/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Taking-Shower-during-Heatwave.jpg)
ગરમીમાં તડકામાંથી આવીને તરત નહાવું યોગ્ય છે?
Heatwave : છેલ્લા કેટલાક દિવસોથી ગરમી સતત વધી રહી છે. વધતી જતી ગરમીને કારણે સ્વાસ્થ્ય પર અનેક આડઅસર જોવા મળી રહી છે. તેથી ઘણા લોકો ઉનાળામાં ગરમીમાં ઘરે આવ્યા પછી નાહવાનું પસંદ કરે છે. ગરમીમાં ઠંડા પાણીથી નાહવાથી તાજગી મળે છે. હવે સવાલ એ થાય છે કે ગરમીમાં હીટવેવ (Heatwave) દરમિયાન બહારથી આવી તરત ઠંડા પાણીથી નાહવું કેટલું યોગ્ય છે? એક્સપર્ટ શું કહે છે?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Taking-Shower-.jpg)
શું ગરમીમાં બહારથી ઘરે આવ્યા પછી તરત જ સ્નાન કરવું યોગ્ય છે?
બહાર તડકાને કારણે શરીરનું તાપમાન વધી જાય છે, તેથી જો તમે ઘરે આવ્યા પછી તરત જ સ્નાન કરો છો તો શરીરનું તાપમાન બદલાઈ જાય છે. તેનાથી ગળામાં બળવું, શરદી વગેરે જેવી બીમારીઓ થઈ શકે છે. તડકામાંથી ઘરે આવ્યા પછી અડધા કલાક પછી સ્નાન કરો. એક્સપર્ટે કહે છે કે લાંબા સમય સુધી સ્નાન ન કરવું જોઈએ. જો વધારે સમય સુધી સ્નાન કરવમાં આવે તો સ્કિમાં બળતરા કરી શકે છે કારણ કે લાંબા સમય સુધી નાહવાથી કુદરતી ચમક જતી રહે છે, જે સ્કિન ડ્રાય કરે છે અને ગરમીના ફોલ્લીઓનું જોખમ વધારે છે.
આ પણ વાંચો: Heat Stroke : હીટ સ્ટ્રોક શું છે? શરીરને કેવી રીતે અસર કરે છે? અહીં જાણો
જ્યારે આપણે સ્નાન કરીએ છીએ ત્યારે આપણા શરીરના છિદ્રો ખુલી જાય છે. આનાથી તમે જેટલું સ્નાન કરશો તેટલી ગરમી વધશે. ડિહાઇડ્રેશન લોહીને જાડું અને ગંઠાઈ જવાનું કારણ બને છે, જે પલ્મોનરી એમબોલિઝમ (લોહીનું ગંઠાઈ જવું જે ફેફસાની ધમનીમાં રક્ત પ્રવાહને અવરોધે છે અને અટકાવે છે)તરફ દોરી જાય છે, જે ઘણીવાર હૃદયરોગના હુમલા કરતાં પણ વધુ ખરાબ હોય છે. તેથી શરીરને હાઇડ્રેટેડ રાખવું જોઈએ, વધુમાં વધુ પાણી પીવું જોઈએ.
કેટલાક લોકો ઉનાળામાં દિવસમાં ઘણી વખત સ્નાન કરે છે. જો કે નહાવાથી તાજગી લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વારંવાર નહાવાથી સ્કીનને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી ઉનાળામાં પણ દિવસમાં માત્ર બે વાર જ સ્નાન કરવાનું રાખો. તડકાથી ઘેર ગયા પછી તરસ લાગે છે, આવા કિસ્સાઓમાં, કેટલાક લોકો બરફનું ઠંડુ પાણી અથવા શરબત પીવાનું પસંદ કરે છે. પરંતુ આમ કરવાથી બીમારીને આમંત્રણ મળી શકે છે. તડકામાંથી આવ્યા પછી અચાનક ઠંડુ પાણી પીવાથી શરદી, ઉધરસ જેવી સમસ્યા થઈ શકે છે.
આ પણ વાંચો: Summer Special : બદામ ગુંદર શું છે? ગરમી સામે કેવી રીતે કરે છે રક્ષણ? જાણો ફાયદા અને યુનિક રેસીપી
કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ?
\નોર્મલ ઠંડા પાણીમાં 5-10 મિનિટ સુધી સ્નાન કરો. ઉનાળામાં સ્વસ્થ રહેવા માટે શરીરની ઉર્જા વધારવી ખૂબ જ જરૂરી છે. પૂરતું પાણી પીવાથી એનર્જી લેવલ વધે છે અને શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us