High Blood Pressure : હાઈ બ્લડ પ્રેશરનું કારણ તણાવ છે? ક્યાં ફૂડનું સેવન કરવું? જાણો

High Blood Pressure : હેલ્થ એક્સપર્ટ અનુસાર, હાઈ બ્લડ પ્રેશરમાં ફાળો આપતા પ્રાથમિક પરિબળોમાં આનુવંશિકતા, ટેંશન વાળું જીવન...

High Blood Pressure : હેલ્થ એક્સપર્ટ અનુસાર, હાઈ બ્લડ પ્રેશરમાં ફાળો આપતા પ્રાથમિક પરિબળોમાં આનુવંશિકતા, ટેંશન વાળું જીવન...

author-image
shivani chauhan
New Update
High blood presure

હાઈ બ્લડ પ્રેશરનું કારણ તણાવ છે? ક્યાં ફૂડનું સેવન કરવું? જાણો

High Blood Pressure : બીઝી લઇફસ્ટાઈલમાં ઘણા લોકો હાયપરટેન્શન અને હાઈ બ્લડ પ્રેશર (High Blood Pressure) નો શિકાર બને છે. તે આપી સ્વાસ્થ્ય સુખાકારી પર નેગેટિવ અસર કરે છે.તેથી તેના માટે જાગરૂકતા અને સમજણ હોવી જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશરમાં ફાળો આપતા ઘણા કારણો અહીં જણાવ્યા છે,જાણો

Advertisment
High blood presure Risk
હાઈ બ્લડ પ્રેશરનું કારણ તણાવ છે? ક્યાં ફૂડનું સેવન કરવું? જાણો

હેલ્થ એક્સપર્ટ અનુસાર, હાઈપરટેન્શન અથવા હાઈ બ્લડ પ્રેશરમાં ફાળો આપતા પ્રાથમિક પરિબળોમાં આનુવંશિકતા, ટેંશન વાળું જીવન, ડાયટમાં બદલાવ અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ, સ્થૂળતા, વધુ પડતું મીઠું ખાવું, આલ્કોહોલનું સેવન, તણાવ અને અમુક તબીબી સ્થિતિઓ જેવી કે કિડનીની બિમારી શામેલ છે.

આ પણ વાંચો: Health Tips : શું સૂર્યોદયના 45 મિનિટ પહેલાં જાગવાથી પેટ કુદરતી રીતે સાફ થઇ શકે? જાણો

NmamiLife PVT Ltd ના CEO, ન્યુટ્રિશનિસ્ટ, ડાયેટિશિયન અને CEO ન્મામી અગ્રવાલે જણાવ્યું હતું કે, “પોષણશાસ્ત્રી અને ડાયેટિશિયન તરીકેના મારા અનુભવે મને અહેસાસ કરાવ્યો છે કે હાયપરટેન્શન અને એચબીપીના ઘણા કેસો ડાયટ અને હેલ્થના પરિબળોનું પરિણામ છે. ફાઇબર અને પોષક તત્ત્વોથી ભરપૂર ફળો, શાકભાજી અને આખા અનાજ ઓછા ખાવાની અને વીક ડાયટ જેમાં સંતૃપ્ત ચરબી, ટ્રાન્સ ફેટ અને ખાંડના વધુ વપરાશથી હાયપરટેન્શન થાય છે."

Advertisment

હાયપરટેન્શન જો કાર્ડિયાક સમસ્યાને કારણે ન હોય તો, તે લાઇફસ્ટાઇલને કારણે થાય છે, કસરત હૃદયને મજબૂત કરવામાં, રક્ત પ્રવાહમાં વધારો કરવામાં અને શરીરમાં પાણીની રીટેન્શન ઘટાડવામાં મદદ કરે છે. વ્યાયામના અભાવથી લોહી જાડું થઈ શકે છે અને હૃદય નબળું પડી શકે છે. તણાવ લોહીને ઓક્સિડાઇઝ કરે છે અને બ્લડ પ્રેશર પર અસર કરે છે. હૃદયની દિવાલો પર પણ તેની અસર પડે છે. આવા કેસમાં ઓછા સોડિયમ, હાઈ ફાઇબર, પોટેશિયમ અને સારી ચરબીનું સેવન કરવાથી ઘણો ફરક પડી શકે છે.

આ પણ વાંચો: Weight Loss Diet Tips: આ 4 રોટલી ખાઓ, વેટ લોસ થશે અને શરીર રહેશે તંદુરસ્ત

અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશર તમારા શરીરને ધીમે ધીમે નુકસાન પહોંચાડે છે. તે તમારા હૃદયને તાણ આપે છે, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે. નબળી રુધિરવાહિનીઓ કિડની અને આંખોને નુકસાન પહોંચાડી શકે છે અને જાતીય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે અને ક્યારેક માનસિક સ્વાસ્થ્ય પર પણ પ્રતિકૂળ અસર કરી શકે છે.

પોટેશિયમ બ્લડ પ્રેશર પર કેવી રીતે અસર કરે છે?

હેલ્થ એક્સપર્ટ અનુસાર, પોટેશિયમ બ્લડ પ્રેશર પર બ્રેક જેવું કામ કરે છે. તે રક્ત વાહિનીઓની દિવાલો પર સોડિયમની કડક અસરનો સામનો કરે છે, રક્ત વાહિનીઓ આરામને આપે છે. આ ઉપરાંત તે તમારી કિડનીમાંથી પેશાબ દ્વારા વધારાનું સોડિયમ બહાર કાઢવામાં મદદ કરે છે.

પર્યાપ્ત પોટેશિયમનું સેવન બ્લડ પ્રેશરના નીચા સ્તર સાથે સંકળાયેલું છે. જો કે, શ્રેષ્ઠ બ્લડ પ્રેશર નિયંત્રણ માટે સોડિયમ અને પોટેશિયમના સેવન વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. હેલ્થ એક્સપર્ટે કેળા, મગ, શક્કરિયા, રાજમા, મેથી, નારિયેળ પાણી અને મોરિંગા ખાવાનું સૂચન કર્યું કારણ કે તે બધા ન માત્ર પોટેશિયમથી ભરપૂર છે પણ હૃદયના સ્વાસ્થ્યને ટેકો આપતા અન્ય પોષક તત્વો પણ ધરાવે છે.

જીવનશૈલી health tips