Holi 2024 : ધૂળેટી પર ધરે જ બનાવો સરળ રીતે નેચરલ કલર, આર્ટિફિશ્યલ રંગોથી શરીરને છે આટલા નુકસાન

Holi 2024 : સનાતન ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. ફાગણ માસની પૂર્ણિમા તિથિ પર ઉજવાતો આ પર્વ લોકોના જીવનમાં ખુશીઓના રંગ ભરી દે છે. ત્યારે આ અહેવાલમાં અમે તમને ઘરે કેવી રીતે નેચરલ કલર બનાવી શક્શો, ધૂળેટી રમ્યા પહેલા અને પછી શું ધ્યાન રાખવું તથા ધૂળેટીનું શાસ્ત્રીય મહત્વ શું છે તે અંગે જણાવીશું.

Written by mansi bhuva
March 12, 2024 08:58 IST
Holi 2024 : ધૂળેટી પર ધરે જ બનાવો સરળ રીતે નેચરલ કલર, આર્ટિફિશ્યલ રંગોથી શરીરને છે આટલા નુકસાન
Holi 2024 : ધૂળેટી પર આ સરળ રીતે ધરે જ બનાવો નેચરલ કલર, આર્ટિફિશ્યલ રંગોથી શરીરને થશે આટલા નુકસાન. (ફોટો ક્રેડિટ નિર્મલ હરિન્દ્રન ઇન્ડિયન એક્સપ્રેસ)

Holi 2024 : આપણા મોટા ભાગના તહેવારોની પાછળ વિજ્ઞાન છે એની તમને ખબર છે. ધુળેટી શું કામ મનાવાય છે. ‘ફાગણ મહિનો એ ઋતુનો સંધિકાળ છે. શિયાળો પૂરો થાય અને ઉનાળાની શરૂઆત થાય. ઉનાળા માટે શરીરને તૈયાર કરવા માટે ધુળેટીમાં પાણી અને કેસૂડાનો ઉપયોગ થતો. કેસૂડાનાં પાન પણ ફાગણ મહિનામાં સોળે કળાએ ખીલતાં હોય છે. કેસૂડો, ચંદન અને કેસરના ઉપયોગથી ઉનાળા માટે સ્કિનને તૈયાર કરવાની પ્રથા ધુળેટી દ્વારા ઊજવવાની શરૂ થઈ, જે ત્વચાને તેજસ્વી બનાવવાનું કામ કરતા હતા. હકીકતમાં પહેલાં ધુળેટીથી ત્વચાનું રક્ષણ થતું હતું.

કોઈ પણ સૂકો રંગ બનાવવા માટે તમે બેઝ પાઉડર તરીકે આરા લોટનો ઉપયોગ કરી શકો છો. આ લોટમાં અત્તરનાં ટીપાં, ગુલાબજળનાં થોડાંક ડ્રૉપ્સ ઉમેરીને એને ફ્રેગરન્સ આપી શકાય. આરા લોટને બદલે ચોખાનો લોટ પણ સારો વિકલ્પ છે. સાથે જ એને બે-ત્રણ દિવસ સાચવવા માટે બ્રાસનો પાઉડર ઉમેરી શકાય. સૂકો લાલ કલર બનાવવા માટે તમે જાસૂદ, લાલ ગુલાબ જેવાં લાલ રંગનાં ફૂલોને છાંયડામાં સૂકવી એનાં પાંદડાંનો ભૂકો મિક્સ કરી શકો છો. ગુલાબના ફૂલનાં પાંદડાંને તડકામાં અથવા માઇક્રોવેવમાં સૂકવો તો એ કરકરાં થશે અને એનો પાઉડર સરળતાથી બનાવી શકશે.

આરા લોટમાં રક્તચંદનનો પાઉડર નાખીને પણ સૂકો લાલ રંગ બનાવી શકશો. ભીનો લાલ રંગ બનાવવા માટે સફેદ ચૂનાના પાણીમાં હળદર નાખવાથી લાલ રંગનું પાણી બની જશે. એ સિવાય ચંદનનો પાઉડર પાણીમાં મિક્સ કરીને પણ લાલ રંગનું પાણી બની શકે છે.

Holi 2024 (Holi 2024 Date)

કેસરી

હોળીના વિવિધ રંગોમાં ભગવા રંગનું મહત્વ ઘણું છે. આ રંગ બનાવવા માટે ઑરેન્જ રંગના ગલગોટાનાં ફૂલને છાંયડામાં સૂકવીને અથવા માઇક્રોવેવમાં ડ્રાય કરીને એનો પાઉડર આરા લોટમાં ઉમેરી શકાય. યાદ રહે, અમુક ફૂલોને તડકામાં સૂકવશો તો એ કાળાં પડી જવાની સંભાવના વધુ હોય છે. એવી જ રીતે સંતરાની છાલને સૂકવીને એનો ભુક્કો પણ લોટમાં મિશ્ર કરી શકાય છે. ઑરેન્જ રંગનું પાણી બનાવવા માટે ગલગોટાનાં ફૂલને આખી રાત પલાળીને અથવા એને ઉકાળીને ઑરેન્જ રંગનુ પાણી બનાવી શકાય છે. મેંદીને પલાળીને એમાંથી પાણી કાઢશો તો પણ લાલાશ પડતા ઑરેન્જ રંગનુ પાણી મળી શકે છે. એ સિવાય જો બજેટ સારું હોય તો આખી રાત સારી ગુણવત્તાનું કેસર ભીંજવી રાખો તો પણ ઑરેન્જ કલરનું પાણી મળી રહેશે.

લીલો

ગ્રીન કલરની પોતાની ખૂબીઓ છે. જે મનને શાંત અને પ્રકૃતિનો અહેસાસ કરાવે છે. ત્યારે આ રંગને બનાવવા માટે લીલી મેંદીના પાઉડરને આરા લોટ સાથે મિક્સ કરીને એ કલર બનાવી શકો છો. યાદ રાખો કે, અહીં મેંદી અને લોટની ક્વૉન્ટિટી સરખી રાખવી. લીલા રંગનું પાણી બનાવવા માટે લગભગ દરેક લીલી ભાજી ઉપયોગી બની શકે છે. કડવા લીમડાનાં પાનને પાણીમાં ઉકાળીને એની પેસ્ટ બનાવીને એને ગાળી લો તેમ જ સુગંધ માટે એમાં થોડાંક અત્તરનાં ટીપાં અથવા નીલગિરિનું તેલ પણ ઉમેરી શકો છો. તો એ હેલ્થની દૃષ્ટિએ પણ ઉપયોગી સાબિત થશે. પાલકની ભાજી પણ એના માટે બેસ્ટ ઑપ્શન સાબિત થઈ શકે છે.

પીળો

પીળો રંગ બનાવવા માટે ચણાનો લોટ અને હળદર બેસ્ટ ઑપ્શન છે. બે ભાગ હળદર અને ચાર ભાગ ચણાનો લોટ ઉમેરીને સીધી અને સરળ રીતે પીળો રંગ બનાવી શકાય છે. પીળા રંગનાં ગલગોટાનાં ફૂલને પાણીમાં ઉકાળી લો અથવા બીજા કોઈ પણ પીળા રંગનાં ફૂલને ઉકાળશો તો લિક્વિડ પીળો રંગ તૈયાર થઈ જશે. બસ્સો ગ્રામ આરારુટનો લોટ લઈ એમાં સો ગ્રામ હળદર, ૫૦ ગ્રામ ગલગોટાનાં ફૂલનો પાઉડર, વીસ ગ્રામ સંતરાની છાલનો પાઉડર અને દસેક ડ્રૉપ્સ લેમનગ્રાસ અથવા ચંદનના તેલનાં ટીપાં (અથવા પાઉડર પણ ચાલે) ઉમેરી એક બાઉલમાં બધું જ બરાબર મિક્સ કરી દો એટલે ઑરેન્જ ગુલાબી રંગનો એકદમ નિદોર્ષ કલર તૈયાર છે.

ભૂરો

ભૂરા રંગના ગુલમહોરનાં ફૂલ આ જ સીઝનમાં ઊગતા હોય છે. આ ફૂલને છાંયડામાં સૂકવી નાખો અને એનો ઝીણો પાઉડર મિક્સરમાં બનાવી દો તો તમારો ભૂરો રંગ તૈયાર છે. લિક્વિડ ભૂરા રંગને બનાવવા માટે આ જ ફૂલને પાણીમાં ઉકાળી નાખો. એવી જ રીતે ભૂરા રંગનાં અન્ય કોઈ પણ ફૂલ તમારી આજુબાજુ ઊગતાં દેખાય તો એની પેસ્ટ બનાવીને સૂકવી નાખશો તો તમારા માટે સરળતાથી ભૂરો રંગ તૈયાર થઈ જશે.

ગુલાબી અને જાંબુડી

અંદરથી સહેજ રાણી અને જાંબુડી રંગના બીટના નાના-નાના ટુકડા કરીને એને સૂકવી નાખવા અને એને મિક્સરિંગ કરીને એનો પાઉડર બનાવી લેવો અને એમાં થોડો બેઝ પાવડર તરીકે આરા લોટ ઉમેરી દો એટલે સૂકો રંગ તૈયાર છે. એને શેડ આપવા માટે લોટની માત્રા વધારી કે ઘટાડી શકો છો. લિક્વિડ રંગ માટે પાણીમાં ઉકાળી અથવા કુકરમાં સીટી મારીને બફાઈ ગયા પછી એની પેસ્ટ બનાવી ગાળી લેવી. એવી જ રીતે જાંબુડી તથા ગુલાબી રંગનાં ફૂલનો ઉપયોગ પણ કરી શકાય છે.

કૃત્રિમ રંગોથી શું નુકસાન થઈ શકે છે

આર્ટિફિશ્યલ રંગોનો ઉપયોગ કરવાથી આપણી આંખ, સ્કિન, વાળ, કાન અને ફેફસાને નુકસાન થઈ શકે છે. બજારમાં વપરાતા સિન્થેટિક રંગોમાં લીડ ઑક્સાઇડ, ક્રોમિયમ આયોડિન, ઍલ્યુમિનિયમ બ્રોમાઇડ, મરક્યુરી સલ્ફાઇટ, કૉપર સલ્ફેટ જેવા કેમિકલનો ઉપયોગ થાય છે. જે આંખ, કાન, સ્કિન ઉપરાંત શરીરના ઇન્ટરનલ ઑર્ગનને પણ નુકસાન કરે છે. ચામડી પર પર ચાંઠાં પડવાં, ખંજવાળ આવવી, શ્વાસની તકલીફ પણ થઈ શકે છે.

આ પણ વાંચો : Summer Special : દિવસની શરૂઆત આ હેલ્ધી ડ્રિંક સાથે કરો, ગરમીથી બચાવશે

હોળી રમતા પહેલા આ બાબતનું ધ્યાન રાખવું

કેમિકલયુક્ત રંગ કાઢવા માટે કેરોસીન વગેરેનો ઉપયોગ ટાળવો. હોળી રમવા બહાર જાઓ એ પહેલાં જ આખા શરીરમાં સરખા પ્રમાણમાં તલના તેલથી માલિશ કરીને જ બહાર નીકળવું.

સૌથી પહેલાં હૂંફાળા પાણીથી મોઢું ધોઈને ઉપરછલ્લો રંગ કાઢવાનો અને પછી ચણાના લોટમાં રાઈનું તેલ અને દહીં ઉમેરીને તૈયાર ઉબટનથી ધીમે ધીમે મસાજ કરીને વધારાનો રંગ કાઢવાના પ્રયત્ન કરવા. હોળીના રંગોને કાઢવા માટે સાબુ અથવા હાર્શ શૅમ્પૂનો ડાયરેક્ટ ઉપયોગ ટાળવો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ