધારવું. જે લોકોને હાઈ બ્લડ શુગર હોય તેમણે દરરોજ ડાયટમાં કેટલાક ફાઈબરયુક્ત ફૂડ અને જ્યુસનો સમાવેશ કરવો જોઈએ, જેનું સેવન કરવાથી શરીરને જબરદસ્ત એનર્જી મળે છે અને બ્લડ સુગર પણ કન્ટ્રોલમાં રહે છે.
ડાયાબિટીસને કન્ટ્રોલ કરવા સદગૂરુની ટીપ્સ (Sadhguru Health Tips Diabetes Control )
સદગુરુ જગ્ગી વાસુદેવે એક શાકભાજી અને તેના રસ વિશે જણાવ્યું છે, જેના સેવનથી માત્ર બ્લડ સુગર જ કન્ટ્રોલ નથી થતું સાથે સાથે શરીરમાં નબળાઈ અને થાક પણ દૂર કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, તેથી જો તેઓ કેટલાક પાવરફૂલ ફૂડ્સનું સેવન કરે છે, તો તેઓ સરળતાથી બ્લડ સુગરને કન્ટ્રોલ કરી શકે છે.
સફેદ કોળું એક એવું શાક છે જે ઔષધીય ગુણોથી ભરપૂર છે. જો આ શાકનું જ્યુસ બનાવીને અથવા શાકના રૂપમાં સેવન કરવામાં આવે તો બ્લડ શુગર લેવલને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે. ચાલો જાણીએ કે સફેદ કોળું કેવી રીતે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે અને શરીરને એનર્જી આપે છે. સફેદ કોળાનું સેવન કરવાથી શરીરને શું ફાયદા થાય છે?
સફેદ કોળાનો રસ ડાયાબિટીસને કેવી રીતે કન્ટ્રોલ કરે છે? (How TO White Pumpkin Juice Control To Diabetes)
સફેદ કોળાના રસમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે અને તે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અસરકારક સાબિત થાય છે. સફેદ કોળામાં કાર્બોહાઇડ્રેટ્સ અને કેલરી ખૂબ જ ઓછી હોય છે. તેનું સેવન ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અસરકારક સાબિત થાય છે. સફેદ કોળામાં રહેલુ ઉચ્ચ ફાઇબર ગ્લુકોઝના શોષણને ધીમું કરવામાં મદદ કરે છે, જેનાથી બ્લડ સુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે. સફેદ કોળાના રસનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે, શરીરમાં એનર્જી જળવાઈ રહે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને શરીર બીમાર પડવાની શક્યતાઓ પણ ઘટાડે છે.
સફેદ કોળાના સેવનથી શરીર શું ફાયદા થાય છે? (White Pumpkin JuiceHealth Benefits)
ટલાક શાકભાજી એવા હોય છે જે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા આપે છે. સફેદ કોળું તે પેકીની એક છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે. સફેદ કોળાનું શાક તમારા શરીરને જબરદસ્ત ઊર્જા આપે છે અને જ્ઞાનતંતુઓને ખૂબ જ શાંત રાખે છે. કેટલાક લોકો પોતાનું જીવન સારું બનાવવા માંગે છે.જો આવા લોકો પોતાના આહારમાં સફેદ કોળાનું સેવન કરે તો હેલ્થને અગણિત ફાયદા થાય છે. સદગુરુ અનુસાર, જો તમે તમારા આહારમાં સારી ઉર્જા વધારવા માંગો છો, તો સફેદ કોળાનું સેવન કરો. સફેદ કોળું એ ખૂબ જ સકારાત્મક ખોરાક છે જે સકારાત્મક ઉર્જાથી ભરપૂર છે.
ઘણા સંશોધનોમાં એ સાબિત થયું છે કે જો તમે દરરોજ એક ગ્લાસ કોળાનો રસ પીશો તો તમારા શરીરમાં કેન્સરના કોષોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. આનું સેવન કરવાથી તમારી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે. આ શાકભાજી વજન ઘટાડવામાં જાદુઈ અસર ધરાવે છે. બાળકોને સફેદ કોળાનો રસ જરૂર પીવો. રોજ સવારે ખાલી પેટ સફેદ કોળાનો રસ પીવો, તમારા શરીરને જબરદસ્ત એનર્જી મળશે. તેનું સેવન કરવાથી મન શાંત રહે છે.