Oats Chilla Recipe: મોટાભાગના લોકો નાસ્તામાં ઓટ્સ ખાવાનું પસંદ કરે છે. તેમાં સારી માત્રામાં ફાઇબર અને પ્રોટીન હોય છે. તેનું સેવન લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. તે વજન ઘટાડવામાં પણ ખૂબ મદદગાર છે. જોકે દરરોજ આ જ રીતે ઓટ્સ ખાવું ઘણા લોકોને કંટાળાજનક લાગે છે. આવી સ્થિતિમાં તમે ઓટ્સમાંથી સરળતાથી ચીલા બનાવી શકો છો. તે બાળકોથી લઈને પુખ્ત વયના લોકો સુધી દરેકને પસંદ આવે છે.
ઓટ્સ ચીલા બનાવવા માટેની સામગ્રી
- 1 કટોરી ઓટ્સ
- 2 મોટી ચમચી સુજી
- 2 મોટી ચમચી ચણાનો લોટ
- 1 ઝીણું સમારેલું લીલા મરચું
- થોડું છીણેલું આદુ, 1
- 1 બારીક સમારેલી ડુંગળી
- લીલા ધાણા
- સ્વાદ મુજબ મીઠું
- તેલ
ઓટ્સ ચીલા બનાવવાની રેસીપી
સ્ટેપ 1
ઓટ્સ ચીલા બનાવવા માટે સૌ પહેલા એક પેનમાં ઓટ્સને થોડું ડ્રાય રોસ્ટ કરી લો. રોસ્ટ કર્યા પછી તેને પુરી રીતે ઠંડુ કરીને મિક્સર જારમાં બરછટ રીતે ગ્રાઇન્ડ કરો. હવે આ ઓટ્સ પાવડરને એક મોટા બાઉલમાં બહાર કાઢો અને તેમાં સોજી અને ચણાનો લોટ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
આ પણ વાંચો – શિયાળામાં શરીરને ગરમ રાખશે, એકવાર બનાવો અને આખો મહિનો ખાઓ આ દેશી નાસ્તો
સ્ટેપ 2
હવે બાઉલમાં ઝીણા સમારેલા લીલા મરચાં, છીણેલું આદુ, સમારેલી ડુંગળી અને ઝીણું સમારેલું કોથમીર ઉમેરો. આ પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરો અને મિશ્રણને સારી રીતે ફેટી લો. જો તે ખૂબ જાડું હોય તો તમે તેમાં થોડું પાણી પણ ઉમેરી શકો છો. હવે આ ખીરાને 2-3 મિનિટ માટે છોડી દો.
સ્ટેપ 3
હવે એક તવા કે નોન-સ્ટીક પેનને થોડું તેલ લગાવી ગરમ કરી લો. જ્યારે તે ગરમ થાય ત્યારે તેના પર ખીરું પાથરી ધીમા તાપ પર તે બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. આ રીતે તમે ઓટ્સમાંથી ચીલા તૈયાર કરી શકો છો. તમે દહીં, ચટણી અથવા સોસ સાથે ઓટ્સ ચીલા ખાઈ શકો છો.





