Hing Health Benefits In Gujarati | હિંગ (Hing) ભારતીય ભોજનમાં માત્ર એક સ્વાદિષ્ટ મસાલો જ નથી, પરંતુ તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. તેમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જેમાં એસ્કેરીસોટોનલ્સ, ફેરુલિક એસિડ, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને અમ્બેલિફેરોનનો સમાવેશ થાય છે.
દરરોજ હિંગ ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. હિંગનો ઉપયોગ ફક્ત મસાલા તરીકે જ નહીં પણ સ્વાસ્થ્ય પૂરક તરીકે પણ થઈ શકે છે, અહીં જાણો હિંગ ખાવાના અદ્ભુત ફાયદા
દરરોજ હિંગ ખાવાના ફાયદા
- પાચનતંત્ર મજબૂત થાય : હિંગ ખાવાથી પેટમાં દુખાવો, ગેસ, ઝાડા અને ઉલટી ઓછી થાય છે. તે ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે અને પાચનતંત્ર મજબૂત બનાવે છે.
- બ્લડ પ્રેશર નિયંત્રિત કરે : હિંગમાં લોહી પાતળું કરવાના ગુણ હોય છે. તેથી, તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે.
- ઉધરસ અને શ્વાસ લેવાની તકલીફમાં રાહત: જો તમને ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ હોય, તો હિંગનું સેવન ફાયદાકારક બની શકે છે. તે ફેફસાં અને શ્વસનતંત્રને સ્વસ્થ રાખે છે.
- પિરિયડ્સમાં રાહત : હિંગ સ્ત્રીઓમાં મેન્સ્ટ્રુઅલ ક્રેમ્પ્સ અને દુખાવામાં પણ રાહત આપે છે. તે પ્રોજેસ્ટેરોનને પ્રોત્સાહન આપે છે, રક્ત પ્રવાહને સરળ બનાવે છે.
- સ્કિનમાં સુધાર : હિંગનું દૈનિક સેવન ખીલ અને કાળા ડાઘ જેવી ત્વચાની સમસ્યાઓ ઘટાડવામાં મદદ કરે છે, તે સ્કિનને ચમકતી અને સ્વસ્થ પણ રાખે છે.
- વજન ઘટાડે :હિંગ ચયાપચયને વેગ આપે છે, જે કેલરી ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.
- માથાના દુખાવા મટાડે : માઈગ્રેન માટે પણ હિંગનું સેવન ફાયદાકારક છે. તે રક્ત પરિભ્રમણને સુધારે છે અને દુખાવો ઘટાડે છે.
હિંગ શેમાંથી બને છે ?
હિંગ એ રાળ કે ગુંદર જેવો પદાર્થ જે તેના ઝાડના થડ કે મૂળમાંથી નીકળતી ચીક માંથી મેળવાય છે અને એક મસાલા તરીકે વપરાય છે.આ ગુંદર તાજો હોય ત્યારે સફેદ રાખોડી હોય છે અને હિંગ જૂની થતાં તે ઘેરો કથ્થઇ રંગ પકડે છે.





