Holi 2025 : દેશભરમાં રંગોનો તહેવાર ઉત્સાહથી ઉજવવામાં આવ્યો છે. આખો દિવસ લોકોએ ઉત્સાહથી હોળી રમી હતી. લોકોએ નાચતા-ગાતા ધૂળેટીના રંગોની ઉજવણી કરી હતી. રંગોનો તહેવાર, હોળી હોલિકા દહનથી શરૂ થયો હતો અને આખો દિવસ ચાલુ રહ્યો હતો. લોકો બપોર સુધી ઉત્સાહથી હોળી રમતા જોવા મળ્યા હતા. સાંજે હોળીની ઉજવણી પૂરી થતાં જ મોટાભાગના લોકો થાકવા લાગે છે.
આખો દિવસ મોજમસ્તી કરવી, ખૂબ દોડવું, પાણી સાથે રમવું, નાચવું અને શારીરિક પ્રવૃત્તિઓ કરવાથી હોળીના દિવસે શરીરની ઘણી ઉર્જા વહી જાય છે. આવી સ્થિતિમાં સાંજના સમયે લોકોના મોઢેથી વારંવાર સાંભળી શકાય છે કે હું આજે ખૂબ થાકી ગયો છું. હોળી રમ્યા બાદ થાક લાગતો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારા માટે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ, જેની મદદથી તમે હોળીનો થાક ખૂબ જ સરળતાથી ઓછો કરી શકશો. આવો જાણીએ તેના વિશે.
શરીરમાં ઉર્જા લાવવા માટે આ વસ્તુઓનું સેવન કરો
શરીરમાં ફરી એનર્જી પાછી લાવવા માટે તમારે પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આ માટે તમે ફ્રૂટ જ્યુસ, નારિયેળ પાણી, શેરડીનો રસ, સિઝનલ જ્યૂસ પી શકો છો. હોળી રમ્યા પછી પુષ્કળ માત્રામાં પાણી પીવો જેથી શરીરમાં પાણીની ઉણપ ન રહે.
આ સિવાય તમે ચા-કોફી પણ પી શકો છો. તેમાં કેફીન હોય છે જે શરીરને ઝડપી ઉર્જા પ્રદાન કરવાની સાથે થાકને દૂર કરવામાં મદદ કરે છે. સાથે જ છાશ, લીંબુનું શરબત પીવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની ઉણપ ઓછી થાય છે. આ સાથે ગ્રીન ટી, આદુ-લીંબુની ચા કે હળદરવાળું દૂધ પીવાથી થાક દૂર થાય છે અને શરીરને આરામ મળે છે.
હોળી પછી થાક દૂર કરવા માટે આ વસ્તુ આરોગો
થાકને દૂર કરવા માટે તમારે એનર્જીની જરૂર હોય છે. આ માટે તમારે તરબૂચ, કેળા, સફરજન અથવા નારંગી જેવા ફળો ખાવા જોઈએ. સાંજે ડિનરમાં પાલક, બ્રોકલી અને બીટરૂટ જેવી શાકભાજી ખાઓ. કારણ કે તેમાં વિટામિન સી, ફાઇબર અને એન્ટિઓક્સિડેન્ટની માત્રા વધારે હોય છે. જેના કારણે શરીરને એનર્જી મળે છે. દહીં અને કેળા, પ્રોબાયોટિક્સથી ભરપૂર ડ્રાયફ્રૂટ્સ ખાવાથી ત્વરિત ઉર્જા મળે છે. બદામ, કઠોળ અને અખરોટ પણ ખાઓ.
ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કૃપા કરીને કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે નિષ્ણાતની સલાહ લો.