Healthy Diet : સવારના નાસ્તમાં ઝટપટ તૈયાર થતા સોજીના ચિલ્લા સ્વાસ્થ્ય માટે ગુણકારી, જાણો ફાયદા

Healthy Diet : સોજીમાંથી બનેલ આ લોકપ્રિય નાસ્તાના ઘણા સ્વાસ્થ્ય ફાયદાઓ છે. ચિલ્લા ઝટપટ અને ઓછા ટાઈમમાં તૈયાર થાય છે, સવારના નાસ્તમાં તેનું સેવન એનર્જી પ્રદાન કરે છે. વધુમાં અહીં વાંચો.

Healthy Diet : સોજીમાંથી બનેલ આ લોકપ્રિય નાસ્તાના ઘણા સ્વાસ્થ્ય ફાયદાઓ છે. ચિલ્લા ઝટપટ અને ઓછા ટાઈમમાં તૈયાર થાય છે, સવારના નાસ્તમાં તેનું સેવન એનર્જી પ્રદાન કરે છે. વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
New Update
Healthy Diet homemade suji chilla morning breakfast Diet tips in gujarati

Healthy Diet હેલ્ધી ડાયટ હોમમેઇડ સુજી ચિલ્લા સવારના નાસ્તાની ટીપ્સ (Source : Neena Gupta/Instagram)

Healthy Diet : હેલ્થી ડાયટ (Healthy Diet) ન માત્ર તમારો મૂડ જ સુધારે પરંતુ તમારા પેટ ભરેલું રાખવામાં પણ મદદ મળે છે, જેથી ભૂખ કંટ્રોલમાં રહે છે. તાજતેરમાં એક્ટ્રેસ નીના ગુપ્તાએ હોમેમેઈડ ચિલ્લા (Homemade chilla) ની સ્ટોરી શેર કરી હતી. ચિલ્લાએ ઝટપટ તૈયાર થતી રેસિપી છે, અહીં જાણો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહિ,

Advertisment
Healthy Diet homemade suji chilla morning breakfast Diet tips in gujarati
Healthy Diet હેલ્ધી ડાયટ હોમમેઇડ સુજી ચિલ્લા સવારના નાસ્તાની ટીપ્સ (Source : Neena Gupta/Instagram)

સોજીમાંથી બનેલ આ લોકપ્રિય નાસ્તાના ઘણા સ્વાસ્થ્ય ફાયદાઓ છે. ચિલ્લા ઝટપટ અને ઓછા ટાઈમમાં તૈયાર થાય છે, સવારના નાસ્તમાં તેનું સેવન એનર્જી પ્રદાન કરે છે અને ભૂખ કંટ્રોલ કરવમાં મદદ કરે છે. આવશ્યક પોષક તત્વો જેમ કે આયર્ન અને બી વિટામિન્સની ભરપૂર છે. આ રેસિપીમાં તમે તમારા સ્વાદ અને પસંદગી મુજબ શાકભાજી એડ કરી શકો છો. તેમાં ઉમેરવામાં આવતા શાકભાજી અને દહીંનો સમાવેશ તેના પોષક મૂલ્ય અને સ્વાદને વધારે છે.

આ પણ વાંચો: Cinnamon : શું તજનું સેવન મહિલાઓ માટે ફાયદાકારક સાબિત થઇ શકે? જાણો

Advertisment

હેલ્થ એક્સપર્ટ અનુસાર, આ ચિલ્લામાં પાલક, ટામેટાં અને કેપ્સિકમ જેવી શાકભાજી વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર જેવા પોષક તત્ત્વોમાં વધારો કરે છે. સ્વાદ અને ટેક્સચરનું વાઇબ્રન્ટ મિશ્રણ સોજીના ચિલ્લા એક પૌષ્ટિક વાનગી છે. આ રેસિપીમાં દહીં ઉમેરવામાં આવે છે જે પ્રોબાયોટિક્સ છે જેથી આંતરડાના સ્વાસ્થ્ય અને પાચનને ટેકો આપે છે, આ ઉપરાંત પ્રોટીનને પણ બોડીને પ્રદાન થઇ શકે છે, તેથી આ નાસ્તો બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે.

આ પણ વાંચો: મહિલા માટે પુરુષ કરતા વધુ પ્રોટીન કેમ જરૂરી છે? સ્ત્રીઓએ દિવસમાં પ્રોટીનનું કેટલું સેવન કરવું?

સોજીના ચિલ્લા ખાવાના ફાયદા :

કેલરીનું પ્રમાણ ઓછું : સોજી ચિલ્લામાં ઓછી કેલરીની માત્રા જોતા હોય તેમના માટે દહીં એ સંતોષકારક, ઓછી કેલરીવાળો વિકલ્પ બની શકે છે.

પાચન માટે સારા : દહીંમાં રહેલા પ્રોબાયોટીક્સ આંતરડાનું સ્વાસ્થ્ય સુધારે છે. માઇક્રોબાયોટા સંતુલિત અને આંતરડાના માઇક્રોબાયોમને જાળવવું એ વિવિધ સ્વાસ્થ્ય લાભો સાથે સંકળાયેલું છે.

કાર્બોહાઇડ્રેટ્સ પ્રદાન કરે : સોજી કાર્બોહાઇડ્રેટ્સ પ્રદાન કરે છે જે ધીમે ધીમે પચાય છે, જે એનર્જી પ્રદાન કરે છે

વજન કંટ્રોલ કરવામાં મદદ કરે : સોજી, શાકભાજી અને દહીંનું મિશ્રણ ભૂખ કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. જે એકંદરે વેઇટ લોસમાં મદદ કરી શકે છે.

જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips