Holi Skin Care Tips: હોળી પર ત્વચાને રંગ કલરથી બચાવશે આ 5 સ્કીન કેર ટીપ્સ

Five Skin Care Tips For Holi Colors : હોળી ધુળેટી પર રંગ કલરથી ત્વચાની સંભાળ રાખવી જરૂરી છે. બજારમાં હાલ કેમિકલયુક્ત કલર મળે છે જે સ્કીનને નુકસાન પહોંચાડે છે. અહીં હોળીના રંગ કલરથી ત્વચાની સાર સંભાળ રાખવાની 5 સરળ ટીપ્સ આપી છે.

Five Skin Care Tips For Holi Colors : હોળી ધુળેટી પર રંગ કલરથી ત્વચાની સંભાળ રાખવી જરૂરી છે. બજારમાં હાલ કેમિકલયુક્ત કલર મળે છે જે સ્કીનને નુકસાન પહોંચાડે છે. અહીં હોળીના રંગ કલરથી ત્વચાની સાર સંભાળ રાખવાની 5 સરળ ટીપ્સ આપી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Holi 2025 | Holi Skin Care Tips | Skin Care Tips for holi color

Holi Skin Care Tips: હોળી માટે સ્કીન કેર ટીપ્સ. (Photo: Freepik)

Skin Care Tips For Holi Colors : હોળી ધુળેટીનો તહેવાર રંગ અને ખુશીઓનો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજાને રંગ અને ગુલાલ લગાવે છે. જો કે આજના સમયમાં બજારમાં કેમિકલ કલર્સ ઉપલબ્ધ છે, જેના કારણે ત્વચાને નુકસાન અને ઇન્ફેક્શન થવાનો ખતરો રહે છે.

Advertisment

કેમિકલયુક્ત કલરથી ત્વચાને નુકસાન

કેમિકલયુક્ત કલર ત્વચા પર લગાવવાથી ત્વચા શુષ્ક થઈ શકે છે. સાથે જ ક્યારેક એલર્જી, ખંજવાળ અને ફોલ્લીઓ થવાનો ખતરો રહે છે. આવી સ્થિતિમાં, હોળીના દિવસે તમારી ત્વચાની સંભાળ રાખવી સૌથી મહત્વપૂર્ણ છે, જેથી ત્વચાને ઓછામાં ઓછું નુકસાન થાય. જો તમે પણ હોળી પર રંગ અને ગુલાલ રમવા જઇ રહ્યા છો તો અમે તમારા માટે અમુક સ્કીન કેર ટીપ્સ લઇને આવ્યા છીએ, જે ફોલો કરીને તમે તમારી ત્વચાની સંભાળ પણ સરળતાથી લઇ રાખી શકો છો.

ત્વચા પર ઓઇલ અથવા મોઇશ્ચરાઇઝર લગાવો

હોળી પર ત્વચાને કેમિકલ કલરથી બચાવવા માટે તેલ અથવા મોઇશ્ચરાઇઝર લગાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્વચાથી લગાવવાથી સ્કિન પર એક પ્રોટેક્ટિવ લેયર બને છે, જેથી સ્કિનની અંદર કલર પહોંચતું નથી. મોઇશ્ચરાઇઝર લગાવ્યા બાદ તમે સ્કીન પરથી કલરને સરળતાથી સાફ કરી શકો છો.

સનસ્કીન ક્રીમ લગાવો

હોળી પર લોકો વધારે સમય સુધી તડકામાં રહે છે અને કલર રમે છે. તમારી ત્વચાને સૂર્ય કિરણો અને કલરથી બચાવવા માટે સનસ્કીન ક્રીમનો ઉપયોગ કરો. કલર વડે રમતા પહેલા એસપીએફ 30+ વાળી સનસ્કીન ક્રીમ લગાવો.

Advertisment

આખી બાંયના અને આરામદાયક વસ્ત્રો પહેરો

હોળી પર કલર અને ગુલાલથી બચવા માટે આખી બાંયના અને આરામદાયક કપડાં પહેરો. આ તમારી ત્વચાને હાનિકારક રંગો અને સૂર્યપ્રકાશથી બચાવવામાં મદદ કરશે. આ દિવસે તમે કોટનના વસ્ત્રો પહેરી શકો છો. તમારે એવા કપડાં પસંદ કરવા જોઈએ જે તમારા શરીરને સંપૂર્ણપણે ઢાંકી રાખે.

બોડી હાઇડ્રેટેડ રાખો

હોળીના અમુક દિવસ પહેલાથી જ તમારે પૂરતું પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. આ તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખશે, જે કલરની અસરને ઘટાડશે. હોળીનો દિવસ ભાગદોડ વાળો હોય છે, તેથી આ દિવસે થાક વધારે લાગે છે. પુષ્કળ પાણી પીવાથી તમે થાકશો નહીં.

રંગોને દૂર કરવા માટે ઉતાવળ કરશો નહીં

હોળીના દિવસે ત્વચા પરના કલર દૂર કરવા માટે ઉતાવળ ન કરો. કલર દૂર કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરશો નહીં. આ માટે તમે નવશેકા પાણીનો ઉપયોગ કરી શકો છો. તમે હળવા ફેસ વોશ અથવા બેસન-હળદરની પેસ્ટથી કલર દૂર કરી શકો છો.

holi જીવનશૈલી health tips