/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/High-Blood-Pressure-And-Liver.jpg)
High Blood Pressure And Fatty Liver Connection : હાઈ બ્લડ પ્રેશર અને ફેટી લીવર બીમારીમાં સાવધાની રાખવી જોઇએ. (Photo: Freepik)
What Is Connection Between High Blood Pressure And Fatty Liver: આજના ઝડપી જીવનમાં હાઈ બ્લડ પ્રેશર અને ફેટી લીવર બંને ઝડપથી લોકોને શિકાર બનાવતા રોગ છે, જેના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ રહી છે. બંનેમાં સ્થૂળતા, ઇન્સ્યુલિન પ્રતિરોધકતા, શારીરિક નિષ્ક્રિયતા અને બિનઆરોગ્યપ્રદ આહાર જેવા સમાન મુખ્ય જોખમી પરિબળો છે.
નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ (NAFLD) દુનિયાની લગભગ 25-33 ટકા વસ્તીને અસર કરી રહ્યું છે. જો તેની સારવાર ન કરવામાં આવે, તો તે યકૃત ફાઇબ્રોસિસ, સિરોસિસ અને લિવર ફેલિયોર તરફ દોરી શકે છે. જ્યારે હાઈ બ્લડ પ્રેશરની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકો તેને માત્ર હૃદયરોગ કે સ્ટ્રોકના જોખમ સાથે જ સાંકળે છે, પરંતુ શું તમે જાણો છો કે હાઈ બીપી તમારા લીવર માટે પણ ગંભીર ખતરો બની શકે છે?
મેડિકલ રિસર્ચ અને એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે હાઈ બ્લડ પ્રેશર અને ફેટી લિવર વચ્ચે ઊંડો સંબંધ જોવા મળ્યો છે. આ સંબંધ એટલો મજબૂત હોય છે કે જો બીપી સમયસર કંટ્રોલ ન કરવામાં આવે તો ધીમે ધીમે લીવરને નુકસાન પહોંચાડી શકે છે. રૂબી હોલ ક્લિનિક, પુણેના હેપેટોલોજિસ્ટ, લિવર ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશ્યન અને ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડો.પવન હંચનાલેના જણાવ્યા અનુસાર, હાઈ બીપી અને ફેટી લીવર બંને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સાથે સંકળાયેલા છે. જ્યારે શરીરના કોષો ઇન્સ્યુલિન પ્રત્યે ઓછા સંવેદનશીલ બને છે, ત્યારે બ્લડ સુગર અને ચરબીનું સ્તર વધે છે. આનાથી લીવરમાં ફેટ જમા થાય છે અને બીપી પણ વધારે થાય છે.
બ્લડ પ્રેશર અને ફેટી લીવર વચ્ચે જોડાણ
ચરબીયુક્ત યકૃત અને હાઈ બ્લડ પ્રેશર વચ્ચે મજબૂત જોડાણ છે. ફેટી લિવર, જે નોન-આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ તરીકે પણ ઓળખાય છે. યકૃતમાં ચરબી જમા થાય છે. હાઈ બ્લડ પ્રેશર, જેને હાયપરટેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક એવી સ્થિતિ છે જેમાં રક્ત વાહિનીઓમાં લોહીનું દબાણ ખૂબ વધારે હોય છે. આ બંને પરિસ્થિતિઓ એકબીજાને અસર કરી શકે છે અને હૃદય રોગોનું જોખમ વધારી શકે છે. ફેટી લિવર, હાઈ બીપી, ઓબેસિટી અને હાઈ કોલેસ્ટ્રોલ આ બધા મેટાબોલિક સિન્ડ્રોમનો ભાગ છે. જ્યારે શરીરમાં ખલેલ પડે છે, ત્યારે બાકીના પર પણ અસર થાય છે.
લિવરમાં બ્લડ સર્ક્યુલેશન પર અસર
હકીકતમાં હાઈ બ્લડપ્રેશરને કારણે લીવરને લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ પરનું દબાણ વધી જાય છે. આ યકૃતના કાર્યને અસર કરી શકે છે અને ધીમે ધીમે ફાઇબ્રોસિસ અથવા સિરોસિસ જેવી સ્થિતિ તરફ દોરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us