હોળી પર ચહેરાની સુરક્ષા જરુરી, રંગોથી રમતા પહેલા આવી રીતે રાખો ત્વચાની કાળજી

Holi Skin Care Tips : હોળીમાં ભેળસેળયુક્ત રંગોના કારણે ખંજવાળ, બળતરા, એલર્જી, ફોલ્લીઓ અને ફંગલ ચેપ જેવી ત્વચા સાથ જોડાયેલી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. આવી સ્થિતિમાં કેટલીક રીતો છે જેની મદદથી તમે તમારી ત્વચાની સંભાળ લઈ શકો છો. ચાલો જાણીએ

Holi Skin Care Tips : હોળીમાં ભેળસેળયુક્ત રંગોના કારણે ખંજવાળ, બળતરા, એલર્જી, ફોલ્લીઓ અને ફંગલ ચેપ જેવી ત્વચા સાથ જોડાયેલી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. આવી સ્થિતિમાં કેટલીક રીતો છે જેની મદદથી તમે તમારી ત્વચાની સંભાળ લઈ શકો છો. ચાલો જાણીએ

author-image
Ashish Goyal
New Update
8 smart ways to protect skin during Holi | Pre-Holi skin care tips and precautions | હોળી રમતા પહેલા ત્વચાની સુરક્ષાની રીતો | હોળી ૨૦૨૬ સ્કીન કેર ટિપ્સ

Holi Skin Care Tips : હોળીના અવસર પર લોકો રંગો સાથે મોજમસ્તીથી રમે Photograph: (Express photo- Arul Horizon)

Holi Skin Care Tips : હોળીના અવસર પર લોકો રંગો સાથે મોજમસ્તીથી રમે છે. હોળી દરમિયાન કલરની માંગ સૌથી વધુ હોય છે. આવી સ્થિતિમાં બજારમાં જોવા મળતા રંગો ઘણીવાર મિલાવટી પણ હોય. છે. આ ભેળસેળવાળા રંગો ત્વચાના ટોનને નુકસાન પહોંચાડી શકે છે. ભેળસેળયુક્ત રંગોના કારણે ખંજવાળ, બળતરા, એલર્જી, ફોલ્લીઓ અને ફંગલ ચેપ જેવી ત્વચા સાથ જોડાયેલી સમસ્યાઓ ઉભી થઇ શકે છે. આવી સ્થિતિમાં કેટલીક રીતો છે જેની મદદથી તમે તમારી ત્વચાની સંભાળ લઈ શકો છો. ચાલો જાણીએ.

Advertisment

તેલ લગાવો

હોળી રમતા પહેલા ત્વચા પર તેલ લગાવવાથી રંગ સરળતાથી ઉતરી જાય છે. તે ત્વચા પર સુરક્ષા કવચની જેમ કામ કરે છે. રંગો સાથે રમતા પહેલા નાળિયેર અથવા સરસવનું તેલ ચહેરા, હાથ, પગ, કાનની પાછળ અને ગરદન પર સારી રીતે લગાવી લો. આના કારણે રંગ ત્વચા પર વધારે ચીપકી રહેતો નથી અને તેનાથી છુટકારો મેળવવાનું પણ સરળ બનાવે છે.

સનસ્ક્રીન

હોળીના અવસર પર જો તમે ખુલ્લામાં રમવા જઇ રહ્યા છો તો સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં. તેજ સૂર્યપ્રકાશની અસર આપણી ત્વચા પર થાય છે, જે ટેનિંગની સમસ્યા તરફ દોરી જાય છે. તેનાથી બચવા માટે હોળી રમવાના 20-30 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાવો. ચહેરાની સાથે કાન, ગરદન, હાથ અને પગ પર સારી રીતે લગાવો. મોઇશ્ચરાઇઝર અથવા હળવા તેલથી સનસ્ક્રીન લગાવવાથી ત્વચા પર સુરક્ષાનું વધારાનું સ્તર બને છે. આ રંગની અસરને ઘટાડે છે અને છુટકારો મેળવવાનું સરળ બનાવે છે.

મોઇશ્ચરાઇઝર ક્રીમ

હોળી રમતા પહેલા તમે ચહેરા, ગરદન, હાથ અને કાનની પાછળ મોઇશ્ચરાઇઝર ક્રીમ લગાવી શકો છો. જો તમારી ત્વચા શુષ્ક છે તો તમે મોઇશ્ચરાઇઝરની ઉપર હળવું જેતુનનું તેલ લગાવી શકો છો. આ ત્વચા પર રંગની અસર ઘટાડે છે.

Advertisment

પાકો રંગ લાગી જાય તો શું કરવું

પાકા રંગથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. આ કિસ્સામાં લોકો તેને દૂર કરવા માટે સાબુનો ઉપયોગ કરે છે, જે ત્વચાના ઉપરના સ્તરને નુકસાન પહોંચાડવાનું જોખમ વધારે છે. પાકા રંગથી છુટકારો મેળવવા માટે માઇલ્ડ ક્લિન્ઝર અને નવશેકા પાણીથી ત્વચાને ધીરે-ધીરે સાફ કરવાથી રંગ ધીમે ધીમે હળવો થઈ જાય છે.

આ પણ વાંચો - હોળી 2026 : ‘બુરા ના માના હોલી હૈ…’ એમ કહીને આ 7 કામો બિલકુલ ના કરો!

યોગ્ય કપડાંની પસંદગી કરો

હોળી રમવા માટે વ્યક્તિએ એવા કપડાં પહેરવા જોઈએ જે આખા શરીરને ઢાંકી દે છે. જેના કારણે ત્વચા સુધી રંગ ઓછો પહોંચે છે, જેના કારણે કેમિકલ રંગોની અસર ઓછી થાય છે. આ માટે તમે ફુલ પેન્ટ અને ફૂલ સ્લીવ્ઝવાળા કપડાં પહેરી શકો છો.

શેવિંગ કરવાનું ટાળો

હોળી રમવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલા કોઈપણ પ્રકારની સ્કિન ટ્રીમેન્ટ ના કરાવો. આ સમય દરમિયાન શેવિંગ, ફેશિયલ અને વેક્સિંગ ટાળવું જોઈએ.

વાળનું પણ ધ્યાન રાખો

જ્યારે રંગ ત્વચા તેમજ વાળ પર પડે છે ત્યારે તે શુષ્ક થઈ જાય છે. આવી સ્થિતિમાં હોળી રમતા પહેલા વાળને તેલથી સારી રીતે મસાજ કરો. તેના કારણે રંગો વાળમાં ચોંટતા નથી અને સરળતાથી દૂર કરી શકાય છે.

રંગો કેવા હોવા જોઈએ

હર્બલ અને ઓર્ગેનિક રંગોનો ઉપયોગ હંમેશા કરવો જોઈએ. તેઓ ત્વચા પર એલર્જીનું જોખમ ઘટાડે છે. સાથે જ આવા રંગો બાળકો માટે પણ સલામત છે.

ડિસ્ક્લેમર : લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

holi તહેવાર જીવનશૈલી