Effective Ways to get Rid of Cockroaches : વરસાદના દિવસોમાં જીવજંતુઓનો ત્રાસ વધી જાય છે. ક્યારેક કિચનમાં તો ક્યારેક બાથરૂમમાં રોજ વંદા ફરતા જોવા મળે છે. તેને દૂર કરવા માટે બજારમાં ઘણા પ્રકારના સ્પ્રે હોય છે. પરંતુ જો તમે વંદાને ભગાડવા માટે કેટલાક ઘરેલુ ઉપાયો અપનાવવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને 10 રીતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેમની મદદથી વંદો તો દૂર થશે જ. સાથે-સાથે નાના જીવજંતુઓથી પણ છુટકારો મળશે.
લસણ, ડુંગળી અને લાલ મરચાનો સ્પ્રે
લસણ, ડુંગળી અને લાલ મરચાને પાણીમાં ઉકાળીને એક તીવ્ર ગંધવાળો સ્પ્રે બનાવો. આ સામગ્રીઓની તીવ્ર સુગંધ વંદાઓને બિલકુલ પસંદ નથી.
એમોનિયાનું દ્રાવણ
એમોનિયાને પાણી સાથે મિશ્રિત કરીને ફ્લોર, કાઉન્ટરટોપ્સ અને અન્ય સપાટીઓને સાફ કરો. આનાથી તમારું ઘર કિટાણુરહિત થાય છે અને વરસાદમાં ઘરમાંથી આવતી ભીનાશની વાસ પણ દૂર થાય છે. આ વંદાઓને અંદર આવવાથી અટકાવશે.
બેકિંગ સોડા અને ખાંડ
ઘરે જ બેકિંગ સોડા અને ખાંડથી સ્પ્રે બનાવો. બંને સામગ્રીને સમાન માત્રામાં મિક્સ કરો. જ્યાં વંદા થવાની સંભાવના હોય ત્યાં છંટકાવ કરો.
બોરિક એસિડ
બોરિક એસિડને વંદાના ઘરેલું ઉપચારમાં સૌથી અસરકારક માનવામાં આવે છે. શાનદાર પ્રભાવ માટે ખૂણાઓ અને ફર્શ પર આ પાવડરની થોડી માત્રાને છાંટો, પછી વંદા તેના સંપર્કમાં ન આવે ત્યાં સુધી તેને રહેવા દો.
તમાલપત્ર
તમાલપત્રની તીવ્ર ગંધ વંદાઓને પસંદ હોતી નથી. તમાલપત્રના પાંદડાઓને ક્રશ કરો અને તેમને એવી જગ્યાએ વિખેરી નાખો જ્યાં વંદો હાજર હોય, આ અસરકારક રીતે તેમને દૂર રાખશે.
આ પણ વાંચો – જાંબુ સાથે આ ફળો ના ખાવા, એક્સપર્ટ પાસેથી જાણો સાઇડ ઇફેક્ટ
લીમડાનું તેલ
લીમડાના તેલ કે પાવડરથી વંદા દૂર થઇ જાય છે. તેને તેલ તરીકે વાપરવા માટે એક સ્પ્રે બોટલમાં પાણી સાથે લીમડાના તેલની થોડી માત્રા મિક્સ કરો અને જ્યાં આ જીવાતો જોવા મળી છે ત્યાં તેનો છંટકાવ કરો.
સાબુ અને પાણીનો સ્પ્રે
સાબુ અને પાણીનો એક સરળ ઉપાય એ વંદાના સંપર્કમાં આવતાની સાથે જ તેને મારવાની અસરકારક રીત હોઈ શકે છે. જ્યારે તેનો સીધો વંદા પર છંટકાવ કરવામાં આવે છે, ત્યારે સાબુ તેમના શરીર પર સ્થિર થાય છે અને તેમના શ્વાસ ભરાઈ જાય છે. આનાથી વંદા મરી જાય છે.
લીંબુનો રસ
લીંબુના રસમાં સાઇટ્રિક એસિડ હોય છે, જે વંદાને અપ્રિય લાગે છે. લીંબુના રસ અને પાણીના દ્રાવણથી સપાટીને સાફ કરીને તમે માત્ર તે સ્થાનને જ સાફ કરતા નથી, પરંતુ એક કુદરતી અવરોધ પણ બનાવો છો.
ફેબ્રિક સોફ્નર સ્પ્રે
ફેબ્રિક સોફ્નરમાં એવા રસાયણો હોય છે જે વંદાના શ્વસન છિદ્રોને બંધ કરી શકે છે, જેના કારણે તેને ગૂંગળામણ થાય છે. ફેબ્રિક સોફ્નરને પાણી સાથે મિક્સ કરીને સીધું જ વંદા પર છાંટવાથી સંપર્કમાં આવતાની સાથે જ તેને મરી શકે છે.
પેટ્રોલિયમ જેલી ટ્રેપ
એક બરણીમાં પેટ્રોલિયમ જેલી લગાવો અને તેમાં બ્રેડ કે ફળ રાખો. કોકરોચ અંદર ચડી તો જાય છે પરંતુ ચીકણી સપાટીને કારણે તેઓ બહાર નીકળી શકતા નથી.