how to identify real or fake dry fruits : હોળીના દિવસે લોકો પોતાના ઘરમાં જાતજાતની વાનગીઓ બનાવે છે અને બધા સાથે બેસીને તેનો આનંદ માણે છે. જોકે આ દિવસે ડ્રાયફ્રૂટ્સનો પણ વાનગીઓમાં ભરપૂર ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં ભેળસેળના આ યુગમાં બજારમાં નકલી ડ્રાયફ્રૂટ્સ પણ મોટા પાયે ઉપલબ્ધ છે. તેને ખાવાથી તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. અહીં અમે તમને જણાવીશું કે અસલી અને નકલી ડ્રાયફ્રૂટ્સની ઓળખ કેવી રીતે કરી શકાય.
અસલી અખરોટને કેવી રીતે ઓળખવી
તમે અસલી અખરોટની ઓળખ તોડીને પણ આ કરી શકો છો. તાજા અખરોટની છાલ ઉપરથી ઘણી સખત હોય છે. તેને તોડવા પર તેના અંદર રહેલા પલ્પ તાજા અને કુરકુરા હોય છે. જ્યારે નકલી અખરોટમાં તેની છાલ હળવા લીલા રંગની હોય છે અને વધારે મુલાયમ પણ હોય છે.
અસલી કાજુની ઓળખ
હોળીના દિવસે કાજુનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. જોકે અસલી અને નકલી કાજુમાં થોડો ફરક છે. અસલી કાજુ આછા ક્રીમી રંગના હોય છે, જ્યારે નકલી કાજુ વધારે ચમકદાર હોય છે.
કિસમિસની ઓળખ કેવી રીતે કરવી
અસલી કિસમિસની ઓળખ તમે રંગ જોઇને પણ કરી શકો છો. અસલી કિસમિસનો રંગ ભુરો હોય છે. જ્યારે નકલી કિસમિસ વધારે ચમકદાર હોવાની સાથે સાથે ચીકણી પણ હોય છે. નકલી કિશમિશને ગ્લુકોઝથી પણ ચમકાવી શકાય છે.
પાણીની મદદથી ભેળસેળયુક્ત સૂકા મેવાઓને ઓળખો
તમે પાણી ટેસ્ટ કરીને કે સુંઘીને પણ ભેળસેળવાળા સૂકા ફળોને પણ ઓળખી શકો છો. જો તમે પાણી ટેસ્ટથી ડ્રાયફ્રૂટ્સની ઓળખ કરવા માંગો છો તો એક ગ્લાસ પાણી લો અને તેમાં ડ્રાયફ્રૂટ્સને 10-15 મિનિટ સુધી પલાળી રાખો. જો તેનો રંગ પાણીમાં ઉતરી જાય તો તે નકલી હોઈ શકે છે.
તમે સૂંઘીને પણ ડ્રાયફ્રૂટ્સને ઓળખી શકો છો. જો સૂંધ્યા પછી તેમાંથી ખરાબ ગંધ કે બદબૂ આવી રહી છે તો છે તો તે નકલી હોઈ શકે છે.