Delicious Vegetable Pancake Recipe : સવારનો નાસ્તો દિવસનો પ્રથમ આહાર છે, જે બહુ મહત્વનો હોય છે. બ્રેકફ્રાસ્ટ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ હોવો જોઇએ છે. ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે, સવારે નાસ્તામાં એક ને એક વાનગી ખાઇ કંટાઇ ગયા છે. આવી સ્થિતિમાં તમારે યુનિક બ્રેકફ્રાસ્ટ રેસીપી ટ્રાય કરવી જોઇએ. જો તમે ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવા માંગતા હોવ તો વેજિટેબલ પેનકેક એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. તેમા ઘણા પ્રકારની શાકભાજી ઉમેરવામાં આવે છે, જે શરીરને જરૂરી પોષણ આપે છે. તમે વધારે મહેનત કર્યા વિના સવારે થોડી વારમાં નાસ્તો તૈયાર કરી શકો છો.
વેજિટેબલ પેનકેક ખાવાના ફાયદા
વેજિટેબલ પેનકેક એક હેલ્ધી નાસ્તો છે. તેમાં ફાઇબર, વિટામિન્સ અને ઘણા પ્રકારના મિનરલ્સ હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે. તેનાથી વજન પણ કંટ્રોલમાં રહે છે. તેમાં વિવિધ પ્રકારના રંગબેરંગી શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે, જે બાળકોને આકર્ષે છે.
Vegetable Pancakes Recipe Ingredients : વનસ્પતિ પેનકેક બનાવવા માટે સામગ્રી
1 કપ ચણાનો લોટ1/2 કપ ખમણેલું ગાજર1/2 કપ ઝીણી સમારેલી ડુંગળી1/2 કપ ઝીણા સમારેલા કેપ્સીકમ1/2 કપ કોબીજ2 લીલા મરચાંસ્વાદ મુજબ મીઠું1/2 ચમચી કાળા મરી પાઉડરલીલું કોથમીરપાણીતેલ
Vegetable Pancakes Recipe : વેજિટેબલ પેનકેક કેવી રીતે બનાવશો?
વેજિટેબલ પૅનકેક બનાવવા માટે, સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ચણાનો લોટ લો. હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરીને પાતળું ખીરું તૈયાર કરો. આ ખીરામાં સમારેલા તમામ શાકભાજી, મીઠું, કાળા મરી, લીલા મરચાં અને લીલા ધાણા ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
ગેસ ચાલુ કરી નોન સ્ટીક પેન ગરમ કરો, તેના પર સહેજ તેલ લગાવો.
હવે ચણા અને શાકભાજીમાંથી તૈયાર કરેલું મિશ્રણ પેન પર રેડી તેને ગોળ આકારમાં પાથરી ધીમા તાપે બન્ને બાજુએથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. આ રીતે તમે સરળતાથી વેજિટેબલ પેનકેક તૈયાર કરી શકો છો.
આ પણ વાંચો | ફળ પર સ્ટિકર કેમ ચોંટાડવામાં આવે છે? કુદરતી અને કેમિકલથી પકવેલા ફળ આ રીત ઓળખો
આ રીતે ઘરે બનાવેલું વેજિટેબલ પેનકેક લીલી અને લાલ ચટણી કે દહીં સાથે ગરમ ગરમ ખાઈ શકો છો. તે બાળકોથી લઈ મોટી ઉંરના લોકો સુધી દરેકને ગમશે.





