હોળી : કપડાં પરથી કલરના ડાઘ દૂર કરવાની સરળ રીત, ડ્રાય ક્લિનનો ખર્ચ બચી જશે

Holi Color Remove From Clothes Tips : હોળી ધૂળેટી પર લોકો એકબીજાને રંગ લગાવે છે. જો કે ઘણા લોકો કપડા બગડવાની ચિંતાને લઇને હોળી રમતા અચકાય છે. અહીં કપડા પર લાગેલા કલરના ડાઘને દૂર કરવાની અમુક સરળ રીત જણાવી છે.

Holi Color Remove From Clothes Tips : હોળી ધૂળેટી પર લોકો એકબીજાને રંગ લગાવે છે. જો કે ઘણા લોકો કપડા બગડવાની ચિંતાને લઇને હોળી રમતા અચકાય છે. અહીં કપડા પર લાગેલા કલરના ડાઘને દૂર કરવાની અમુક સરળ રીત જણાવી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
holi 2024 : હોળી વ્રત કથા અને ધાર્મિક મહત્વ, હોળી કેવી રીતે ઉજવવી?

હોળી ધૂળેટી પર લોકો એકબીજાને રંગ લગાવે છે. ( Photo - Freepik)

Holi Color Remove From Clothes Tips : હોળી રંગોનો તહેવાર છે. હોળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. રંગોના આ તહેવારને લઈને દરેક જણ ખૂબ જ ઉત્સાહિત છે. હોળીના દિવસે લોકો એકબીજાને રંગ લગાવે છે. જો કે કપડાં ખરાબ થવાના ડરના કારણે લોકો ઘણીવાર હોળી પર જૂના કપડા પહેરે છે. પાછળથી આ કલરવાળા કપડાં ફેંકી દેવામાં આવે છે. જો કે જો તમે પણ હોળી પર નવા કપડાં પહેરવા માંગો છો તો હવે તમારે કલર લાગવાની ચિંતા કરવાની જરૂર નથી.

Advertisment

અહીંયા અમે તમને હોળી ધૂળેટી રમયા બાદ કપડા પર લાગેલા કલરના ડાઘને દૂર કરવાની અમુક સરળ રીત જણાવીશું.

બેકિંગ સોડાથી ડાઘ દૂર કરો

કપડામાંથી હોળીના રંગને દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય છે. તમે બેકિંગ સોડા સાથે બ્લીચ પણ મિક્સ કરી શકો છો. તે કલરના ડાઘ દરૂર કરવામાં ખૂબ જ અસરકારક છે.

સફેદ સરકો

કપડાંમાંથી કલર કરવા માટે સફેદ સરકોના ઉપયોગ કરવામાં આવે છે. જો કે સફેદ સરકો માત્ર કોટન કપડામાં જ ઉપયોગી બને છે. આ માટે વોશિંગ મશીનમાં એક કપ વિનેગર નાખીને કપડા ધોઈ લો. રંગ દૂર કરવામાં ફાયદો થઈ શકે છે.

Advertisment

લીંબુનો રસ

લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે. કપડામાંથી ડાઘ દૂર કરવામાં તે એકદમ ફાયદાકારક છે. આ માટે લીંબુના રસમાં કલરવાળા કાપડને થોડી વાર પલાળી રાખો. ત્યારબાદ તેને સાબુથી સાફ કરી લો. આનાથી કલર સંપૂર્ણ સાફ થઈ જશે.

વાસણ ધોવાના સાબુનો ઉપયોગ કરો

તમે હોળીના કલરવાળા કપડાને સાફ કરવા વાસણ ધોવાના સાબુનો ઉપયોગ કરી શકો છો.

કપડાંની સાથે જો તમે તમારી સ્કીન પરથી હોળીના કલર દૂર થવાનું નામ નથી લઈ રહ્યા તો, આ માટે તમે ઘરગથ્થુ ઉપચારનો ઉપયોગ કરી શકો છો.

કાકડીનો રસ અને સરકો

ચહેરા પરથી કલર દૂર કરવા માટે કાકડીના રસમાં થોડું ગુલાબજળ અને એક ચમચી વિનેગર મિક્સ કરો. આ મિશ્રણથી ચહેરો ધોઇ લો. તેનાથી કલર તો દૂર થાય જ છે, સાથે સાથે તે સ્ક્રીનને નિખારે પણ છે.

આ પણ વાંચો | હોળી પર 100 વર્ષ બાદ ચંદ્રગ્રહણ : આ 3 રાશિનું ભાગ્ય ચમકશે, કરિયર અને બિઝનેસમાં થશે પ્રગતિ

મૂળાનો રસ અને દૂધ

મૂળાના રસમાં દૂધ, ચણાનો લોટ કે મેંદો મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ ઉપટન તમારા ચહેરા પરથી કલરને સરળથાથી સાફ કરી નાંખશે.


holi જીવનશૈલી health tips