Cracking Fingers Side Effects On Health: આપણે ઘણીવાર આંગળીના ટચાકા ફોડીયે છીએ. ઘણા લોકોને આંગળીના ટચાકા ફોડવાની મજા આવે છે, કેટલાક લોકોને આમ કરવાની આદત પડી જાય છે, પરંતુ શું તમે જાણો છો કે આ આદત તમારા માટે સારી છે કે નહીં. ઘણા લોકો માને છે કે ટચાકા ફોડવાથી આંગળીઓને આરામ મળ છે. જો કે તમારી આદાત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. જાણો કેવી રીતે
સામાન્ય રીતે જ્યારે આપણે આંગળીના ટચાકા ફોડીયે છીએ ત્યારે વડીલ ટોકે છે. આ ઉપરાંત ઘણા સંશોધનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આંગળીના ટચાકા ફોડવા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક સાબિત થઇ શકે છે અને તેનાથી હાડકાંને લગતી સમસ્યા વધી શકે છે. આંગળીના ટચાકા ફોડવાથી વૃદ્ધાવસ્થામાં દુખાવો અથવા સંધિવાની સમસ્યા થઈ શકે છે. આવો જાણીએ શું કહે છે રિસર્ચ…
Knuckle Cracking Side Effects : આંગળીના ટચાકાનો અવાજ
જ્યારે પણ આપણે આંગળીઓ ખેંચીએ છીએ, ત્યારે અવાજ આવે છે, પરંતુ આવું શા માટે થાય છે તે વિશે આપણે ક્યારેય વિચારતા નથી. નિષ્ણાતોના મતે, જ્યારે આપણે આંગળીના ટચાકા ફોડીયે છીએ ત્યારે આપણા સાંધા ખેંચાય છે. જેના કારણે સાંધાની વચ્ચે પ્રવાહી પદાર્થમાં દબાણ ઘટે છે અને તે પ્રવાહીમાંથી વાયુઓમાં પરપોટા બને છે. આવી સ્થિતિમાં, આંગળીના ટચાકા ફોડતી વખતે આ પરપોટા ફાટી જાય છે, જેનાથી ટચાકાનો અવાજ આવે છે.
વિજ્ઞાનમાં આ પ્રક્રિયાને કેવિટેશન કહે છે. રિસર્ચ અનુસાર જ્યારે પણ આપણે આંગળીઓ ખેંચીએ છીએ ત્યારે આ પ્રવાહીને ફરીથી ગેસ બનવામાં લગભગ અડધો કલાકનો સમય લાગે છે. આવી સ્થિતિમાં એક વખત આંગળીના ટચાકા ફોડ્યા બાદ બીજી વખત આંગળીના ટચાકા ફોડવામાં લગભગ અડધો કલાકનો સમય લાગે છે.
ગઠિયા અને સંધિવાની બીમારી થવા સંભવ
રિસર્ચ મુજબ જો આપણે વારંવાર આંગળીના ટચાકા ફોડીયે તો તેનાથી હાડકાં નબળા પડવાનું જોખમ વધી જાય છે અને આર્થરાઇટિસ જેવી સમસ્યા થવાની શક્યતા વધી જાય છે. આંગળીના ટચાકા ફોડવાથી ગઠિયા અને સંધિવા થઈ શકે છે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.