Bajra Idli Recipe : બાજરી પૌષ્ટિક અનાજ છે. બાજરી ગરમ હોય છે આથી શિયાળામાં તેના રોટલા ખાવામાં આવે છે. બાજરી માંથી રોટલા, પરાઠા, રાબ, વડા સહિત વિવિધ વાનગીઓ બને છે. જો તમને બાજરી ખાવી ગમે છે અને કંઇક યુનિક વાગની ખાવાની ઇચ્છા છે, તો તમારે બાજરી ઇડલી ખાવી જોઇએ. ફાઇબર, પ્રોટીન, આયર્નથી ભરપૂર બાજરી ઇડલી સવારના નાસ્તા માટે ઉત્તમ આહાર વાનગી છે. ચાલો જાણીયે બાજરી ઇડલી બનાવવાની રીત
બાજરી ઇડલી બનાવવા માટે સામગ્રી
બાજરી : 1 કપછાશ : છાશકાળા મરી પાઉડર : 1 ચમચીમીઠું : સ્વાદ અનુસાર
How to make Bajra Idli : બાજરી ઇડલી કેવી રીતે બનાવવી
બાજરીની ઇડલી બનાવવા માટે પહેલા બાજરીને સારી રીતે સાફ કરો. હવે એક વાસણમાં બાજરી નાંખો, તેમા 1 કપ છાશ રેડો. તેને લગભગ 2 કલાક સુધી પલાળી રાખો. હવે તેમાં કાળા મરી અને મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરો. આ મિશ્રણ મિક્સર જારમાં રેડી ખીરું તૈયાર કરો.
હવે બાજરીના ખીરામાં બેકિંગ સોડા ઉમેરો, પછી તેને સારી રીતે ફેટી લો. એક સ્ટીમરમાાં પાણી ગરમ કરો. ઇટલી ટ્રેમાં આ મિશ્રણ રેડી તેને બાફવા મૂકો. ઇટલીને 10 થી 12 મિનિટ સુધી વરાળમાં બાફો. બાજરી ઇડલી બફાઇ જાય એટલે સ્ટીમર માંથી બહાર કાઢી લો.
બાજરી ઇડલી ગરમા ગરમ સાંભર સાથે સર્વ કરો. બાજરી ઇડલીને લાલ મરચાની ચટણી, નારિયેળ ચટણી, લીલી ચટણી સાથે પણ ખાઇ શકાય છે.





