ગરમીમાં હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનનો વધી શકે છે ખતરો, એક્સપર્ટ પાસેથી જાણો બચવાના ઉપાયો

Heatwave Safety Tips: ઉનાળાની કાળઝાળ ગરમી શરુ થઇ ગઇ છે. આવા સમયે હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનનો ખતરો વધી શકે છે. એક્સપર્ટ પાસેથી જાણો કે હીટવેવથી બચવા માટે શું સાવધાની રાખવી જોઈએ

Written by Ashish Goyal
April 09, 2025 15:13 IST
ગરમીમાં હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનનો વધી શકે છે ખતરો, એક્સપર્ટ પાસેથી જાણો બચવાના ઉપાયો
વધુ પડતી ગરમીમાં શરીરનું તાપમાન વધવા લાગે છે (Pics : Freepik)

Heatwave Safety Tips: ઉનાળાની ઋતુ લોકોને ખૂબ પરેશાન કરે છે. આ મોસમમાં ગરમ પવનો લોકો પર કહેર બને છે. વધુ ગરમી અને ભેજને કારણે અનેક ગંભીર રોગોનો ખતરો વધી જાય છે. યુનિસેફના જણાવ્યા અનુસાર શિશુઓ, બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધોને ગરમીના હવામાનની સૌથી વધુ અસર થાય છે. જો ગરમીને રોકવામાં ન આવે તો આ ઋતુમાં હીટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.

વધુ પડતી ગરમીમાં શરીરનું તાપમાન વધવા લાગે છે, શરીરમાં પાણીની કમી, માથાનો દુખાવો, ચક્કર આવવા, બેભાન થવું અને ગરમ અને શુષ્ક ત્વચા જેવી સમસ્યાઓ થાય છે. લાંબા સમય સુધી ગરમીમાં રહેવાને કારણે કે વધુ પડતી શારીરિક મજૂરી કરવાને કારણે સમસ્યાઓ વધવા લાગે છે.

વધુ પડતી ગરમીને કારણે શરીરમાં આવા લક્ષણો દેખાય છે

વધુ પડતી ગરમીને કારણે શરીરમાં કેટલાક લક્ષણો દેખાવા લાગે છે જેમ કે વધુ પડતો થાક લાગવો, સ્નાયુઓમાં ખેંચાણ, વધુ પડતો પરસેવો થવો, ઊલટી થવી, ચક્કર આવવા અને નબળાઇ આવવી. આ ઋતુમાં પરસેવો વધુ પડતો હોય છે, તરસ વધારે હોય છે, પાણીની કમીના કારણે પેશાબનો રંગ કાળો થવા લાગે છે.

એમડી પીડિયાટ્રીશ્યન ડો.આશિષ ખુરાનાએ જણાવ્યું હતું કે ઉનાળામાં પાણીની કમી થવા લાગે છે, જે આપણા સ્નાયુઓને અસર કરે છે. શરીરમાં ગરમીના કારણે એેંજાઇમની એક્ટિવિટી વધી જાય છે, જેના કારણે માંસપેશીઓમાં રહેલ ગ્લાયકોજેન બર્ન થવા લાગે છે. માંસપેશીઓમાં શુગર ઘટવાથી, વધુ પડતો પરસેવો થવાને કારણે શરીરમાં ડિહાઇડ્રેશન વધવા લાગે છે. આ સમસ્યાઓ દરેક ઉંમરના લોકોને થઈ શકે છે, પરંતુ બાળકો અને વૃદ્ધોને વિશેષ કાળજી લેવાની જરૂર છે. બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ વધુ નબળી હોય છે, જેના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ હીટવેવથી બચવા માટે શું સાવધાની રાખવી.

આ પણ વાંચો – યાદશક્તિ વધારવા માટે ખાઓ આ 7 સુપરફૂડ, એક્સપર્ટે જણાવી મેમરી તેજ કરવાની ટિપ્સ

6 મહિનાથી 8 વર્ષ સુધીના બાળકોની આ રીતે સંભાળ રાખો

એક્સપર્ટે જણાવ્યું કે છ મહિનાથી 8 વર્ષ સુધીના બાળકોએ ઉનાળામાં ખાસ કાળજી લેવી જોઈએ. આ ઉંમરના બાળકોએ આખો દિવસ બને તેટલું વધારે પાણી પીવડાવું જોઈએ. 7-8 વર્ષના બાળકના શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે એકથી દોઢ લિટર પાણી પીવડાવવું જોઈએ. આ ઉંમરના બાળકને લીંબુનું શરબત અને શિકંજી પીવડાવો.

9 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોની આ રીતે રાખો કાળજી

જાણકારોના મતે 9 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકોએ આખો દિવસ બેથી અઢી લિટર પાણી પીવડાવો. બાળકોના શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે બપોરે નારિયેળ પાણી, લીંબુ પાણી અને છાશ પીવડાવો.

વૃદ્ધોની આ રીતે રાખો સંભાળ

જો તમે વૃદ્ધોને ગરમીથી બચાવવા માંગો છો, તો તેમને ઘરમાં રાખો. બપોરે 12 થી 5 વાગ્યા સુધી તેમને ઘરમાં રાખો. આ સમય દરમિયાન ગરમી વધુ હોય છે અને ગરમ પવનો હોય છે. આવી સ્થિતિમાં બોડીનો બચાવ કરવા માટે તમે વૃદ્ધોને બેલનું શરબત, લીંબુનું શરબત અને શિકંજી આપવી જોઈએ.

શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે શક્ય તેટલું વધારે પાણી પીવાની સલાહ આપો. દિવસભરમાં 3થી 3.5 લીટર પાણી પીવું. શરીરને ઠંડુ રાખો. જ્યારે પણ શરીરને વધારે પડતું ગરમ લાગે ત્યારે ઠંડા પાણીથી સ્નાન કરો. વૃદ્ધોને સારી હવાઉજાસવાળી જગ્યાએ અથવા એસીવાળી રૂપમમાં રાખો, ખાસ કરીને બપોરના સમયે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ