/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Healthy-Pizza-Recipe.jpg)
ઓવન વગર બનાવો નાસ્તામાં હેલ્ધી પીઝા, બાળકો ખાતા રહી શકે
Healthy Pizza Recipe | જ્યારે તમે પિઝા (Pizza) બનાવાની વાત કરો છો, ત્યારે સૌથી પહેલી વસ્તુ જે ધ્યાનમાં આવે છે તે એ છે ઓવન. પરંતુ આ હેલ્ધી પીઝા બનાવવા માટે તમારે ઓવનની જરૂર નથી, તમે ઘરે પેનમાં રેસ્ટોરન્ટના સ્વાદ જેવા પીઝા બનાવી શકો છો. એના માટે રસોડામાં માત્ર તમારે બચેલા થોડા શાકભાજી અને ચણા પૂરતા જોઈએ. તે ઘરે જ તૈયાર કરવામાં આવે છે અને તેમાં કોઈ પણ પ્રકારનો ફ્લેવર કે કલર ઉમેરવામાં આવ્યો નથી.
હેલ્ધી પીઝામાં ખાલી ઘરના શાકભાજી ઉમેરવામાં આવ્યા છે. બાળકોને આ હેલ્ધી પીઝા ખુબજ ભાવશે, સવારે નાસ્તામાં બનાવો ઓવન વગર આ હેલ્ધી પીઝા, બાળકો ખુશ થઇ જશે!
હેલ્ધી પીઝા રેસીપી (Healthy Pizza Recipe)
સામગ્રી :
3 કપ બાફેલા ચણા
1 કપ દહીં
2-3 સમારેલ લીલા મરચા
જરૂર મુજબ પાણી
સ્વાદ મુજબ મીઠું
1/2 ચમચી બેકિંગ પાવડર
2 ચમચી ઓલિવ તેલ
4-5 ચમચી ટામેટાની ચટણી
100 ગ્રામ ચીઝ
ઘરે ઉપલબ્ધ શાકભાજી
1/2 ચમચી હળદર પાઉડર
હેલ્ધી પીઝા રેસીપી (Healthy Pizza Recipe)
- 3 કપ ચણાને પાણીમાં પલાળીને તેને બાફી લો. તેમાં એક કપ દહીં, ત્રણ લીલાં મરચાં, સ્વાદ મુજબ મીઠું અને પાણી ઉમેરીને પીસી શકાય છે.
- જો આ પીઝા ઝટપટ તૈયાર કરવા માંગો છો, તો થોડો બેકિંગ પાવડર ઉમેરો અને થોડી વાર માટે લોટને બાજુ પર રાખો.
- હવે એક પેન ગરમ કરો એમાં થોડું તેલ નાખો તેમાં ઉપલબ્ધ શાકભાજી (ગાજર, કેપ્સિકમ, ટમાટર, ડુંગળી) ના નાના ટુકડા કરો અને સાંતળો.
- જો તમારી પાસે પનીર હોય, તો તમે તેને ઉમેરીને પણ સાંતળી શકો છો.
- એક ચપટી હળદર પાવડર ઉમેરી હલાવો.
- પૂરતું મીઠું ઉમેરી હલાવો અને ગેસ બંધ કરો અને મિશ્રણને ઠંડુ થવા દો.
- હવે એક પેનમાં ચણાનું બેટર નાખો અને ગોળ શેપમાં ફેરવો બંને બાજુ પકાવો.
- એના પર થોડી ટામેટાની ચટણી અથવા પિઝા સોસ લગાવો.
- આની ઉપર બાફેલા શાકભાજી ઉમેરો.
- તેમાં થોડું છીણેલું પનીર અને થોડા છીણેલા લાલ મરચા ઉમેરીને ઢાંકીને ધીમી આંચ પર પકાવો.
- થોડીવાર બાદ પિઝા થઇ જાય એટલે ગેસ બંધ ગરમ ગરમ હેલ્ધી પીઝા સર્વ કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us