હાઈ બ્લડ પ્રેશર કે સુગર? કિડની માટે કયું વધુ નુકસાનકારક છે?

પેકેજ્ડ ફૂડનો વધુ પડતો વપરાશ ટાળવાથી અને દૈનિક સુગર લેવલનું નિરીક્ષણ કરવાથી કિડનીના સ્વાસ્થ્યનું રક્ષણ કરવામાં ઘણી મદદ મળે છે.

Written by shivani chauhan
October 02, 2025 10:17 IST
હાઈ બ્લડ પ્રેશર કે સુગર? કિડની માટે કયું વધુ નુકસાનકારક છે?
High blood pressure sugar kidney issues

આપણે બધા બ્લડ પ્રેશર (blood pressure) અને સુગર (sugar) ની આપણા શરીર પર થતી અસરો વિશે વાત કરી છે. પરંતુ આમાંથી આ બન્ને સમસ્યામાંથી કઈ સમસ્યા કિડનીને સૌથી વધુ અસર કરે છે? અહીં જાણો ડોકટરો આ વિશે શું કહે છે.

હાઈ બ્લડ પ્રેશરમાં શું થાય?

કિડની સતત કામ કરતા ફિલ્ટર્સ છે. આ માટે, તેઓ સ્વસ્થ અને સ્થિતિસ્થાપક રક્ત વાહિનીઓ પર આધાર રાખે છે. હાઈ બ્લડ પ્રેશર રક્ત વાહિનીઓને નુકસાન પહોંચાડે છે, જે કિડનીની કાર્યક્ષમતા ઘટાડે છે. આ નુકસાન વર્ષો સુધી મૌન રહી શકે છે અને પછીથી કોઈ લક્ષણો દેખાય ત્યારે જ ઓળખાય છે. ત્યાં સુધીમાં જોખમ વધારે હોઈ શકે છે, એમ મુંબઈ સેન્ટ્રલ સ્થિત વોકહાર્ટ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. પરિન સાંગોઈએ જણાવ્યું હતું.

ડૉ. સાંગોઈએ જણાવ્યું કે સતત હાઈ બ્લડ પ્રેશર કિડનીની અંદરની સંવેદનશીલ રક્ત વાહિનીઓ પર સતત દબાણ લાવે છે. આ કિડનીની કચરાને ફિલ્ટર કરવાની અને પ્રવાહીને સંતુલિત કરવાની ક્ષમતા ઘટાડે છે. આ શાંત તણાવ તાત્કાલિક લક્ષણોનું કારણ ન બની શકે, પરંતુ સમય જતાં, તે ક્રોનિક કિડની રોગ તરફ દોરી શકે છે.

બ્લડ પ્રેશરનું વહેલું નિયંત્રણ જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. નિયમિત બ્લડ પ્રેશર મોનિટરિંગ, દવાઓ લેવી, ઓછા સોડિયમવાળા આહારનું પાલન કરવું, શારીરિક રીતે સક્રિય રહેવું, ધૂમ્રપાન ટાળવું અને ડાયાબિટીસને નિયંત્રિત કરવું એ બધું મદદ કરી શકે છે.

વધારે ખાંડનું પ્રમાણ હોય તો શું થાય?

થાણેની KIMS હોસ્પિટલના ડાયાબિટીસ વિભાગના વડા ડૉ. વિજય નેગલુરએ જણાવ્યું હતું કે, જ્યારે લોહીમાં વધુ પડતી ખાંડ હોય છે, ત્યારે કિડનીને તેને ફિલ્ટર કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. ડૉ. નેગલુરએ જણાવ્યું હતું કે “સમય જતાં, નાની રક્ત વાહિનીઓ પર વધુ પડતું દબાણ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે અને લોહીને ફિલ્ટર કરવાની તેમની ક્ષમતા ઘટાડી શકે છે. તેથી જ હાઈ બ્લડ સુગર લેવલ ધરાવતા લોકોને કિડનીની સમસ્યાઓ થાય છે.’

સૌથી મહત્વપૂર્ણ પગલું એ છે કે યોગ્ય ખોરાક ખાઈને, નિયમિતપણે કસરત કરીને અને નિયમિત તબીબી તપાસ કરાવીને તમારા ખાંડના સ્તરને સંતુલિત રાખો. સારી રીતે હાઇડ્રેટેડ રહેવું, પેકેજ્ડ મીઠાઈઓનો વધુ પડતો વપરાશ ટાળવો અને તમારા દૈનિક ખાંડના સેવનનું નિરીક્ષણ કરવું કિડનીના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવામાં ઘણી મદદ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ