Health Tips For Heart Attack In Morning: બોલિવૂડની સુપરહિટ ફિલ્મ ‘ધૂમ’ના દિગ્દર્શક સંજય ગઢવી હવે આ દુનિયા નથી. ફિલ્મ દિગ્દર્શકનું 19 નવેમ્બરે સવારે 10 વાગ્યે હાર્ટ એટેકથી મોદ થયુ છે. અહેવાલો અનુસાર, સંજય ગઢવી સવારે લોખંડવાલા બેકરોડ પર મોર્નિંગ વોક કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની છાતીમાં ભારે દુખાવો થવા લાગ્યો. આ જોઈને ડાયરેક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલ કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. સંજય ગઢવીના નિધનથી સમગ્ર બોલિવૂડને મોટી ખોટ પડી છે. આ સાથે જ તેમના મૃત્યુ બાદ ફરી એકવાર લોકોના મનમાં આ સવાલ ઉઠવા લાગ્યો છે કે વહેલી સવારે કેમ વધુ હાર્ટ એટેક આવે છે? આ લેખમાં, અમે તમને આ પ્રશ્નનો જવાબ આપી રહ્યા છીએ, અને હાર્ટ એટેક પહેલા જોવા મળતા કેટલાક સંકેતો અને આ જોખમને કેવી રીતે ઘટાડી શકાય તે વિશે પણ જાણીશું.
હાર્ટ એટેક વિશે હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે?
આ બાબત વિશે, ફોર્ટિસ એસ્કોર્ટ્સ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ (દિલ્હી)ના ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીના ડાયરેક્ટર પ્રિન્સિપાલ ડૉ. નિશીથ ચંદ્રા કહે છે કે, સવારે સૂર્યોદય પછી જ આપણું શરીર દિવસભરની પ્રવૃત્તિઓ માટે તૈયારી કરવાનું શરૂ કરે છે. આ સમય દરમિયાન, એડ્રેનાલિન અને તેના જેવા ઘણા હોર્મોન્સનો શરીરમાં ઝડપથી સ્ત્રાવ થાય છે. ઉપરાંત કોર્ટિસોલ પણ સવારે ઝડપથી વધે છે. તમને જણાવી દઈએ કે કોર્ટિસોલને સ્ટ્રેસ હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હોર્મોન ખાસ કરીને સવારે તેના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચી શકે છે. કોર્ટિસોલ માત્ર લોહીને જાડું કરતું નથી, પરંતુ તે પ્લેટલેટ્સને વધુ ચીકણું પણ બનાવે છે, જેના કારણ તે એક સાથે એકઠા થવા લાગે છે.

હવે જ્યારે બ્લ્ડના પ્લેટલેટ્સ ચીકણા થઈ જાય છે અને એડ્રેનાલિન સ્ત્રાવ વધવા લાગે છે, ત્યારે કોરોનરી ધમનીઓમાં પ્લાક તૂટવા લાગે છે. સવારના પ્રથમ થોડા કલાકોમાં આપણું બ્લડપ્રેશર અને હાર્ટ રેટ વધી જાય છે. સર્કેડિયન રિધમના પ્રતિભાવમાં હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં આ વધારો સવારે દરમિયાન રક્તવાહિની તંત્રને ગંભીર રીતે પ્રભાવિત કરે છે, હૃદયરોગના હુમલાની શક્યતા વધારી દે છે.
ડોક્ટર નિશીથ ચંદ્રા જણાવે છે કે, બદલાતા હવામાનની સાથે સવારે આસપાસનું તાપમાન સૌથી ઓછું હોય છે. આવી સ્થિતિમાં શરીરની ગરમી બચાવવા માટે ધમનીઓ સંકુચિત થાય છે અને પરિણામે હૃદયને વધુ પમ્પ કરવું પડે છે. તેનાથી બ્લડ પ્રેશર વધે છે, જે હાર્ટ એટેકનું કારણ બને છે.
સવારે જાગ્યા બાદ જોખમ કેવી રીતે વધે છે?
ઘણા કેસોમા સવારમાં જાગ્યા બાદ અથવા ઊંઘ દરમિયાન જ હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળે છે. આ વિશે વાત કરતાં ડૉક્ટર સમજાવે છે કે, જ્યારે તમે તમારી ઊંઘના છેલ્લા તબક્કામાં હોવ, જેને તબીબી ભાષામાં REM (રેપિડ આઇ મૂવમેન્ટ સ્લીપ) કહેવાય છે, તે દરમિયાન બ્લડ પ્રેશર સાથે હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે. શ્વાસ પણ વધે છે, જે પ્લાકના ભંગાણમાં પરિણમી શકે છે.
શરીરની સર્કેડિયન સિસ્ટમ, જેને આપણે બોડી ક્લોક કહીએ છીએ, તે તમને જાગૃત રાખવા અને દિવસભરના થાકને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તે દિવસભર વધતું અને ઘટતું રહે છે. આ સાથે તમારા મગજ અને રક્ત વાહિનીઓમાં કેટલાક રસાયણો પણ વધે છે અને ઘટે છે. આવી સ્થિતિમાં, સવારે, ખાસ કરીને સવારે 6-6:30 વાગ્યાની આસપાસ, સર્કેડિયન સિસ્ટમ કોષોને PAI-1 પ્રોટીનની વધેલી માત્રા મોકલે છે. તે જ સમયે, લોહીમાં PAI-1 પ્રોટીનનું પ્રમાણ જેટલું વધારે છે, તેટલું લોહીના ગંઠાવાનું જોખમ વધારે છે, જે હાર્ટ એટેક તરફ દોરી શકે છે.
સવારના હાર્ટ એટેકથી બચવાની ટીપ્સ
ડૉ. નિશીથ ચંદ્રા જણાવે છે કે સવારે અમુક બાબતોનું ધ્યાન રાખવાથી તમે હાર્ટ એટેકના જોખમને ટાળી શકો છો અથવા ઘટાડી શકો છો. જો તમે હાઈ બીપીના દર્દી છો, તો તમને જણાવી દઈએ કે સવારે બીપી વધવાનું જોખમ સૌથી વધુ હોય છે, આવી સ્થિતિમાં ઊંઘમાંથી ઉઠતાની સાથે જ તમારું બીપી ચેક કરો અને વધારેની સલાહ લીધા પછી યોગ્ય દવા લો.

હ્રદયની સમસ્યા ધરાવતા લોકોએ બહુ ઠંડીમાં બહાર ન જવું જોઈએ. ઉપરાંત, જો તમે વ્યાયામ અથવા અન્ય કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરો છો, તો પછી એવી જગ્યા પસંદ કરો જ્યાં સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં તમારા સુધી પહોંચી શકે.
કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરતા પહેલા બે થી ત્રણ ગ્લાસ પાણી પીવો. ઉપરાંત, હાઇ ઇન્ટેન્સિટી વર્કઆઉટ એટલે કે ભારે કસરત કરવાની પહેલા હંમેશા વોર્મ અપ કરો.
જો તમે વર્કઆઉટ ન કરતા હોવ તો દિવસમાં ઓછામાં ઓછી પાંચ મિનિટ ચાલવા જાઓ.
આ પણ વાંચો | કોરોના રસથી યુવાનોમાં હાર્ટ એટેક અને મોતના કેસ વધી રહ્યા છે? ICMRના રિસર્ચ રિપાર્ટમાં મોટો ખુલાસો
આ લક્ષણોને અવગણશો નહીં
જો તમે અચાનક છાતીમાં દુખાવો અનુભવો છો, તો તરત જ હોસ્પિટલમાં જાઓ.જો તમને રાત્રે સૂતી વખતે અથવા સવારે ઉઠ્યા પછી અચાનક શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત જ સાવધાન થઈ જાવ.
(Disclaimer: આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે સૌથી પહેલા નિષ્ણાંત ડૉક્ટરની સલાહ લેવી.





