Health Tips : લાંબી ઉંમર અને યુવાન દેખાવા માટે સવારે નાસ્તમાં આ ચીજ ખાઓ, અહીં નામ સાથે ફાયદા જાણો

Anti Aging Foods: પોષકતત્વોથી ભરપૂર ડાયેટ દ્વારા તમે તમારી ઉંમર અને સુંદરતા વધારી શકો છો. વૃદ્ધાવસ્થા ટાળવા અને લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માટે, તમારે તમારા આહારમાં કેટલીક ચીજોનો સમાવેશ કરવો જોઈએ.

Written by Ajay Saroya
September 29, 2025 13:28 IST
Health Tips : લાંબી ઉંમર અને યુવાન દેખાવા માટે સવારે નાસ્તમાં આ ચીજ ખાઓ, અહીં નામ સાથે ફાયદા જાણો
Anti Aging Foods : એન્ટિ એજિંગ ફૂડ ડાયટ. (Photo: Freepik)

Anti Aging Foods List : લાંબા સમય સુધી માટે સ્વસ્થ, તંદુરસ્ત અને યુવાન રહેવા માટે યોગ, કસરત, પૌષ્ટિક આહાર, પુરતી ઊંઘ આ બધા નિત્યક્રમમાં જરૂરી છે. આ વસ્તુઓ દ્વારા જ વૃદ્ધત્વ ધીમું થઈ શકે છે. જો તમે પણ તમારું જીવન લંબાવવા માંગતા હોવ અને યુવાન રહેવા માંગતા હો, તો તમારે નાસ્તામાં કેટલીક વસ્તુઓ જરૂર સામેલ કરવી જોઈએ.

આ તમને માત્ર વૃદ્ધત્વને રોકવામાં મદદ કરવાની સાથે સાથે સ્વસ્થ જીવન તરફ દોરી જશે. એવી ચીજો સવારે નાસ્તામાં ખાવી જોઈએ જેનાથી શરીરને ઉર્જા મળે, સાથે જ શરીર સ્વસ્થ હતું. નાસ્તામાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, વિટામિન્સ, ખનિજો અને તંદુરસ્ત ચરબી હોવી જોઈએ. ચાલો જાણીએ કે આ માટે તમારે શું ખાવું જોઇએ.

સવારે નાસ્તામાં પ્રોટીનવાળો આહાર લેવો

સવારના નાસ્તામાં તમારે પ્રોટીનથી ભરપૂર ચીજો ખાવી જોઈએ. તેનાથી તમને ઉર્જા મળશે. સાથે જ સ્નાયુઓ મજબૂત બનશે. આ માટે તમે બદામ અને ઇંડાનું સેવન કરી શકો છો. પાલક ઉપરાંત ટામેટામાં એન્ટીઑકિસડન્ટ અને ફાઇબર હોય છે. આ ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખે છે.

સવારના નાસ્તામાં આખા અનાજ ખાઓ

જો તમે નાસ્તામાં આખા અનાજ લો છો, તો તે શરીરને પુષ્કળ પોષણ આપે છે. ઉપરાંત, શરીર વધુ સક્રિય હોય છે. જે લોકો આખા અનાજમાંથી બનેલી વસ્તુઓ ખાય છે તેમને ઘણા પ્રકારના રોગો થવાની સંભાવના ઓછી હોય છે. નેચર ફૂડના એક સંશોધન મુજબ, આહારમાં આખા અનાજનું સેવન કરવાથી ઉંમર 9-10 વર્ષ સુધી વધી જાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ