Helath Tips For Weight Loss : વેઇટ લોસ – આ શબ્દ છેલ્લા કેટલાક વર્ષોથી દરેકની જીભ પર ચોંટી ગયો છે. કારણ છે બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખાવાની ખરાબ આદતો. જેના કારણે લોકો ઝડપથી મેદસ્વીતાનો શિકાર બની રહ્યા છે. એકવાર શરીરમાં સ્થૂળતા વધી જાય છે, લોકો તેને ઘટાડવા માટે તમામ પ્રકારના પ્રશ્નોના જવાબો શોધવાનું શરૂ કરે છે. તાજેતરમાં, એક ઇન્સ્ટાગ્રામ યુઝરે આવો જ સવાલ ‘લૂઝ ફેટ, ગેટ ફિટર’ પુસ્તકના લેખક અને ફિટનેસ એક્સપર્ટ જીતેન્દ્ર ચૌકસીને પૂછ્યો હતો. આયુષ નામના યુઝરનો સવાલ હતો કે, ‘શું દારૂ પીધા પછી પણ વજન ઘટે છે અને સ્નાયુઓ વધી શકે છે?’ ચાલો જાણીએ હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી આ પ્રશ્નનો જવાબ
સમગ્ર ઘટનાની વાત કરીયે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એખ વીડિયો શેર કરી જીતેન્દ્ર ચૌકસે જણાવે છે કે, આલ્કોહોલ પીધા પછી ચરબી ઘટી શકે છે અને મસલ્સ ગેઇન થઇ શકે છે. જો કે, તેની પ્રક્રિયા ખૂબ ધીમી હોઈ શકે છે. આનો અર્થ એ છે કે જો તમે આલ્કોહોલનું સેવન કરો છો, તો તમને ચરબી ઘટાડવામાં અને મસલ્સ ગેન કરવામાં સામાન્ય લોકો કરતાં વધુ સમય લાગી શકે છે.

આવું એટલા માટે છે કારણ કે દારૂ પ્રોટીન સિંથેસિસને પ્રભાવિત કરે છે. વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી શરીરમાં રહેલા રસાયણો સ્નાયુઓમિ તૂટવું સરળ બનાવી દે છે. ઉપરાંત માંસપેશીઓની કોશિકાઓમાં હાજર કેલ્શિયમની કામગીરી પણ પ્રભાવિત થાય છે. તેનો અર્થ એ કે, એકંદરે, આલ્કોહોલનું વધુ પડતું સેવન સ્નાયુતંત્ર પર નકારાત્મક અસર કરે છે. ઉપરાંત આલ્કોહોલ તમારા મેટાબોલિઝમને પણ પ્રભાવિત કરે છે. આવી સ્થિતિમાં, આ પ્રક્રિયામાં તમને વધુ સમય લાગી શકે છે.
આલ્કોહોલના સેવનથી અનેક નુકસાન (Alcohol Side Effects)
એક અલગ વિડિયોમાં વાત કરતા જીતેન્દ્ર ચૌકસે કહે છે, એમાં કોઈ શંકા નથી કે ધીરજ રાખીને તમે આલ્કોહોલ સાથે ચરબી ઘટાડી શકો છો, પરંતુ તેની સાથે ફિટ થવું અશક્ય છે. આલ્કોહોલ એક કાર્સિનોજેન છે, જે સીધો કોષોમાં પ્રવેશી શકે છે અને ડીએનએને નુકસાન પહોંચાડી શકે છે.
ઉપરાંત તે તમારી કિડની અને લીવરને પણ સીધું નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં, વધુ પડતા આલ્કોહોલનું સેવન લીવર અને કિડની સંપૂર્ણ રીતે ફેલ કરી શકે છે. આ બંને અંગો શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવાનું કામ કરે છે, આવી સ્થિતિમાં, જો આ બંને અંગો કામગીરી કરવાનું બંધ કરી દે તો, શરીરમાં ઝેર જમા થવા લાગે છે, જે તમારા શરીરને રોગોનું ઘર બનાવી શકે છે.
જિતેન્દ્ર ચોકસે જણાવે છે કે, શરીરમાં વધતા આ ઝેર તમારી ત્વચા, વાળ, આંખો, પેટ, આંતરડા અને ધીમે ધીમે શરીરના દરેક અંગ માટે ખતરો બની જાય છે. વધુમાં, લાંબા ગાળે તે કેન્સરનું કારણ પણ બની શકે છે. આવી સ્થિતિમાં, શક્ય તેટલી વહેલી તકે દારૂના સેવનથી પોતાની જાતને સંપૂર્ણપણે દૂર રાખવાનો પ્રયાસ કરો.
આ પણ વાંચો | સવારે નાસ્તમાં આ 6 ચીજ ખાવાનું ટાળો, વજન વધવાની સાથે હાર્ટ એટેકનું જોખમ રહેશે
(Disclaimer: આ લેખમાં રજૂ કરેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે હેલ્થ એક્સપર્ટ્નો સંપર્ક કરવો.)





