Foods Boost Immunity in Winter: શિયાળાની ઋતુની શરૂઆત થઇ ગઈ છે. આ ઋતુ આમ તો મોટાભાગના લોકોની પ્રિય ઋતુ છે. પરંતુ આ ઋતુની શરૂઆત થતાંજ મોસમી શરદી, તાવ, ખાંસી જેવી બીમારીઓની ઝપેટમાં આવવાનું જોખમ પણ વધી જાય છે. આ ઋતુમાં ઇમ્યુનીટી સિસ્ટમ નબળી હોવાથી જોખમ વધે છે, તેથી લોકો બીમાર પડે છે. શિયાળામાં બાળકો, ઘરડા લોકોની ઇમ્યુનીટી નબળી હોવાથી તેમનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. બદલાતી ઋતુનો સામનો કરવા ઈમ્યુનિટીને મજબૂત કરવી ખુબજ જરૂરી છે.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞના મત મુજબ શિયાળામાં મોટાભાગના લોકો ઘરમાંજ રહેવાનું પસંદ કરે છે, જેથી તેમની ઇમ્યુનીટી નબળી થઇ જાય છે. તેથી તેઓ સરળતાથી બીમાર પડે છે. રાજીવ દીક્ષિતના મુ મુજબ ભારત વિટામિન અને મિનરલ્સનો ખજાનો છે. તેમણે કહ્યું કે ઇમ્યુનીટી સિસ્ટમને બુસ્ટ કરવા માટે કેટલાક ખાદ્ય પદાર્થોને તમારા ડાયટમાં લેવા જોઈએ.
બ્રોકલી
બ્રોકલીમાં ઘણા આયુર્વેદિક અને ઔષધીય ગુણો હોય છે. આ શાકભાજીનું સેવન ખુબજ ઓછા લોકો કરતા હોય છે. પરંતુ વિશેષજ્ઞ આ શાકભાજીનો નિયમિત ઉપયોગ કરવા ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. બ્રોકલી વિટામિન સી થી ભરપૂર છે. વિટામિન સી ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત કરે છે. બ્રોકલીમાં સંતરા જેટલું વિટામિન સી હોય છે.
આ પણ વાંચો: Avoid Foods in Diet: આ 4 ફૂડ્સ આજેજ કરો ડાયટમાંથી કરો સ્કિપ, અહીં જાણો કેમ
ગાજર
ગાજરમાં ઘણા ઔષધીય ગુણો હાજર છે. ગાજરનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા બે ગણી થઇ જાય છે. ગાજરમાં બીટા કેરોટીન હોય છે, જે થોડા સમય પછી વિટામિન એમાં પરિવર્તિત થાય છે. અને વિટામિન એમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે શરીરમાંથી ઝેરી પદાર્થોનો નિકાલ કરવામાં મદદ કરે છે.
આદુ
આદુ સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓના ઉપાય કરવામાં મદદ કરે છે, તેનો એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ શિયાળા સંબંધી ઘણી બીમારીઓમાંથી છુટકારો મેળવામાં અસરકારક છે. આદુથી ઇમ્યુનીટી પણ મજબૂત થાય છે.
શકરીયા
શકરીયામાં વીટમેન એ, પોટેશિયમ જેવા જેવા ઘણા મહત્વપૂર્ણ પોષકતત્વો હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને વિટામિન સીની ઉણપ પણ પુરી કરે છે.
બાજરી, રાગી અને લીલી શાકભાજી
બાજરી, રાગી અને લીલા શાકભાજીને ડાયટમાં શામેલ કરવા જોઈએ. તે આવશ્યક વિટામિન અને ખનીજ પ્રદાન કરે છે જે સમગ્ર સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. તમારા આહારમાં તમે પાલક, લીલા પાંદડા વાળા શાકભાજી વગેરે સામેલ કરવું જોઈએ. તે પોટેશિયમથી ભરપૂર હોય છે અને શરરીમાં સેલ્યુલર પ્રક્રિયાને કંટ્રોલ કરે છે.
જામફળ
જામફળ જામફળ સ્વાદે મીઠા અને સ્વાદિષ્ટ હોય છે. તેમાં વિટામિન સી અને વિવિધ પ્રકારના એન્ટીઑકિસડન્ટો વધુ હોય છે, જે મુક્ત રેડિકલ સામે લડવામાં અને કોષોને થતા નુકસાનને રોકવામાં મદદ કરે છે.તેમાં ફાઈબર પણ વધુ હોય છે, તેથી તે તમારા હૃદય અને બ્લડ સુગર માટે ફાયદાકારક છે.
આ પણ વાંચો: Vitamin D Deficiency: શિયાળામાં વિટામિન-ડીની ઉણપને દૂર કરશે આ 4 ફૂડ્સ, જાણો
સફરજન
સફરજન બળતરા ઘટાડીને તમારી ઇમ્યુનીટી મજબૂત કરે છે. સફરજનમાં પેકટિન ફાઈબર, વિટામિન સી વિટામિન કે નું પ્રમાણ વધુ હોય છે તેથી ઘણા ન્યુટ્રિશનિસ્ટો તેમને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ભલામણ કરે છે.
ગુંદરના લાડુ
ગુંદરના લાડુ પેટ ભરપૂર રાખે અને ઉર્જાથી ભરપૂર છે. આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ વધારવા અને બળતરા ઓછી કરવા માટે સૂતા પહેલા હળદરનું ગરમ દૂધ પીવો.