Heart Attack : ગુસ્સો કરવાને કારણે હાર્ટ એટેક આવી શકે છે? શરીર પર કેવી અસર કરે? જાણો

Heart Attack : કોમોર્બિડિટીઝ (હાઈ બીપી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ) ના દર્દીઓ માટે ગુસ્સા ને કંટ્રોલ કરવો આવશ્યક છે, ખાસ કરીને જેઓ પહેલાથી જ હૃદયની બાયપાસ સર્જરી કરાવી ચૂક્યા છે.

Written by shivani chauhan
July 03, 2024 07:00 IST
Heart Attack : ગુસ્સો કરવાને કારણે હાર્ટ એટેક આવી શકે છે? શરીર પર કેવી અસર કરે? જાણો
ગુસ્સો કરવાને કારણે હાર્ટ એટેક આવી શકે છે? શરીર પર કેવી અસર કરે? જાણો

Heart Attack : શું તમે એવા લોકોમાંના એક છો વારંવાર ગુસ્સો આવે ત્યારે વસ્તુઓ ફેંકવાની કે ચીસો પાડવાની આદત છે? તમને કદાચ ખબર નહીં હોય કે અચાનક ગુસ્સો આવવાથી હાર્ટ એટેક આવી શકે છે. એક કરતાં વધુ અભ્યાસમાં હાર્ટ એટેક (Heart Attack) ના કેસ અને ગુસ્સા વચ્ચે કંઈક સંબંધ જોવા મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારે લાગણીઓ હૃદયની નળીઓને સંકુચિત કરીને અને રક્ત પ્રવાહને અસર કરીને બે કલાકની અંદર જોખમ વધારે છે. વધુ તીવ્ર અથવા વારંવાર ગુસ્સો આવવો, સમયાંતરે વ્યક્તિના હૃદયના સ્વાસ્થ્યનું જોખમ વધારે છે.

ગુસ્સોએ તણાવનું કારણ પણ છે, જે બદલામાં તમને ઘણી આદતો તરફ દોરી શકે છે જેમ કે ઓવર ઈટિંગ, ઊંઘમાં ખલેલ, જે તમારા હૃદયરોગના હુમલાનું જોખમ વધારી શકે છે.

Hear Attack Reason
ગુસ્સો કરવાને કારણે હાર્ટ એટેક આવી શકે છે? શરીર પર કેવી અસર કરે? જાણો

આ પણ વાંચો: High Blood Pressure : હાઈ બ્લડ પ્રેશરનું કારણ તણાવ છે? ક્યાં ફૂડનું સેવન કરવું? જાણો

હાર્ટ એટેકનું જોખમ કેવી રીતે વધે છે?

ગુસ્સો એડ્રેનાલિન, એપિનેફ્રાઇન અને કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોન્સ લેવલને ઉત્તેજિત કરે છે. આ પહેલા હૃદયના ધબકારા અને પછી બ્લડ પ્રેશર (બીપી) વધારે છે. તે માથાનો દુખાવો, પરસેવો, હૃદયના ધબકારા, છાતીમાં દુખાવો અને ચિંતા તરફ દોરી શકે છે. હવે જો અંતર્ગત ધમનીઓ સ્વસ્થ ન હોય અથવા જો ધમનીઓ પહેલાથી જ બ્લોક હોય, તો ઉપરોક્ત પરિસ્થિતિઓને કારણે હૃદય પરના તાણથી લોહી ગંઠાઈ શકે છે, રક્ત પ્રવાહ અવરોધાય છે અને પરિણામે હૃદય બંધ થઈ શકે છે. એટેક અતિશય એડ્રેનાલિન હૃદયને લોહી પહોંચાડતી નાની ધમનીઓને સાંકડી થવાનું કારણ બની શકે છે, જેના કારણે રક્ત પ્રવાહમાં અસ્થાયી ઘટાડો થાય છે.

કેટલીકવાર, વધારાનું એડ્રેનાલિન હૃદયના કોષો સાથે સીધું જ જોડાઈ શકે છે, જેના કારણે મોટી માત્રામાં કેલ્શિયમ કોષોમાં પ્રવેશ કરે છે. આ હૃદયના નિયમિત ધબકારા સાથે દખલ કરે છે અને હૃદયના સ્નાયુઓને નબળા બનાવી શકે છે. જેને આપણે સ્ટ્રેસ કાર્ડિયોમાયોપેથી કહીએ છીએ.

કોને ગુસ્સો કંટ્રોલ કરવો જરૂરી?

કોમોર્બિડિટીઝ (હાઈ બીપી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ) ના દર્દીઓ માટે ગુસ્સા ને કંટ્રોલ કરવો આવશ્યક છે, ખાસ કરીને જેઓ પહેલાથી જ હૃદયની બાયપાસ સર્જરી કરાવી ચૂક્યા છે.

હેલ્થ એક્સપર્ટ યોગ અને મેડિટેશન કરવાની ભલામણ કરે છે. તે બંને તમને તમારા મન અને સહજ વર્તનને શાંત કરવામાં મદદ કરી શકે છે. ગુસ્સા પર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પ્રાણાયામની જેમ ઊંડા શ્વાસ લેવાની તકનીક તમને તરત જ આરામ આપી શકે છે અને તમારા હૃદયના ધબકારા ધીમી કરી શકે છે.

આ પણ વાંચો: Health Tips : શું સૂર્યોદયના 45 મિનિટ પહેલાં જાગવાથી પેટ કુદરતી રીતે સાફ થઇ શકે? જાણો

આ ઉપરાંત, જો ગુસ્સે આવવાનું જોખમ હોય, તો તમારે હાર્ટ એટેક માટેના અન્ય તમામ જોખમી પરિબળોને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કેટલાક સંશોધકોએ શોધી કાઢ્યું છે કે સ્વસ્થ લોકો, જેઓ ઘણીવાર ગુસ્સે હોય છે, તેઓને હૃદય રોગ થવાની સંભાવના શાંત લોકો કરતાં 19 ટકા વધુ હોય છે.

યાદ રાખો કે તમે ગુસ્સો કરીને તમારી જાતને નુકસાન પહોંચાડી શકો છો. એ પણ જાણો કે તમારો આક્રોશ કદાચ તે સમસ્યાને હલ કરી શકશે નહીં પરંતુ સામે વાળા વ્યક્તિને વધુ ઉશ્કેરી શકે છે. જો તમારો ગુસ્સો બેકાબૂ હોય તો કાઉન્સેલિંગનો સહારો લઇ શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ