Health Tips : કબજીયાત મટાડવા દરરોજ ચમચી તેલ પીવો, પેટ રહેશે સાફ; સદગુરુ એ જણાવી પેટને સાફ રાખવાની સરળ રીત

Health Tips for Constipation by Sadhguru jaggi vasudev : સદગુરુ જગ્ગી વાસુદેવ કહે છે કે, જો સવારે ઉઠ્યા પછી 20 મિનિટમાં તમારું પેટ સાફ ન થાય તો તેનો સ્પષ્ટ અર્થ છે કે તમે બીમાર છો અને સારવારની જરૂર છે

Written by Ajay Saroya
Updated : September 20, 2023 18:41 IST
Health Tips : કબજીયાત મટાડવા દરરોજ ચમચી તેલ પીવો, પેટ રહેશે સાફ; સદગુરુ એ જણાવી પેટને સાફ રાખવાની સરળ રીત
સદગુરુ જગ્ગી વાસુદેવ આધ્યાત્મિક ગુરુ અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક છે. (Photo- isha.sadhguru.org)

Health Tips for Constipation by Sadhguru jaggi vasudev : કબજીયાત એક એવી સમસ્યા છે જે બાળકોથી માંડીને યુવા અને વૃદ્ધ લોકોને પણ પરેશાન કરે છે. કેટલીકવાર ખરાબ ભોજન, જીવનશૈલી, તણાવ અને અમુક દવાઓનું સેવન કબજીયાતની સમસ્યા માટે જવાબદાર હોય છે. કબજીયાતની બીમારીમાં અઠવાડિયામાં માત્ર એક થી બે વાર ટોઇલેટ થાય છે. દરરોજ કલાકો સુધી ટોઇલેટમાં બેસી રહેવા છતાં પણ પેટ સાફ નથી થતું. પેટ સાફ ન રાખવાની સમગ્ર સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. જે લોકોને કબજીયાતની બીમારી હોય છે,તેમનો મૂડ ખરાબ રહે છે,મોંમાંથી દૂર્ગંધ આવે છે અને આખો દિવસ અકળામણ અનુભવાય છે. કબજીયાત એક એવી બીમારી છે, જેની સારવાર માટે લોકો એલોપેથી દવા પર અને આયુર્વેદ પર વધારે વિશ્વાસ કરે છે

વિશ્વ વિખ્યાત સદગુરુ જગ્ગી વાસુદેવ એક યોગી, રહસ્યવાદી, લેખક, કવિ, સ્વપ્નદ્રષ્ટા અને વક્તા કહે છે, જો સવારે ઉઠ્યા પછી 20 મિનિટમાં તમારા આંતરડા સાફ ન થાય તો તેનો સ્પષ્ટ અર્થ છે કે તમે બીમાર છો અને સારવારની જરૂર છે. સવારે ઉઠતાની સાથે જ તમારું પેટ 20 મિનિટમાં સાફ થઈ જવું જોઈએ, જો ન થાય તો તમને ભયંકર કબજિયાત છે.

સદગુરુ કહે છે કે, જો તમે કોઈ રોગની સારવાર માટે આયુર્વેદિક ડૉક્ટર પાસે જશો તો તે સૌથી પહેલા તમારા મોટા આંતરડાને સાફ કરશે. આંતરડાની સફાઈ અને માનસિક સ્વાસ્થ્યનો ગાઢ સંબંધ છે. આવો સદગુરુ પાસેથી જાણીએ કે પેટ સંબંધિત કબજીયાતના આ રોગમાં એરંડાનું તેલ કેવી રીતે અસરકારક છે અને તેનું સેવન કેવી રીતે કરવું.

એરંડાનું તેલ કબજીયાતની સારવાર કેવી રીતે કરે છે

એરંડાનું તેલ કબજીયાતની સમસ્યાને દૂર કરી શકે છે. આ તેલ પેટ ફૂલવું અને ગેસની સમસ્યામાં પણ રાહત આપે છે. સદગુરુ કહે છે કે, શરીરને શુદ્ધ કરવા માટે એરંડાનું તેલ અવશ્ય પીઓ. એરંડાનું તેલ ગુદામાર્ગને સાફ કરે છે. એરંડાનું તેલ પાચનતંત્રની સફાઇ કરે છે.

પેટ સાફ કરવા માટે એરંડા તેલનો ઉપયોગ કેવી રીતે કરવો

એરંડાનું તેલ એવા લોકો માટે કુદરતી અને સસ્તો ઉપાય છે જેઓ વારંવાર કબજીયાતથી પીડાય છે. આ તેલ મોંઘી દવાઓ કરતાં વધુ અસરકારક છે. અમેરિકન વૈજ્ઞાનિકો દાવો કરે છે કે શૌચ કરવામાં મુશ્કેલી હોય ત્યારે એરંડાનું તેલ તમારા આંતરડાને ખાલી કરવામાં મદદ કરે છે. આ તેલના ઉપયોગથી આંતરડા ઝડપથી ચાલે છે અને મળને ગુદામાર્ગમાંથી ઝડપથી બહાર કાઢે છે.

આ પણ વાંચો |  સદગુરુ જગ્ગી વાસુદેવ દિવસભર એકટીવ અને ફિટ રહેવા સવારના નાશ્તામાં આ ફૂડનું સેવન કરે છે

એરંડા તેલનું સેવન કેવી રીતે કરવું

  • જો તમે અઠવાડિયામાં કે મહિનામાં એકવાર એરંડાના તેલનું સેવન કરો તો ત્રણ ચમચી તેલ સેવન કરવું.
  • એરંડાના તેલને પાણી અથવા દૂધમાં મિક્સ કરીને પી શકાય છે.
  • પેટની સંપૂર્ણ સફાઈ માટે એરંડાનું તેલ મહિનામાં એકથી ત્રણ વખત પી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ