કઢી, શાક અથવા સાંભારમાં ખટાશ કેવી રીતે દૂર કરવી? આ રીતથી ડીશમાં ખટાશ અને મીઠું ઘટાડો

જો કોઈ પણ વાનગીમાં વધુ પડતું ખટાશ અથવા મીઠું હોય તો આખો સ્વાદ ગડબડ થઈ જાય છે. થોડી ઘરેલું નુસખાની મદદથી તમે આ ખટાશ અને મીઠું ઘટાડી શકો છો

જો કોઈ પણ વાનગીમાં વધુ પડતું ખટાશ અથવા મીઠું હોય તો આખો સ્વાદ ગડબડ થઈ જાય છે. થોડી ઘરેલું નુસખાની મદદથી તમે આ ખટાશ અને મીઠું ઘટાડી શકો છો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
How to fix salt in a dish

વાનગીમાં ખટાશ અને વધારે પડતું મીઠું પડી જાય તો દૂર કરવાના ઉપાય (તસવીર - ફ્રીપિક)

Home remedies for too much salt and sour in food : શાકભાજી, દાળ અથવા સાંભાર બનાવતી વખતે ટામેટા, આમલી, આમચૂર પાવડર જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત વધુ પડતી ઉતાવળને કારણે વાનગી ખૂબ ખાટી થઈ જાય છે. જો કોઈ પણ વાનગીમાં વધુ પડતું ખટાશ અથવા મીઠું હોય તો આખો સ્વાદ ગડબડ થઈ જાય છે. થોડી ઘરેલું નુસખાની મદદથી તમે આ ખટાશ અને મીઠું ઘટાડી શકો છો.

Advertisment

બટાકાનો ઉપયોગ કરો

તમે કોઇપણ વાનગીમાં ખટાશ અથવા મીઠું ઓછું કરવા માટે તમે બટાકાનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક બટાકુ લો અને તેની છાલ કાઢી તેના 4 ભાગ કાપી પ્યુરી સાથે મિક્સ કરો. ગ્રેવી તૈયાર થઈ જાય એટલે બટાટાને દૂર કરી લો. આનાથી વાનગીમાં ખટાશ અને મીઠું ઓછું થઇ જશે.

વેજીટેબલ બ્રોથ (શાકભાજીનો સૂપ) ઉમેરો

જો તમે વાનગીમાં ટામેટાંનો ઉપયોગ કરી રહ્યા છો અને તેમાં ખટાશ અથવા મીઠું વધારે થઇ જાય તો તમે તેને બેલેન્સ કરવા માટે વેજીટેબલ બ્રોથ ઉમેરી શકો છો. ગ્રેવી રાંધવા માટે તમે સામાન્ય પાણીને બદલે તેનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ખટાશ અને મીઠું ઓછું થશે તેમજ સ્વાદ પણ વધશે.

બેકિંગ સોડા ઉમેરો

વાનગીમાં ખટાશ અથવા મીઠું ઓછું કરવા માટે તમે એક ચપટી બેકિંગ સોડા ઉમેરી શકો છો. આ પછી ડીશને ધીમા તાપ પર લગભગ 5 મિનિટ સુધી રાંધી લો. જો પરપોટા બને તો પરેશાન ન થાઓ. આનાથી તમારી વાનગી બેલેન્સ થઇ જશે.

Advertisment

આ પણ વાંચો - સ્ટ્રોબેરીને ડાયેટમાં જરુર કરો સામેલ, ઇમ્યૂનિટી વધારવાથી લઇને વજન ઘટાડવા સુધી ઘણા છે ફાયદા

ગોળ અથવા ખાંડ ઉમેરો

ગોળ સિવાય બ્રાઉન સુગર પણ એક સારો વિકલ્પ છે. તે સ્વાદ વધારવાની સાથે ખટાશ ઘટાડે છે. તમે થોડું મધ પણ ઉમેરી શકો છો. આ અસરકારક રીતે ખટાશને ઘટાડવાનું કામ કરે છે.

ભોજન જીવનશૈલી