Holi : હોળીમાં રંગોથી રમતા થઇ શકે આટલી સ્વાસ્થ્ય સમસ્યાઓ, નેચરલ કલર ઘરે બનાવો, જાણો રીત

Holi : હોળીના રંગો બનાવવામાં ઘણા પ્રકારના કેમિકલ અને કાચના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમારી સ્કિન માટે હાનિકારક સાબિત થઇ શકે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધારી શકે છે. પરંતુ આ રીતે તમે ઘરે નેચરલ કલર બનાવી શકો છો, વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Holi 2024 chemical color causes skin health issue homemade natural color recipe food color health tips in gujarati

Holi હોળી 2024 કેમિકલ કલર સ્કિન હેલ્થ સમસ્યા હોમમેઇડ નેચરલ કલર રેસીપી (Canva)

Holi : હોળી (Holi) એ રંગો અને ખુશીનો તહેવાર છે, આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. રંગોના આ તહેવારને લઈને દરેક જણ ખૂબ જ ઉત્સાહિત છે. આ ફેસ્ટિવલ પર દરેક જગ્યાએ રંગો અને ગુલાલ જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે હોળીના આ રંગો સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. રંગો બનાવવામાં ઘણા પ્રકારના કેમિકલ અને કાચના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમારી સ્કિન માટે હાનિકારક સાબિત થઇ શકે છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધારી શકે છે.

Advertisment
Holi 2024 chemical color causes skin health issue homemade natural color recipe food color health tips in gujarati
Holi હોળી 2024 કેમિકલ કલર સ્કિન હેલ્થ સમસ્યા હોમમેઇડ નેચરલ કલર રેસીપી (Canva)

આ પણ વાંચો: હોળી : કપડાં પરથી કલરના ડાઘ દૂર કરવાની સરળ રીત, ડ્રાય ક્લિનનો ખર્ચ બચી જશે

અહીં જાણો, હોળીમાં કલર લાગવાથી સ્કિન અને સ્વાસ્થ્યને લગતી કેટલી સમસ્યાઓ થઇ શકે?

Advertisment
  • શ્વસનની સમસ્યા : હોળીના રંગોમાં સિલિકા, સીસું, કાચ અને પારો જેવા કેમિકલ હોય છે, જે ફેફસાને પણ નુકસાન પહોંચાડી શકે છે અને શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે, જેના કારણે તમને ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
  • સ્કિનને લગતી સમસ્યા : હોળીના કૃત્રિમ રંગોમાં હાજર કેમિકલ સ્કિન પર બળતરા અને લાલાશ પેદા કરી શકે છે, જેનાથી ચહેરા પર ફોલ્લીઓ અથવા ખંજવાળ થઈ શકે છે. કેટલાક લોકોને રંગોમાં રહેલા ઘટકોથી એલર્જી થઈ શકે છે, જેના કારણે લાલાશ, સોજો અથવા શિળસ જેવા લક્ષણો જોવા મળે છે.
  • પેટને લગતી સમસ્યા : હોળી રમતી વખતે મોંમાં હોળીના રંગોનું વધુ પડતું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, જેનાથી ઉલ્ટી, ઝાડા, પેટમાં દુખાવો અને પેટમાં ઈન્ફેક્શન થવાનું જોખમ પણ વધી શકે છે.
  • આંખને લગતી સમસ્યા થાય : હોળીના કેટલાક રંગોમાં સિલિકા અને સીસું હોય છે. કલરમાં રહેલ આવા કેમિકલ્સ આંખો માટે હાનિકારક છે, જેનાથી આંખને નુકસાન થવાનું જોખમ વધી શકે છે. આટલું જ નહીં, ક્યારેક હોળી રમતી વખતે આંખોમાં વધુ પડતા રંગને કારણે ગ્લુકોમા અને ડ્રાય આંખો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
  • શ્વસનની સમસ્યા : હોળીના રંગોમાં સિલિકા, સીસું, કાચ અને પારો જેવા કેમિકલ હોય છે, જે ફેફસાને પણ નુકસાન પહોંચાડી શકે છે અને શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે, જેના કારણે તમને ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
  • અસ્થમાનું જોખમ : અસ્થમાથી પીડિત લોકોને હોળી દરમિયાન રંગો સાથે રમવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટના જણાવ્યા અનુસાર હોળીના રંગોના કારણો અસ્થમાના દર્દીઓ અસ્થમાના હુમલાથી પીડાઈ શકે છે.

આ પણ વાંચો: Hair Care : હોળીમાં કલરથી રમતા પહેલા વાળની આ રીતે રાખો સંભાળ,જાણો ટિપ્સ

હોળી રમતી વખતે આટલી બાબતોનું ધ્યાન રાખો.

  • હોળી રમવા માટે હર્બલ રંગોનો જ ઉપયોગ કરો.
  • સિન્થેટિક રંગોને બદલે કુદરતી ફૂલોના રંગો પસંદ કરો.
  • રંગો સાથે રમતી વખતે ગોગલ્સ પહેરવાનું ભૂલશો નહીં.
  • હોળી રમતા પહેલા શરીર પર તેલથી સારી રીતે માલિશ કરો.
  • આંખ કે મોઢામાં રંગ આવે તો તરત જ ચોખ્ખા પાણીથી આંખો અને મોં સાફ કરો.

ફૂડ અને લાઇફસ્ટાઇલ બ્લોગર શ્રેયા જોશીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અહીં જેમાં તેણે નેચરલ કલર ઘરે બનાવવાની ટિપ્સ અને ટ્રિક્સ શેર કરી છે,

હોળી પર હોમમેઇડ ગુલાલ બનાવની રીત આ વિડીયોમાં જોઈ લો

  • કલરને બદલે ફૂડમાંથી બનાવો કલર
  • ખાતરી કરો કે તમે રંગને સંપૂર્ણપણે સૂકવી દો નહીંતર રંગ ચોંટશે નહીં
  • કોર્નફ્લોરની જગ્યાએ ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરો
  • બેબી ટેલ્કમ પાવડરનો ઉપયોગ વધુ નેચરલ રાખવા માટે સારો છે.
  • નેચરલ પ્લાન બેઝડ કલર 1-2 દિવસમાં ઝાંખા પડી જશે
  • ફૂડ કલર્સની શેલ્ફ લાઇફ હોય છે.
  • નાના બાળકો માટે પરફેક્ટ છે આ નેચરલ કલર
holi જીવનશૈલી health tips