/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Herbal-Tea-Recipe.jpg)
Herbal Tea Recipe: હર્બલ ટી પીવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. (Photo: Freepik)
Herbal Tea Recipe For Weight Loss: મેદસ્વિતા એટલે કે સ્થૂળતા એક વૈશ્વિક સમસ્યા બની ગઇ છે, જેનું મુખ્ય કારણ બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, ખાવાપીવાની ખોટી આદતો અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે. શરીરમાં વધુ પડતી ચરબી માત્ર વ્યક્તિત્વને જ અસર કરતી નથી, પરંતુ ઘણા રોગોનું જોખમ પણ વધારે છે. આવી સ્થિતિમાં, સમયસર શરીરની ચરબીને નિયંત્રિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આ માટે અમે તમને અહીં એક ખાસ રીત જણાવી રહ્યા છીએ.
હકીકતમાં, જે રીતે ખરાબ ડાયટ સ્ટાઇલ શરીરનું વજન વધારવામાં ભૂમિકા ભજવે છે, તેવી જ રીતે, અમુક ચીજોનું સેવન કરવાથી પણ શરીરની ચરબી ઘટાડવામાં અસર દેખાઈ શકે છે. અહીં અમે તમને આવી જ એક ખાસ હર્બલ ચા વિશે જણાવી રહ્યા છીએ. તમે આ ચા પીને તમારા દિવસની શરૂઆત કરી શકો છો. આવો જાણીએ તેને બનાવવા માટે તમારે કઈ વસ્તુઓની જરૂર પડશે, વજન ઘટાડવા માટે હર્બલ ચા કેવી રીતે બનાવશો, સાથે જ તેના ફાયદા પણ જાણીએ-
હર્બલ ટી બનાવવાની સામગ્રી
હર્બલ ટી બનાવવા માટે, તમારે તજના બે ટુકડા, 3 થી 4 તમાલપત્ર અને 2 ચમચી અજમાની જરૂર પડશે.
Herbal Tea Recipe : હર્બલ ટી બનાવવાની રીત
હર્બલ ટી બનાવવા માટે સૌથી પહેલા તપેલીમાં એક ગ્લાસ પાણી બરાબર ઉકાળી લો
પાણી ઉકળી જાય પછી તેમાં તજના બે ટુકડા નાખીને થોડી વાર ઉકાળો
હવે પાણીમાં 3 થી 4 તમાલપત્ર અને 2 ચમચી અજમો નાંખી પાણી અડધું થાય ત્યાં સુધી ઉકાળી લો.
તપેલીનું પાણી ઉકળીને અડધું થઇ જાય એટલે સમજવું કે તમારી હર્બલ ટી તૈયાર છે.
હર્બલ ટી સહેજ ઠંડી થાય ત્યારે કપમાં ગાળીને સેવન કરો.
Herbal Tea Benefits : હર્બલ ટી પીવાના ફાયદા
તમાલપત્ર (Bay Leaf)
તમાલપત્ર ફાઇબરનો ઉત્તમ સ્રોત છે, જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અનુભવ કરાવે છે. દિવસની શરૂઆતમાં તમાલપત્રનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી, તમે વધુ પડતું ખાતા નથી, કેલરીનું પ્રમાણ ઓછું થાય છે અને તમારું વજન સંતુલિત રહે છે. આ ઉપરાંત તમાલપત્ર પાચનક્રિયાને પણ સુધારે છે, જેનાથી તમારું વજન પણ વધતું નથી.
અજમો (Oregano)
હેલ્થ લાઇનના એક રિપોર્ટ અનુસાર અજમામાં કાર્વાક્રોલ નામનું સંયોજન હોય છે, જે ફેટ ટિશ્યૂને ઘટાડી શકે છે અને મેટાબોલિઝમને વેગ આપી શકે છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
તજ (Cinnamon)
તજ સુગર ક્રેવિંગ ઓછી કરવામાં અસરકારક છે. એટલે કે તેનું સેવન કરવાથી તમને મીઠી ચીજ ખાવાની ઇચ્છા ઓછી થઇ જાય છે, જે વજન ઘટાડવામાં પણ અસર દર્શાવે છે.
આ રીતે હર્બલ ટીનું સેવન તમારા વજનને સંતુલિત રાખવામાં મદદ કરી શકે છે. સારા પરિણામ માટે, તમે આ ચાને સવારે ખાલી પેટ તેમજ દરરોજ ભોજન કરવાના અડધા કલાક પહેલા પી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us