Herbal Hair Dye | વૃદ્ધત્વને કારણે વાળ સફેદ થવા એ માત્ર એક કુદરતી ઘટના નથી, પરંતુ આજના યુવાનોમાં પણ જોવા મળે છે. આ પાછળ ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં હોર્મોનલ ફેરફારો, આહાર, જીવનશૈલી અને ઉપયોગમાં લેવાતી કેમિકલયુક્ત પ્રોડક્ટસનો સમાવેશ થાય છે.
આજકાલ સફેદ વાળને ઢાંકવા માટે વાળ કલર એ એક સામાન્ય પ્રથા છે. પરંતુ આવા પેકેજ્ડ કલરમાં રહેલા કેમિકલ તમારા વાળનો કુદરતી કલર છીનવી શકે છે. આનાથી વધુ સફેદ વાળ થઈ શકે છે. પરંતુ આવા કલરનો ઉપયોગ કર્યા વિનાસફેદ વાળને ઢાંકવાની એક સરળ ટિપ્સ છે,
સામગ્રી
- ડુંગળી
- ઘી
- નાળિયેર તેલ
- મેંદી પાઉડર
ડુંગળીનો ઉપયોગ કરી હર્બલ હેર ડાય બનાવાની ટિપ્સ
એક પેનમાં પાણી લો, તેમાં છોલેલી ડુંગળી ઉમેરો અને તેને ઉકાળો. પછી તેને ઠંડુ થવા માટે બાજુ પર રાખો. ઠંડુ થયા પછી, પાણી ગાળી લો. તેમાં પાવડર મહેંદી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. પછી થોડું ઘી અને થોડું નારિયેળ તેલ ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને મિશ્રણને થોડીવાર માટે ઢાંકીને રાખો.
Weight Loss Tips | વજન ઘટાડવા માટે ખાલી આટલા બદલાવ કરો, સરળ ટિપ્સથી થશે ઘણા ફાયદા!
હર્બલ હેર ડાયનો ઉપયોગ
આ મિશ્રણને તેલ મુક્ત વાળ પર લગાવો. તમારા વાળને 2 ભાગોમાં વિભાજીત કરો અને આ મિશ્રણ લગાવો. 20 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આનો ઉપયોગ કરો.





